Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેલા હદીદ : પહેલો બ્રેકઅપ ભૂલી મિસ્ટર રાઈટની શોધમાં

બેલા હદીદ સ્વીકાર કરે છે કે એ 'કમિટેડ રિલેશનશીપ'માં છે. પણ એ રિલેશનશીપ પોતાની જાત સાથે છે. હોલીવુડની આ ૨૦ વર્ષીય રૃપસુંદરી અગાઉ 'ફીલ માય ફેસ'ના સીંગર વિકએન્ડ સાથે ડેટીંગ કરતી હતી.

એણે ભારપૂર્વક કહ્યું છે કે એ હાલ સિંગલ છે અને એ જે કોઈ યુવક સાથે જાહેરમાં દેખાય છે એ સર્વે એના 'બેસ્ટ ફ્રેન્ડ' છે. એણે હાલમાં ટ્વીટર પર કહ્યું હતું કે એ હજી સુધી તો એના કોઈપણ બેસ્ટ ફ્રેન્ડ સાથે ડેટીંગ નથી કરતી.

ગયા વર્ષે એ એના કેનેડીયન પાર્ટનર વીકએન્ડથી અળગી થઈ હતી. જોકે હવે એ આ હૃદયભંગની ઘટના ભૂલી જીવનમાં આગળ વધી ગઈ છે અને ખુશ છે.એણે કહ્યું હતું કે આ એનો પહેલો બ્રેક-અપ હતો અને એ એના ભૂતપૂર્વ કેનેડીયન બોય ફ્રેન્ડને સદાય માન આપશે. હવે એ હોલીવુડમાં મનનો  માણીગર શોધી રહી છે અને ટૂંકમાં 'મિસ્ટર રાઈટ' ગોતી લેશે.
 

Post Comments