Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Cine Guide

ફિલ્મ જીવનરેખા ક્યારે રિલીઝ થઈ હતી? નિર્માતા-નિર્દેશક, કલાકાર કોણ હતા?
મિલન સંઘવી (આણંદ)

જીવનરેખા ૧૯૭૪માં રિલીઝ થી હતી. પરશુરામ જે. દેવનાની આ ફિલ્મના નિર્માતા હતા. નિર્દેશક નાનાભાઈ ભટ્ટ. કલાકારો હતા પ્રાણ, જલાલ આગા, ફરીદા જલાલ, કેસ્ટો મુખર્જીૅ, ચંદ્ર શેખર, આસિત સેન વગેરે.

રાધા સલૂજા અને રેહાના સુલતાને કઈ ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું?
ફાતિમા તેજાની (ખેડા)

'હારજીત'માં આ બેઉ અભિનેત્રીઓ સાથે હતી.

'બહુ બેટી'માં માલાસિંહાના પતિની ભૂમિકા કોણે કરી હતી?
મનિષ જોશી (રાજકોટ)

આશિષ કુમારે પતિની ભૂમિકા કરી હતી.

'રાઝ એ દિલ ઉન સે છુપાયા ન ગયા' એ ગીત કઈ ફિલ્મનું છે? ફિલ્મના કલાકાર, નિર્માતા, ગીતકાર અને સંગીતકાર કોણ હતા?
દીપક પુરોહિત (મલાડ-મુંબઈ)

ફિલ્મ હતી, અપના બના કે દેખો. કલાકારો આશા પારેખ, મનોજકુમાર, નસીર હુસેન, અચલા સચદેવ, સજ્જન, મોહન ચોટી. નિર્માતા ચિત્ર સંગમ, ગીતકાર અસદ ભોપાલી. સંગીતકાર રવિ.

ફિલ્મ સીઆઇડી કેટલી વાર બની? નિર્માતા, નિર્દેશક, કલાકારો, સંગીતકારો?
સુભાષ કાપડિયા (અંકલેશ્વર)

સીઆઇડી ફિલ્મ અત્યાર સુધીમાં બે વાર બની. ૧૯૫૬માં પહેલી વાર બની. નિર્માતા : ગુરુદત્ત. નિર્દેશક રાજ ખોસલા, કલાકારો : દેવ આનંદ, શકીલા, વહીદા રહેમાન, જોની વોકર, કે. એન. સિંગ, બીર સરયૂજી, કુમકુમ, શીલાવાઝ, સંગીતકાર : ઓ. પી. નય્યર. ૧૯૯૦માં બીજી સી.આઇ.ડી. બની નિર્માતા : કમલ સદાનાહ. નિર્દેશક અજય ગોયલ, કલાકારો : વિનોદ ખન્ના, અમૃતા સિંહ, સુરેશ ઓબેરોય, જુહી ચાવલા, આલોકનાથ, કિરણકુમાર, સંગીત : કલ્યાણજી-આણંદજી.

અભિનેતા દિલીપ કુમારનું સરનામુ આપવા વિનંતી.

- એચ.જે.સરવૈયા (ભાવનગર)

દિલીપકુમાર : ૩૨-બી, પાલી હિલ, બાન્દ્રા (પ.)મું-૫૦

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સ્નેહલતા તથા રાગિણીનું સરનામું આપશો.

- ભાઈલાલ વી. પરમાર (ઓડ)

* રાગિણી - બી-૨૬-૨૭/૬, ખીરા નગર, એસ.વી.રોડ, સાંતાક્રુઝ (પ.), મું-૫૪ એ સ્નેહલતા -  ૭, આશુતોષ, ૧૯મો રસ્તો ખાર પાલી રોડ, મું-૫૨.

ધર્મેન્દ્રનું સરનામું પ્રગટ આપશો.

- મનહર પટેલ  (અમદાવાદ)

* ધર્મેન્દ્રનું સરનામું - પ્લોટ નં :૨૨, ૧૧મો રસ્તો, જે.વી.પી.ડી. જૂહુ, મું-૪૯.

લતા મંગેશકરે ગાયેલું પહેલું ગીત કયું?
રીના પંડયા  (વડોદરા)

૧૯૪૨માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ પહિલી મંગળા ગૌરમાં લતા મંગેશકરે નટલી ચૈત્રાચી નવલાઈ પહેલું ગીત પડદા પર ગાયું હતું. ૧૯૪૭ની આપ કી સેવા મેં ફિલ્મથી લતા મંગેશકર પ્લેબેક ગાયિકા બની અને પા લાગું કમ જોરી રે શામ મોસે ના ખેલો હારી પ્રથમ હિંદી પ્લેબેક ગીત ગાયું.

દિલીપ કુમાર - રાજેશ ખન્નાએ કદી સાથે અભિનય કર્યો છે?
અબ્દુલ શેખ (મહેસાણા)

હજુ સુધી નથી કર્યો.

ફિલ્મોની રોયલ્ટીની વ્યવસ્થા કેવી રીતે હોય છે?
રસીલાબહેન ખાંટ (ભરૃચ)

કેટલાંક પ્લેબેક સિંગર્સ, સંગીતકાર અને ગીતકાર ફિલ્મોના ગીતોની કેસેટોના વેચાણ પર કેટલાક ટકા કમિશન રાખે છે. એને જ રોયલ્ટી કહેવાય, લતા મંગેશકર રોયલ્ટી બાબત પહેલેથી જાગ્રત છે. તેથી આજેય એને જૂની રેકોર્ડસ અને કેસેટોની રોયલ્ટીથી દર વર્ષે લાખોની કમાણી થાય છે. નૌશાદને પણ કેટલાક વર્ષો સુધી લાખોની રોયલ્ટી મળતી. પરદેશમાં અનેક લોકપ્રિય કલાકારોને રોયલ્ટી મળતી જ રહે છે.
 

Post Comments