Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કંગના રણૌત: 'ઝાંસીની રાણી' થનગની રહી છે દિગ્દર્શનના ઘોડે સવારી કરવા

હિન્દી ફિલ્મોદ્યોગમાં ખાસ્સો સંઘર્ષ કર્યા પછી 'બોલીવૂડ ક્વીન'નું બિરૃદ મેળવનાર અભિનેત્રી કંગના રણૌતની છેલ્લે આવેલી ફિલ્મ 'રંગૂન' બૉક્સ ઑફિસ પર ઊંધા માથે પટકાઈ.

પરંતુ કંગના આ નિષ્ફળતાને કોરણે મૂકીને તેની આગામી ફિલ્મો 'સિમરન' તેમ જ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી'ની તૈયારીમાં મચી પડી છે. અલબત્ત, 'સિમરન'નું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. અને તે સપ્ટેમ્બર મહિનામાં રજૂ પણ થવાની છે. જ્યારે 'મણિકર્ણિકા...' માટે કંગના સઘન તાલિમ લઈ રહી છે.

મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ પછી કંગનાએ અન્ય કોઈપણ દિગ્દર્શક સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો છે. અભિનેત્રીએ કહ્યું હતું કે દિગ્દર્શક ક્રિશ સાથેની આ મારી છેલ્લી ફિલ્મ હશે. ત્યાર બાદ હું સ્વયં દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવીશ. અને મને ગમતી ફિલ્મોનું દિગ્દર્શન કરીશ.

કંગનાને કોમેડી ફિલ્મોમાં વધારે રસ છે. તે કહે છે કે મારી આગામી ફિલ્મ 'સિમરન' કોમેડી છે. તે વધુમાં કહે છે કે મારા મતે બોલીવૂડમાં માત્ર શ્રીદેવીએ અને મેં જ રમૂજી ફિલ્મો કરી છે. પછી તે 'ક્વીન'ની 'દાતો' અથવા 'રાની' હોય કે પછી મારું 'સિમરન'નું મોજીલું પાત્ર હોય.

વાસ્તવમાં હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓને કોમેડી કરવાની ખાસ તક નથી મળતી. હા, એક વખત રાજૂ હીરાણીએ કહ્યું હતું કે તેઓ ફિમેલ સ્ટેન્ડ-અપ કોમેડિયન પર ફિલ્મ બનાવવા માગે છે. વાસ્તવમાં હું પણ કાંઈક આવી જ મૂવી બનાવવા ઈચ્છું છું.

જોકે કંગનાની ફિલ્મ 'સિમરન' બાબતે કેટલાંક વિવાદ ચાલી રહ્યાં છે. એ વાત સર્વવિદિત છે કે કંગનાને સ્ક્રીપ્ટ લખવાનો ચસકો લાગ્યો છે. પરંતુ 'સિમરન'માં આ ફિલ્મના સર્જક હંસલ મહેતાએ કંગનાને સહલેખિકા તરીકે આપેલી ક્રેડિટે તેના મૂળ લેખક અપૂર્વ અસરાનીને દુભવ્યો છે. અપૂર્વ અસરાનીએ કહ્યું હતું કે હંસલ મહેતાએ જ્યારે કંગનાને આ ફિલ્મની સહલેખિકા તરીકે ઉઘાડી ક્રેડિટ આપી ત્યારે મને ભારે આંચકો લાગ્યો હતો. ખરેખર તો 'સિમરન'ની સ્ટોરી, સ્ક્રીન-પ્લે અને ડાયલોગ્સ મેં લખ્યાં છે.

જોકે કંગનાએ તેના કેટલાંક સંવાદોને બહુ સરસ રીતે બદલ્યા છે એ વાતમાં બે મત નથી. આને માટે અભિનેત્રીને 'એડિશનલ ડાયલોગ' લેખિકા તરીકે યશ આપી શકાય. પરંતુ સહલેખિકા તરીકે નહીં. અને મેં જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે મને આ ફિલ્મમાંથી જ પડતો મૂકવામાં આવ્યો. એટલે સુધી કે ફિલ્મનું મોટાભાગનું એડિટિંગ પૂરું થઈ ગયું હતું ત્યારે મને એડિટર તરીકે પણ પડતો મૂકવામાં આવ્યો.

ખેર..., હવે આ ફિલ્મની તો રજૂઆતની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આપણે અભિનેત્રીની ત્યાર પછી આવનારી ફિલ્મ 'મણિકર્ણિકા...'ની વાત આગળ ધપાવીએ. બોલીવૂડમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે ફિલ્મ બનાવવાની વાતો વર્ષોથી ચાલે છે અને પછી પડતી મૂકી દેવામાં આવે છે. પરંતુ કંગનાને ભાગે આ પાત્ર ભજવવાનું આવ્યું તે તેના સદ્ભાગ્ય છે. અને અભિનેત્રી તેની તૈયારીમાં તનમનથી મચી પડી છે.

અભિનેત્રી કહે છે કે આ સિનેમા માટે મને તલવારબાજી અને ઘોડેસવારી શીખવાના છે. અને મેં ઘોડેસવારીની તાલીમ લેવાનું શરૃ પણ કરી દીધું છે. તે વધુમાં કહે છે કે મણિકર્ણિકા શ્રેષ્ઠ ઘોડેસવાર હતી. તેને માટે  એમ કહેવાય છે કે તે કેટલાય ફૂટ ઉપરથી કૂદીને સીધી પોતાના ઘોડા બાદલની પીઠ સવાર થઈ શકતી. તે પણ પીઠમાં પોતાના શિશુને બાંધીને. આવું સાહસ કરવા તમારામાં 'સુપરહ્યુમન' જેવી શક્તિ હોવી જોઈએ.

કંગના આ ફિલ્મની અન્ય વિશેષતા વિશે કહે છે કે તેની કહાણી 'બાહુબલિ-૨'ના લેખક કે.વી.વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. અને આ ફિલ્મનું નામ પણ અસામાન્ય લાગે એ રીતે 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' રાખવામાં આવ્યું છે.

વળી આ ફિલ્મના દિગ્દર્શક ક્રિશ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા હોવાથી તેઓ આ વિષયને સુપેરે સમજે છે. વાસ્તવમાં ફિલ્મના ટાઈટલમાં રહેલું 'મણિકર્ણિકા' નામ જ જાદુઈ અસર સર્જે છે. આ મહાન યોધ્ધા ૧૮૨૮ માં વારાણસીમાં રહેતા એક મરાઠી-બ્રાહ્મણ પરિવારમાં જન્મી હતી. તેથી જ ફિલ્મ સર્જકોએ તેનું પોસ્ટર લોંચ ગંગા કિનારે કર્યું હતું.

Post Comments