Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનાક્ષી સિંહા : ફરીથી સલમાનની પાંખમાં સમાવાનો સફળ પ્રયાસ

સલમાન ખાન સાથે સૌપ્રથમ ફિલ્મ કરીને 'દબંગ ગર્લ'નું બિરૃદ મેળવનાર શત્રુપુત્રી સોનાક્ષી સિંહા છેલ્લા થોડા સમયથી તેની ફિલ્મો કરતાં અન્ય બાબતોમાં વધુ ચર્ચામાં રહી હતી. તેની સ્ત્રીપ્રધાન કહેવાતી ફિલ્મ 'નૂર' અને 'અકીરા' બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ. છેલ્લા થોડા સમયમાં તેના સલમાન સાથેના સંબંધોમાં પણ દૂરી આવી ગઇ હતી.

પણ હવે એમ લાગે છે કે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે. તે સલમાન સાથે ફરીથી 'દબંગ-૩'માં કામ કરવાની છે. આ ઉપરાંત તેની ફિલ્મ 'ઇત્તફાક' પણ આવવાની છે. બીજી મહત્વની વાત એ છે કે તેની સલમાન સાથેની 'દબંગ-૩' આવશે તેનાથી પહેલા તે આઇફઆ એવોર્ડ્ઝ પર બનનારી ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળશે. વાસ્તવમાં આ પારિતોષિકના આયોજકોએ હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે.

અને તેમની પ્રથમ ફિલ્મની હીરોઇન સોનાક્ષી છે. આ સિનેમામાં તે દિલજીત દોસાંજ સાથે કામ કરતી જોવા મળશે. પરંતુ સલમાન ખાન તેમાં કેમીઓ કરવાનો છે. અને એ રીતે અભિનેત્રી તેમાં સલમાન  સાથે જોવા મળશે. અદાકારાએ આ બાબતે ખુુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને એ વાતનો આનંદ છે કે હું આઇફાના આયોજકોના નિર્માણમાં બનનારી પહેલી ફિલ્મની હીરોઇન છું. અમે સલમાન સાથે આ ફિલ્મનું શૂટિંગ પણ કરી લીધું છે.

એમ કહેવાય છે કે સોનાક્ષી અને સલમાન વચ્ચેની ખટાશ દૂર થઇ ગઇ છે. અભિનેત્રીએ બોલીવૂડમાં સફળ આરંભ કર્યા પછી તેની છેલ્લે આવેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાતાં સોનાક્ષીને કદાચ એમ લાગવા લાગ્યું હતું કે હવે સલમાન જ તેનો તારણહાર બની શકે તેમ છે. તેથી તેણે અભિનેતા સાથે નિકટતા કેળવવા માંડી હતી.

વળી તેની નજરમાં ઝપાટાભેર વસવા સોનાક્ષીએ સલમાનની સ્ત્રીમિત્ર લુલિયા વંટુર સાથે દોસ્તી કરી લીધી છે. તાજેતરમાંં સલમાનને શાહરૃખે આપેલી નવીનક્કોર મર્સિડિઝ કારમાં સલમાન અને લુલિયા સાથે સોનાક્ષી સિંહા પણ જોવા મળી હતી. કહેવાનો અર્થ એ છે કે અભિનેત્રી  ફરીથી તેની નજરમાં વસવાનો એકે મોકો છોડવા નથી માગતી.

એમ પણ સાંભળવા મળી રહ્યું છે કે અભિનેત્રી હવે નિર્માણ ક્ષેત્રે ઝંપલાવવાની તૈયારી કરી રહી છે. તે પોતાના નિર્માણ હેઠળ કોઇ ખાસ વિષયવસ્તુને રજૂ કરતી ફિલ્મો બનાવવા માગે છે. તે પોતાના ભાઇ લવની  ઉપડતાવેંત જ પાટા પરથી  ખડી પડેલી અભિનય કારકિર્દીને ફરીથી પાટે ચડાવવા પણ કટિબધ્ધ છે. હાલના તબક્કે તે પોતાના નિર્માણ ગૃહ તરફ વધુ ધ્યાન આપી રહી છેં.

અદાકારાની ફિલ્મ 'ઇત્તફાક' રાજેશ ખન્નાની 'ઇત્તફાક'ની રિમેક છે એ વાત નવી નથી. નવું એ છે કે આ સિનેમામાં સોનાક્ષી નેગેટિવ રોલ અદા કરી રહી છે. અને આ સિનેમા સાથે એક ખરેખરો ઇત્તફાક પણ સંકળાયેલો છે. વાસ્તમાં મૂળ 'ઇત્તફાક'ની ઓફર તેના પિતા શત્રુઘ્ન સિંહાને થઇ હતી. પરંતુ ફિલ્મ સર્જકોને પછીથી રાજેશ ખન્નાની તારીખો મળી જવાથી તેમણે શત્રુનો વિચાર પડતો મૂકીને રાજેશ ખન્નાને લીધો હતો. અને હવે તેની રિમેકમાં શત્રુપુત્રીને કામ કરવાની તક મળી છે.

અદાકારાએ આ ફિલ્મ બાબતે કહ્યું હતું કે તેમાં મને સહેજ  નેગેટિવ ભૂમિકા ભજવવાની તક મળી છે. અગાઉ મેં ક્યારેય આવો રોલ નથી ભજવ્યો. વળી આ ફિલ્મ અમે લોકોએ એટલી જલદી બનાવી લીધી કે મને એમ લાગ્યું હતું કે મેં પલક ઝપકાવી ત્યાં તો ફિલ્મ બની પણ ગઇ. મેં અત્યાર સુધી આટલી ઝડપથી એકે ફિલ્મ નથી કરી. આમ આ સિનેમા સાથે એક નહીં પણ ત્રણ ત્રણ ઇત્તફાક સંકળાયેલા છે.

ફિલ્મી પરિવારોમાંથી આવતાં કલાકારો માટે સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે તેમને તો મઝા જ મઝા. બધું તૈયાર મળે. તેમને ખાસ સંઘર્ષ કરવાની જરુર જ ન પડે. પરંતુ અભિનેત્રીની છેલ્લી ક્ેટલીક ફિલ્મોની નિષ્ફળતા એ વાત પુરવાર કરે છે કે ફિલ્મી પરિવારમાંથી આવતા કલાકારોને પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.

તેમને કાંઇ તૈયાર નથી મળતું.બલ્કે પોતાના હિસ્સાની મહેનત કરીને આગળ આવવું પડે છે. અભિનેેત્રી પણ આ વાતને પુષ્ટિ આપતાં કહે છે કે હા, હું મારો ખર્ચ મારી જાતે જ કરું છું. મારા ભાગના બિલ હું જ ચૂકવું છું. બાકી જ્યાં સુધી લાડકોડમાં ઉછરવાની વાત છે ત્યાં સુધી અમને ત્રણે ભાઇબહેનોને સામાન્ય ઘરના બાળકોની જેમ ઉછેરવામાં આવ્યાં હતાં. અમને કોઇ વીઆઇપી ટ્રીટમેન્ટ નહોતી મળતી. આજે પણ હું મારો માર્ગ મારી જાતે જ શોધી  લઉં છું. અને પોતાના પગ પર ઊભા હોવાનો મને ગર્વ છે.

સોનાક્ષીને ગાવાનો બહુ શોખ છે. તેણે 'અકીરા' અને 'નૂર'માં પોતાનો કંઠ પણ આપ્યો છે આ સિવાય તેનું સિંગલ 'ઇશ્કહોલિક' તો છેક વર્ષ ૨૦૧૫માં જ આવી ગયું હતું. અદાકારા કહે છે કે મને ગાવાનું બહું ગમે છે. હું માત્ર સાત વર્ષની હતી ત્યારથી  મને ગાવાનો ચસકો લાગ્યો હતો. અલબત્ત, હું બાથરૃમ સિંગર હતી. પણ ગાવાની તક મળે તો હું છોડું નહીં. તે વધુમાં કહે છે કે મારું પહેલું સિંગલ રજૂ થયું તેને બે વર્ષ વિતી ગયા છે. અને હવે હું મારા વધુ સિંગલ રજૂ કરવાની તૈયારી કરી રહી છું. તે કહે છે કે જ્યારે દર્શકો મારા ગીત પર નાચે, સીટીઓ અને તાળીઓ વગાડે તે મને બહુ ગમે.

છેલ્લા થોડા સમયથી બોલીવૂડના અભિનેતાઓ કરતાં અભિનેત્રીઓને હોલીવૂડમાં કામ કરવાનો ભારે ચસકો લાગ્યો છે. જોકે સોનાક્ષીને એવી કોઇ અબળખા નથી. તે કહે છે કે હુંએમ નથી કહેતી કે મારે હોલીવૂડમાં કામ નથી કરવું. જો મને સામેથી સારા રોલની ઓફર આવશે તો હું તેના પર જરુર વિચાર કરીશ. પરંતુ મને તેમાં માત્ર એટલા માટે કામ નથી કરવું કે તે હોલીવૂડની ફિલ્મ છે.
 

Post Comments