Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Cine Guide

રાજેન્દ્ર કુમાર - વૈજયંતી માલાની પ્રથમ ફિલ્મ? નિર્માતા તરીકેની હિટ ફિલ્મો કઈ હતી?
- દક્ષા જોશી (વિરસદ)

* ૧૯૬૨ની આસ કા પંછી બંનેની પ્રથમ ફિલ્મ નિર્માતા તરીકે રાજેન્દ્ર કુમારની હિટ ફિલ્મો : લવ સ્ટોરી અને નામ.

જીગરવાલા, મહારાજા, કભી ન કભી ક્યારે રિલીઝ થયેલી?
- દર્શના ભોગીલાલ (ઉમરેઠ)

* જીગરવાલા ૧૯૯૧માં રિલીઝ થઈ.મરાહાજા નામની બે ફિલ્મો આવી છે. પહેલી ૧૯૭૦માં બીજી ૧૯૯૮માં કભી ન કભી ૧૯૯૮માં રિલીઝ થઈ હતી.

કાલા સમુંદર ક્યારે રિલીઝ થયેલી? કલાકાર-નિર્દેશક કોણ હતા?
વિપુલ ગડા (કચ્છ)

*  કાલા સમુંદર ૧૯૬૨માં રિલીઝ થયેલી. જયરાજ - ચિત્રા, માલતી, હીરાલાલ, રાધિકા બીરસલુજા  મુખ્ય કલાકાર હતા. નિર્દેશક હતા. આર.પી.અસ્ક.

રાજેન્દ્ર કુમારે શિવાજી ગણેશન  સાથે કઈ ફિલ્મમાં કામ કર્યું છે?
- રીટા શાહ (વડોદરા)

* રાજેન્દ્ર કુમારે ધરતીમાં શિવાજી ગણેશનસાથે કામ કરેલું.

શું જૈમિની, પ્રસાદ પ્રોડક્શન્સ, એવીએમ બંધ થઈ ગયા છે?
- કાલિન્દી બારભાયા (વેરાવળ)

* સ્ટુડિયો હજી ચાલુ છે. પણ ફિલ્મો બંધ થઈ ગઈ છે.

કઈ ફિલ્મમાં સંજય દત્ત ડૉન બન્યો છે?
- મુન્નીર પટેલ (ગોધરા)

* તેજા, સડક, ગુમરાહ અને ખલનાયક.

અરે સંભાલો મુઝે યારો મૈને નહીં પી હૈ અને રૃક જાના નહીં તૂ કભી હાર કે,  આ બે ગીત કઈ ફિલ્મના છે?
- ઈન્સાફ મુજાવર (ધોરાજી)

* પહેલું ખુદા કસમનું બીજું ઈમ્તિહાનનું છે.

વિનોદ મહેરા-બિંદિયા ગોસ્વામીની ફિલ્મોના નામ આપશો?
- મીના દીક્ષિત (જામનગર)

*  ખેલ કિસ્મત કા, દાદા, જાની, દુશ્મન, ખૂન ખરાબા, યહરિશ્તા ના તૂટે અને મૂઝે શક્તિ દો.

જેમિનીની પ્રથમ રિલીઝ ફિલ્મ કઈ? કલાકારો કોણ હતા?
- મુસ્તાક અલી (ડાકોર)

* ૧૯૪૮ની ચંદ્રલેખા પ્રથમ ફિલ્મ કલાકારો: ટી.આર.રાજકુમારી. એમ.કે.રાધા,રંજન, યશોધરા કાત્જૂ, સુંદરાબાઈ,  એલ.નારાયણ રાવ. એસ પિલ્લાઈ અને એચ.કૃષ્ણમૂર્તિ.

જે.ઓમ.પ્રકાશની પ્રથમ ફિલ્મ? કલાકારો કોણ હતા?
- પૂર્ણિમા ત્રિવેદી (ગાંધીનગર)

*  ૧૯૬૧ની આસકા પંછી પહેલી ફિલ્મ.

કલાકારો : રાજેન્દ્ર કુમાર,વૈજયંતી માલા, લીલા ચીટણીસ, શૈલેન્દ્ર, રાજમહેરા, સુંદર, નઝીર, હુસેન, મુમતાઝ બેગમ, શિવરાજ.

નૂતને સૌ પ્રથમ કયું ગીત ગાયું હતું?
- હેમા રાવલ (મુંબઈ)

* ૧૯૫૦ની હમારી બેટીમાં તુમ્હે દુલ્હા ભાએરી.

પ્રદીપ કુમારની પહેલી અને છેલ્લી ફિલ્મ કઈ હતી?
- પ્રકાશ મહેતા (મોડાસા)

* પહેલી ફિલ્મ આનંદમઠ અને છેલ્લી રૃખસત.

વૈજયંતી માલા અને હેમા માલિનીની પહેલી ફિલ્મ કઈ હતી?
- કીર્તિ શાહ (વઢવાણ)

વૈજયંતી માલાની પહેલી ફિલ્મ બહાર અને હેમા માલિનીની સપનોંકા સૌદાગર.

કલ્યાણજી - આણંદજી ગુ્રપના સૌથી સફળ કલાકારોના નામ આપો?
- જયેશ ધરોડ (ભૂજ)

* સાધના સરગમ અને અલકા યાજ્ઞિાક.

જબ જાગ ઉઠે અરમાન તો કૈસે નીંદ આયે અનેજાગો સોનેવાલો સુનો મેરી કહાની કઈ ફિલ્મના છે?
- દિપીકા જોશી (મુંબઈ)

*પહેલું બિન બાદલ બરસાતનું અને બીજું ભૂત બંગલાનું.

પ્રોફેસર પ્યારેલાલમાં ધર્મેન્દ્રની હીરોઈન કોણ હતી?
- ચેતન ઘડિયાળી (ગોધરા)

* ઝીનતઅમાન હિરોઈન હતી.

રાજકપૂરના આર.કે.બેનરની હિટ ફિલ્મોના નામ આપશો? સ્ટુડિયો ક્યાં છે?

* હિટ ફિલ્મો : બરસાત, આવારા, બૂટ પોલિશ, શ્રી-૪૨૦, જિસ દેશમેં ગંગા બહતી હૈ, સંગમ,બોબી, સત્યમ, શિવમ સુંદરમ્, પ્રેમરોગ અને રામ તેરી ગંગા મૈલી. મુંબઈના ચેંબુરમાં આર.કે. સ્ટુડિયો છે.
 

Post Comments