Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિનેમેજિક - અજિત પોપટ

પરિવર્તનની સાથે પોતાની શૈલી પણ બદલતા રહ્યા એ ખેમચંદ પ્રકાશની ખૂબી હતી...

અલ્પજીવી જિંદગી અને એવીજ અલ્પજીવી કારકિર્દી વચ્ચે પણ ખેમચંદ પ્રકાશે જે કામ કરી બતાવ્યું એની વાત આપણે છેલ્લા ત્રણ ચાર એપિસોડથી કરી રહ્યા છીએ. ખેમચંદની વાત કરતી વખતે એક મુદ્દો સતત દ્રષ્ટિ સમક્ષ આવે છે અને એ છે સમયની સાથે ચાલવાની સૂઝ-બૂઝ. જે ફિલ્મ સર્જક કે ગીતકાર-સંગીતકાર સમયની સાથે નથી ચાલ્યો એ બહુ ઝડપથી ફેંકાઇ જાય છે.

આ દ્રષ્ટિએ થોડી આડવાત કરું તો ક્ષમસ્વ મે. ૧૯૫૦ના દાયકાની અધવચ કારકિર્દી શરૃ કરનારા કલ્યાણજી વીરજી શાહની કારકિર્દીનો ગ્રાફ તમે તપાસો તો ખ્યાલ આવે કે દરેક દાયકે તેમના સંપર્કો અને કામ બોલતાં રહ્યા.

૧૯૫૦ના દાયકાના ઉત્તરાર્ધમાં જ રાજ કપૂર, શમ્મી કપૂર, સુનીલ દત્ત, દેવ આનંદ... પછીના દાયકે અનુક્રમે જિતેન્દ્ર અને ધર્મેન્દ્ર, ત્યારબાદ મનોજ કુમાર, એના પગલે રાજેશ ખન્ના અને ત્યારબાદ અમિતાભ બચ્ચન... દરેક કલાકાર અને એમના ફિલ્મ સર્જકો મનમોહન દેસાઇથી શરૃ કરીને ફિરોઝ ખાસ સુધીના સર્જકો સાથે કલ્યાણજી-આણંદજીને ફાવ્યું. એવું જ કંઇક ખેમચંદ પ્રકાશ માટે કહી શકાય.

કલકત્તાથી ખેમચંદજી અહીં આવ્યા ત્યારના સંગીત પર એક ઊડતી નજર નાખીએ તો એ દિવસોમાં મરાઠી અને ગુજરાતી નાટય સંગીત, શાસ્ત્રીય સંગીત અને કેટલેક અંશે કોઠાના સંગીતની અસર ફિલ્મ સંગીતમાં હતી. કોઠાના સંગીતની અસરનંુ એક કારણ કદાચ એ હતું કે સારા ઘરની છોકરીએા ફિલ્મોમાં જલદી આવતી નહોતી. આ વાતાવરણ સાથે ખેમચંદજી દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા અને પોતાના ફાળે આવેલી ફિલ્મોમાં સંગીત પીરસ્યું.

પછીના તબક્કે જ્યારે નૌશાદ, અનિલ વિશ્વાસ અને સી રામચંદ્રની હાજરીમાં શંકર જયકિસન ઊગું ઊગું થવા લાગ્યા ત્યારે ખેમચંદજીએ પણ પોતાની કામ કરવાની અને સંગીત પીરસવાની શૈલી બદલી. એટલે એ આસાનીથી ફાવી ગયા. જીવાદોરી ટૂંકી પડી એટલે એ વચ્ચેથી ચિરવિદાય લઇ ગયા બાકી એમની કારકિર્દી સહેલાઇથી બીજા બે દાયકા લંબાઇ શકી હોત. અહીં ઔર એક આડવાત કરવાની ઇચ્છા છે.

અગાઉ  આ સ્થાનેથી તમને કહેલું કે પંડિત ઓમકારનાથ ઠાકુર અને એમની ગાયનશૈલી સાંગોપાંગ ઉતારનારા પંડિત કુમાર ગંધર્વ દ્રઢપણે માનતા કે શાસ્ત્રીય રાગ-રાગિણીઓ પર જે તે પ્રદેશના લોક સંગીતની ઊંડી અસર હોય છે. અથવા એમ કહો કે શાસ્ત્રીય સંગીત લોકસંગીત પરથી ઊતરી આવ્યું છે. મહારાષ્ટ્રમાં ભૂપાલી, ગુજરાતમાં વૃન્દાવની સારંગ, રાજસ્થાનમાં માંડ... આમ દરેક રાજ્ય અને દરેક પ્રજાનો માનીતો કોઇ રાગ રહ્યો છે.

અહીં પાછા ઊંડા ઊતરીએ તો દરેક વ્યક્તિનો માનીતો રાગ અને માનીતા ગાયક હોય. એજ રીતે દરેક રાગ પાછો જુદી જુદી ગુરુ-શિષ્ય પરંપરાના કલાકારો પોતપોતાની રીતે રજૂ કરતાં હોય. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ખેમચંદ પ્રકાશને રાજસ્થાની માંડ (દાખલા તરીકે પધારો મ્હારે દેશ...) રાગનો ઉપયોગ કરવાની તક બહુ મળી નહીં.

એમનું અકાળ નિધન કદાચ આ બાબતમાં નિમિત્ત બન્યું હશે. બાકી એમના પછી આવેલા કેટલાક સંગીતકારોએ રાજસ્થાની માંડનો પણ બહુ સુંદર ઉપયોગ કર્યો. એવી તક ખેમચંદ પ્રકાશને મળી નહીં. અલબત્ત, અગાઉ કહેલું એમ એમનો પીલુ સહેજ અલગ છટા સાથે નૌશાદ સાહેબના સંગીતમાં બહુ દેખાયો.

પરંતુ એ સિવાય કેટલાક રાગોનો એમણે બહુ સરસ રીતે ઉયયોગ કર્યો જે આજેય સંગીત રસિકોને મુગ્ધ કરી નાખે છે. દાખલા તરીકે  ફિલ્મ ભંવરાનંુ હમ અપના ઉન્હેં ન બનાના સકે, ખોકર ભી ઉન કો પા ન સકે ... રાગ ખમાજ પર આધારિત આ ગીત શાસ્ત્રીય સંગીત નહીં જાણતા લોકોને પણ ડોલાવી શકે છે. રાગ ખમાજ પર આધારિત બીજાં કેટલાંક ગીતો સાથે આ ગીતને સાંભળો. પછી વિચારો કે કયું ગીત સરળતા ધરાવે છે ?

બડા નટખટ હૈ ગ કૃષ્ણ કન્હૈયા... અને કુછ તો લોગ કહેંગે... (ફિલ્મ અમર પ્રેમ), આયો કહાં સે ઘનશ્યામ... (ફિલ્મ બુઢ્ઢા મિલ ગયા) કે પછી ઢલ ચૂકી શામ એ ગમ... (ફિલ્મ કોહિનૂર, સંગીત ખેમચંદ પ્રકાશના સાથી રહી ચૂકેલા નૌશાદ સાહેબનું). રાગ આધારિત હોવા છતાં ગીતની સરળતા વિશે નૌશાદ સાહેબે જે વાત ખેમચંદ પ્રકાશ માટે કરેલી એ આ.

ઔર એક દાખલો લઇએ. ખેમચંદજીનાં જ બે ગીતો છે. બરસો રે... (ફિલ્મ તાનસેન) અને બાગ લગા દું સજની... (ફિલ્મ તાનસેન) બંને ગીતો રાગ મેઘ મલ્હાર પર આધારિત છે. પરંતુ બંને ગીતોમાં રહેલી નજાકત માણો.  બાગ લગા દું... સાયગલ સાહેબના કંઠમાં છે અને બિરહન કી દુનિયા જલે, કૌન બુઝાયે પ્યાસ, બરસો રે... ખુર્શીદના કંઠમાં છે.

બંને ગીતો એક જ ફિલ્મનાં છે અને બંનેના સંગીતકાર પણ એક જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે તે રાગને પૂરેપૂરો પચાવ્યા વિના આ રીતે એક જ ફિલ્મમાં એક રાગમાં એક કરતાં વધુ ગીતો આપવા સહેલા નથી. શંકર જયકિસને પહેલીજ ફિલ્મ બરસાતમાં પાંચથી છ ગીતો ભૈરવીમાં આપેલા. આ છે સર્જકની શક્તિ !
 

Post Comments