Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્દર કુમાર : ભાંગેલા શમણાંના ભારે લીધો અભિનેતાનો ભોગ

ઇન્દર કુમારના અવસાને ફરી એક વખત બોલીવૂડની તાણભરી જિંદગી સામે પ્રશ્નો ખડાં કર્યાં છે. આ ઇન્ડસ્ટ્રીમાં હંમેશાં પ્રત્યેક કલાકાર અસલામતી હેઠળ જીવતો હોય છે. તેમની કિસ્મતનો ફેંસલો શુક્રવાર કરતો હોય છે. માત્ર સંઘર્ષ કરતાં કલાકારો જ નહીં, પ્રથમ હરોળના કલાકારો પણ તાણમાં જ જીવે છે.

૨૮મી જૂલાઇએ માત્ર ૪૩ વર્ષની યુવાન વયે હૃદય રોગનો હુમલો આવતાં અભિનેતા ઇન્દર કુમારનું નિધન થયું. પ્રૌઢાવસ્થામાં પ્રવેશવાથી પહેલા જ  આ દુનિયા છોડી  ગયેલા ઇન્દર કુમારના અવસાને ફરી એક વખત બોલીવૂડની તાણભરી જિંદગી સામે પ્રશ્નો ખડાં કર્યાં છે. આ ઇન્ડસ્ટ્રીમાં હંમેશાં પ્રત્યેક કલાકાર અસલામતી હેઠળ જીવતો હોય છે.

તેમની કિસ્મતનો ફેંસલો શુક્રવાર કરતો હોય છે. માત્ર સંઘર્ષ કરતાં કલાકારો જ નહીં, પ્રથમ હરોળના કલાકારો પણ તાણમાં જ જીવે છે. નવોદિતો કે પછી સંઘર્ષ કરતાં કલાકારોને કામ મેળવવાની ચિંતા સતાવતી હોય છે. જ્યારે પ્રખ્યાત કલાકારોને પોતાનું સ્થાન ટકાવી રાખવાની ફિકર હોય છે. ઇન્દર કુમારે પણ  વર્ષ ૨૦૦૦માં અક્ષય કુમાર, સલમાન ખાન, સંજય દત્ત જેવા પ્રથમ હરોળના અભિનેતાઓ સાથે કામ કર્યું હતું.

પણ ત્યાર બાદ તે ખાસ દેખાયા નહોતા. એમ કહેવાય છે કે તેઓ આલ્કોહોલના રવાડે ચડી ગયા હતા.  તેમની ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી. જોકે તેમની પત્ની પલ્લવી સરાફે કહ્યું હતું કે તેઓ ડિપ્રેશનમાં નહોતા. બલ્કે તેઓ બે ફિલ્મો દ્વારા કમબેક કરવાની તૈયારી કરી રહ્યાં હતાં. તેમણે 'હુ ઇઝ ધ ફર્સ્ટ વાઇફ ઓફ માય ફાધર'અને અન્ય એક અનટાઇટલ્ડ ફિલ્મમાં કામ કર્યું હતું. તેઓ જરાય ડિપ્રેશનમાં નહોતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૫માં અભિનેતા ખિસ્સામાં થોડા પૈેસા લઇને કોલકત્તાથી મુંબઇ આવ્યાં હતાં. તેઓ આરંભના તબક્કામાં અન્ય ચાર સંઘર્ષ કરતાં કલાકારો સાથે એક જ રૃમમાં રહેતા હતાં અને સતત ઓડિશન આપતાં હતાં. બે મહિનાના ઓડિશન્સ પછી તેઓ ટાઇમ્સ મ્યુઝિકના તત્કાલિન એક્ઝિક્યુટિવ પ્રોડયુસર ધિરુભાઇની નજરે ચડયાં અને તેમણે તેમને   ેસંખ્યાબંધ વિડિયોમાં લીધાં. છ મહિનાના અંતે તેમણે ઇન્દર કુમારની ઓળખાણ તેમના મિત્ર અને ફિલ્મ ર્જક મહેશ કોઠારે સાથે કરાવી. તેઓ તે વખતે મરાઠી

ફિલ્મ 'માઝા ચકુલા'ની હિન્દી રીમેક 'માસૂમ' બનાવી રહ્યાં હતાં. ઇન્દર કુમારને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. અને તેમના સદ્નસીબે  આ સિનેમાને સારી એવી સફળતા મળી.

ઇન્દર કુમાર તેમની બીજી ફિલ્મ 'ઘૂંઘટ 'માં કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમના ડાન્સ જોઇને કોરિયોગ્રાફર ચીન્ની પ્રકાશ ખાસ્સા પ્રભાવિત થયાં હતાં. અને તેમણે પોતાની ફિલ્મોના ડાન્સમાં તેમને લેવા માંડયા હતા. ૧૯૯૮મા બનેલી ફિલ્મ 'તિરછી ટોપીવાલે' દરમિયાન ઇન્દર કુમારની દોસ્તી મોનિકા બેદી સાથે થઇ. ત્યાર પછી બંને એકસાથે બોલીવૂડ પાર્ટીઓમાં જવા લાગ્યાં.

આમ ઇન્દર કુમારનું મિત્રવર્તુળ વધવા લાગ્યું. આ ફ્રેન્ડ સર્કલ તેમને ફળ્યું પણ ખરૃં. તેમાંના એક રાજુ કારિયા વર્ષ ૨૦૦૯માં ઇન્દર કુમારના પબ્લિસિસ્ટ બન્યાં.તેમણે પોતાની પુત્રી સોનલના વિવાહ ઇન્દર કુમાર સાથે કરાવવાની  તૈયારી બતાવી. તેમણે કહ્યું હતું કે ઇન્દર મારા માટે પુત્ર જેવો હતો. તે મને બાબા કહીને સંબોધતો.

ઇન્દર કુમાર ધીમે ધીમે સલમાન ખાનની  નજરમાં પણ વસી ગયા. તેઓ ફિલ્મો, ફિટનેસ અને ફૂડ વિશે એકસમાન વિચારો ધરાવતાં હતાં. બલ્કે આ ત્રણે 'ફ'માં પોતાના વિચારોની આપલે પણ કરતાં. સલમાન ખાને વર્ષ ૨૦૦૦માં ઇન્દર કુમારને 'કહીં પ્યાર ના હો જાયે' તેમ જ સંજય દત્તની ફિલ્મ 'બાગી'માં કામ અપાવ્યું.એક વર્ષ પછી બંનેએ ફરીથી 'તુમકો ના ભૂલ પાયેંગે'માં સાથે કામ કર્યું.

આ સમય દરમિયાન ફિલ્મ સર્જક ભાઇઓ સઇદ અને અઝિઝ મિર્ઝાએ તેને ઇશા કોપીકર સાથે 'એક થા દિલ, એક થી ધડકન'માં  લીધાં. જોકે આ ફિલ્મ ક્યારેય રજૂ જ ન થઇ. પરંતુ ઇન્દર  કુમાર અને ઇશા વચ્ચે પ્રેમ સંબંધ બંધાઇ ગયો. રાજુ આ માહિતી આપતાં વધુમાં કહે છે કે ઇન્દર જ્યારે ટોચ સર કરી રહ્યાં હતાં ત્યારે પાર્થો ઘોષની ફિલ્મ 'મસીહા'ના સ્ટંટ જાતે જ ભજવવાની હઠ તેમને ભારે પડી. તેમણે સ્ટંટ ડાયરેક્ટરની મનાઇ છતાં હેલિકોપ્ટરમાંથી કૂદવાનો સ્ટંટ જાતે ભજવ્યો.

અને જમ્પ મારવાની ઘડીની ગણતરીમાં થાપ ખાઇ જતાં ે  તેમના  બંને ઘૂંટણને ઇજા થઇ.તેઓ છ મહિના સુધી ચાલી ન શક્યા. તેમને બે વર્ષ પછી કામ મળ્યું. પરંતુ બોલીવૂડમાં તો આઉટ ઓફ સાઇટ મતલબ આઉટ ઓફ માઇન્ડ. અફસોસની વાત એ છે કે બીજા બધાની જેમ ઇશા પણ ઇન્દરને ભૂલી ગઇ.

લાંબા સમય સુધી કામ ન મળવાને કારણે ઇન્દર કુમાર ડિપ્રેશનમાં આવી ગયા હતાં. તેમને મનોચિકિત્સકની સારવાર લેવાની ફરજ પડી હતી. દરમિયાન તેઓ રાજુના ઘરે રહેવા ચાલ્યા ગયા. રાજુ અને તેમની પુત્રી સોનલ તેમની સારસંભાળ લેતાં. પછીથી ઇન્દર કુમારે સોનલ સાથે વિવાહ કરવાની ઇચ્છા પ્રગટ કરી.

અને રાજુએ રાજીખુશીથી પોતાની પુત્રીનો હાથ ઇન્દરના હાથમાં આપી દીધો. બીજી ઓક્ટોબર ૨૦૦૩ના દિવસે સલમાન ખાને મુંબઇની એક જાણીતી હોટલમાં બંનેના લગ્ન ગોઠવ્યાં. તે વખતે એકતા કપૂરની ધારાવાહિક 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં ઇન્દરને રિપ્લેસ કરનાર રોનિત રોય પણ તેની પડખે ખડે પગે રહ્યો હતો.

સોનલ સાથે લગ્ન કર્યા પછી ઇન્દર કુમારને બંગાળી થ્રિલર 'અગ્નિપથ' અને 'એક ઔર અમર પ્રેમ'માં કામ કરવાની તક મળી. પરંતુ આ બંને સિનેમા સદંતર નિષ્ફળ ગયાં. લાગલગાટ નિષ્ફળતાને કારણે ભાંગી પડેલા ઇન્દર કુમાર નશીલા પદાર્થોના રવાડે ચડી ગયા. તેની આ લતથી કંટાળેલી સોનલે તેની સાથે છૂટાછેડા લઇ લીધાં અને કાયમ માટે નાગપુર ચાલી ગઇ.

ઇન્દર કુમારે છેલ્લે વર્ષ ૨૦૦૫માં કોર્ટની સુનાવણી દરમિયાન પોતાની પુત્રીનું મોઢું જોયું હતું.  ઇન્દર કુમારે નિષ્ફળતામાંથી બહાર આવવા ફરીથી કામ મેળવવાના પ્રયાસો આદર્યાં. તેને જ્યારે ખબર પડી કે સોહેલ ખાનને તેની ફિલ્મ 'આર્યન 'માટે બીજા હીરોની જરુર છે તો તે તેને મળ્યાં. તેને એ ફિલ્મમાં કામ પણ મળ્યું.

પરંતુ અહીં પણ ઇન્દર કુમારના નસીબ બે ડગલાં આગળ હતાં. આ સિનેમા પણ ફ્લોપ ગયું. છેવટે ફિલ્મોદ્યોગમાં તેમની સકાથે રાહુલ પ્રકાશ અને કેશવ અરોરાએ જ તેમની સાથે સંબંધ રાખ્યો હતો. સતત નિષ્ફળતાએ ઇન્દર કુમારને ફરીથી ડિપ્રેશનમાં ધકેલી દીધાં. તેઓ સવારથી રાત સુધી આલ્કોહોલનું સેવન કરતાં અને ત્રણેેક પેકેટ સિગારેટ ફૂંકી મારતા.

વર્ષ ૨૦૦૭માં ફિલ્મ સર્જક સંજય ગુપ્તાના ઘરે યોજાયેલી હોળીની પાર્ટીમાં ઇન્દર કુમાર અને ઇશા કોપીકર ફરીથી મળ્યાં અને તેમનો તૂટેલો પ્રેમ સંબંધ ફરીથી સંધાયો. પણ થોડા સમયમાં જ બંનેના સંબંધમાં ભંગાણ પડયું. ઇશા કોપીકરે હોટેલિયર ટિમ્મી નારંગ સાથે પોતાનો  સંસાર વસાવી લીધો. ત્યાર બાદ એક દિવસ અચાનક જ ઇન્દર કુમારે મોડેલ-એક્ટ્રેસ કમલજીત કૌર સાથે વિવાહ કરવાની જાહેરાત કરી. બંનેના લગ્ન પણ થઇ ગયાં. આ વર્ષમાં જ સલમાન ખાને તેને પોતાની ફિલ્મ 'વોન્ટેડ'માં ફરીથી તક આપી.

આ ફિલ્મ ખાસ્સી સફળ થઇ. પરંતુ ઇન્દર કુમારને તેનો  કોઇ લાભ ન  મળ્યો. તેના બીજા વિવાહનો પણ એક જ વર્ષમાં અંત આવી ગયો.  વર્ષ ૨૦૧૩માં ઇન્દર કુમાર એક પારિડીમાં પલ્લવીને મળ્યાં અને એકમેકના પ્રેમમાં પડયાં. એક વર્ષ પછી બંને વિવાહના બંધનમાં બંધાઇ ગયા. એક વર્ષમાં તેમના ઘરે પારણું પણ બંધાયું. હવે ઇન્દર કુમારને એમ લાગ્યું કે તેમણે નિર્માણ ક્ષેત્રે ઝંપલાવવું જોઇએ.

રાજુ વધુમાં કહે છે કે વર્ષ ૨૦૧૪ની ૨૫મી એપ્રિલે એક મોડેલે ઇન્દર કુમાર પર બળાત્કાર અને ઇજા પહોંચાડવાનો આરોપ મૂક્યો. અને તબીબી તપાસમાં આ આરોપ સાચો પણ પડયો. ઇન્દર કુમાર અને તેની પત્ની પલ્લવીનો આ બાબતનો ઇન્કાર ક્યાંય ખપ ન લાગ્યો. છેવટે અભિનેતાને પાંચ મહિના જેલના સળિયા પાછળ ગાળવા પડયાં.

જોકે પાંચ માસ પછી ઇન્દર કુમાર જેલમાંથી પાછા આવ્યાં ત્યારે વધુ તાજામાજા હતાં. તેમના બધા મિત્રો તેમને પ્રેમપૂર્વક મળ્યાં હતાં. તાજેતરમાં ઇન્દર કુમાર પોતાની આગામી ફિલ્મની રજૂઆત બાબતે ખાસ્સા ઉત્સાહી હતાં. તેમણે મને પાર્ટી મનાવવાનું આમંત્રણ આપ્યું હતું. અને અમે ત્રીજી ઓગસ્ટે પાર્ટીનું આયોજન પણ કરવાના હતાં. પરંતુ આ પાર્ટી પણ ઇન્દર કુમારના શમણાંની જેમ અધૂરી રહી ગઇ.
 

Post Comments