Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Cine Guide

શાહરૃખ ખાનની આજ સુધીમાં કેટલી ફિલ્મો આવી અને આગામી ફિલ્મોના નામ જણાવશો?
ચેતન શાહ (ગોધરા)

તાજેતરમાં રિલિઝ થયેલી 'કલ હોના હો' ને ગણીને આજ સુધીમાં શાહરૃખની ૫૦ ફિલ્મો આવી આવનારી ફિલ્મો છે મૈ હૂં ના તથા યે લમ્હે જુદાઈ કે.

બિગ બજેટ ફ્લોપ ફિલ્મ કઈ? અને લો બજેટ હિટ ફિલ્મ કંઈ એ જણાવશો?
આશા પુનાતર (રાજકોટ)

મેરા નામ જોકર અને જય સંતોષી મા જો કે તાજેતરમાં સલમાનની 'ટયુબલાઈટથી'થી લઈને અનેક મોટા બજેટની ફિલ્મો ફ્લોપ ગઈ છે.

રિલીઝને દિવસે જ ટીવી પર પ્રસારિત થનારી ફિલ્મનું નામ જણાવશો?
હંસરાજ દવે (નારગોલ)

જેકી શ્રોફ- મનીષાની 'મઝધાર'. ફિલ્મ રિલિઝ થઈ ત્યારે જ ટીવી પર પ્રદર્શિત થઈ હતી.

સ્ત્રી ભૂમિકા માટે પ્રસિધ્ધ પુરુષ કલાકારો ક્યાં ક્યાં?

કિશોરકુમાર (હાફ ટિકિટ) જોહર (બેવકૂફ), રિશી કપૂર પેન્ટલ (રફૂ ચક્કર) બાકી ગોવિંદા, પરેશરાવલ જેવાં ઘણા પુરુષ કલાકારોએ સ્ત્રી ભૂમિકા ભજવી છે.

ક્યા દિગ્દર્શકે સૌથી વધુ નવોદિતોને ચમકાવ્યા છે?
જાનીસાર અખતર (પેટલાદ)

વી. શાન્તારામ, ગુરુદત્ત, નાસિર હુસેન, શક્તિ સામંત, સુભાષ ઘાઈ અને મહેશ ભટ્ટ.

'તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી...' કઈ ફિલ્મનું હતું? સંગીતકાર- ગાયક કલાકાર કોણ હતા?

નયના રાઠોડ (જૂનાગઢ)

ફિલ્મ હતી વામન અવતાર. સંગીતકાર ઃ અવિનાશ વ્યાસ, ગાયક : કવિ પ્રદિપજી, કલાકાર, નિરુપા રોય, ત્રિલોક કપૂર, સપ્રૂ, યશોધરા, રૃપકુમાર (ડેઝીઈરાની) અને બિપીન ગુપ્તા.

સૌથી લોકપ્રિય જોડી કઈ? હોરીઇન અને કોમેડિયનની કઈ જોડી હીટ ગણાય?

દર્શન દફતરી (મુંબઈ)

રાજકપૂર- નરગિસ જેવી જોડી આજ સુધી એકેય જામી નથી. કોમેડીમાં મેહમૂદ- શુભા ખોટે સૌથી લોકપ્રિય જોડી ગણાય.

'દુર્ગેશ નંદિની' અને 'ચંપાકલી' ફિલ્મો ક્યારે રિલીઝ થયેલી એ હિટ હતી કે ફ્લોપ?
સુરેશ દરજી (વલસાડ)

'દુર્ગેશ નંદિની' ૧૯૫૬માં અને ચંપાકલી ૧૯૫૭માં રિલીઝ થઈ. બંને ફ્લોપ ફિલ્મો હતી.

ધર્મેન્દ્રની જન્મતારીખ તથા સરનામું આપશો?
તારા ચાંપાનેરીયા (પાવાગઢ)

ધર્મેન્દ્રની જન્મતારીખ આઠ ડિસેમ્બર છે. સરનામું - પ્લોટ નં.૨૨, ૧૧, જેવીપીડી સ્કીમ, જુહૂ, મુંબઈ-૪૦૦૦૪૯.

જેમિનીની કઈ ફિલ્મમાં રવીએ સંગીત આપેલું?
બચુભાઈ હરસોરા (જામનગર)

ઘુંઘટ, ધરાના અને ઔરત.

આશા પારેખ, રેખા અને સુનીલ દત્તની હિટ ફિલ્મો કઈ? નિર્દેશક કોણ હતા?
મૌસમી પટેલ (વડોદરા)

દિલ દે કે દેખો (નાસીર હુસૈન), ઘૂંઘટ (રામાનંદ સાગર), ધરાના (વાસન), જબ પ્યાર કિસે સે હોતા હૈ, ફિર વહી દિલ લાયા હૂં (નાસીર હુસેન) ઝિદ્દી, લવ ઇન ટોકિયો. (પ્રમોદ ચક્રવર્તી), તિસરી મંઝિલ (વિજય આનંદ), આયેદિન બહાર કે (રઘુનાથ ઝાલાની), ઉપકાર, (મનોજકુમાર), શિકાર (આત્મારામ), આન મિલો સજના (મુકુલ દત્ત), કારવાં (નાસીર હુસેન), કટી પતંગ (શક્તિસામંત) અને મેરા ગાંવ મેરા દેશ (રાજ ખોસલા) આશા પારેખની હિટ ફિલ્મો છે. રેખાની હિટ ફિલ્મો છે.

સાવન ભાદો (મોહન સહગલ), રામપુર કા લક્ષ્મણ. (મનમોહન દેસાઈ), કહાની કિસ્મત કી (અર્જુન હિંગોરાની), મુકદ્દર કા સિકંદર (પ્રકાશ મહેરા), ગંગાકી સોગંદ (સુલતાન અહમદ), ખૂબસુરત (ઋષીકેશ મુખર્જી, મિસ્ટર નટવરલાલ (રાકેશ કુમાર), સુહાગ, (મનમોહન દેસાઈ), જુદાઈ, માંગભરો સજના. (ટી.રામારાવ), રામ બલરામ (વિજય આનંદ), બસેરા (રમેશ તલવાર), અપના બનાલો. (જે. ઓમપ્રકાશ) મુઝે ઇન્સાફ ચાહિયે (ટી.રામારાવ), ઇન્સાફ કી આવાઝ (રામાનાયડુ) સુનીલ દત્તની હિટ ફિલ્મો છે.

મધર ઇન્ડિયા (મહેબુબ), સાધના, એક હી રાસ્તા (યશ ચોપરા), સુજાતા (બિમલરોય), મૈં ચૂપ રહૂંગી (ભીમસિંઘ) ગુમરાહ (બી.આર.ચોપરા, મુઝે જીને દો. (મણી ભટ્ટાચાર્ય), બેટી બેટે. (એલ. વી. પ્રસાદ), ખાનદાન (ભીમ સિંઘ) વક્ત (યશ ચોપરા), મેરા સાયા (રાજ ખોસલા), મિલન (એ સુબ્બારાવ), મહેરબાન (ભીમસિંગ), હમરાઝ (બી.આર.ચોપરા), હીરા (સુલતાન અહમદ), ઝખ્મી (રાજ ઠાકુર).
 

Post Comments