Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીલો ચાતરીને ચાલવામાં પાવરધો અભિનેતા અક્ષય કુમાર

છેલ્લા થોડા સમયથી અભિનેતા અક્ષય કુમાર તેની ફિલ્મોની સાથે સાથે તેના સામાજિક કાર્યો માટે પણ સતત ચર્ચામાં રહ્યો છે.

તેણે દેશના શહિદ સૈનિકો માટે ફાળો એકઠો કરવા જે એપ લોંચ કરી તેના માટે તેની ખાસ્સી પ્રશંસા થઇ રહી છે. મહત્વની વાત એ છે કે તેની આગામી ફિલ્મો 'ટોયલેટ એક પ્રેમ કથા' અને 'પેડમેન' પણ સામાજિક વિષયો પર આધારિત છે.

આ પ્રકારની ફિલ્મો એક સમયના કોમેડી હીરોની ફિલ્મો વિશેની બદલાયેલી પસંદગી સૂચવે છે. જોકે છેલ્લા ઘણાં સમયથી તે કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મો તરફ વળ્યો છે. પરંતુ તેની આગામી ફિલ્મોમાં આપણા સમાજના રોજબરોજના જીવન સાથે વણાયેલા છતાં ઉપેક્ષિત વિષયોને વણી લેવામાં આવ્યાં છે.

'ટોયલેટ એક પ્રેમ કથા'માં ખુલ્લામાં શૌચક્રિયા કરવાના વિષયને આવરી લેવામાં આવ્યો છે. જ્યારે 'પેડમેન'માં સેનિટરી નેપકીનની વાત રજૂ કરવામાં આવી છે. અભિનેતા  આવા વિષયોની પસંદગી વિશે કહે છે કે  હું એક કલાકાર  છું. અને મનોરંજ પીરસવું એ મારું કામ છે.

પરંતુ જો મનોરંજનની સાથે સાથે ે હું કોઇ સામાજિક સંદેશ પણ આપી શક્તો હોઉં તો તેનાથી રૃડું શું? મારા મતે તેનાથી વધુ દયાજનક બીજું શું હોઇ શકે કે આજે  પણ આપણા દેશમાં ૫૪ ટકા લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે છે. આ બાબત માત્ર તેમના માટે જ જોખમી નથી, બલ્કે તેમની આસપાસના લોકો માટે પણ ખતરાની ઘંટી સમાન છે.

વળી જો આપણા દેશના પ્રત્યેક ઘરમાં શૌચાલયો હોય તો બળાત્કારની ઘટનાઓમાં ૩૦ ટકા જેટલો ઘટાડો આવી જાય. જો આપણને આપણા દેશની સ્ત્રીઓને સલામત રાખવી હોય તેમ જ ભારતને પ્રગતિવાદી ગણાવવું હોય તો દરેક ઘરમાં શૌચાલયો હોવા જ જોઇએ. તેવી જ રીતે 'પેડમેન' એક એવા કારોબારીની વાત માંડે છે જે સોંઘા સેનિટરી પેડ્સ બનાવવાનું મશીન બનાવવા પ્રયાસરત રહે છે.

વાસ્તવમાં અરૃણાચલમ ્ મુરુગનાથમ નામ્ના બિઝનેસમેનના   આપ્રયાસોને ભારત સરકારે પણ બિરદાવ્યાં છે. આપણા દેશની ગરીબ પ્રજાને  આજે પણ મોંઘા સેનિટરી પેડ્સ ખરીદવાનું નથી પોસાતું. આમ મારી આ બંનેફિલ્મોમાં મનોરંજન સાથે સામાજના મહત્વના વિષયોને આવરી લેવામાં આવ્યાં છે.

મહત્વની વાત એ છે કે અક્ષય કુમાર પોતાના પ્રયાસો દ્વારા સામાજિક બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કેટલાક વાંકદેખા લોકોને એમ લાગે છે કે તેને રાજકરણમાં જવું હશે તેના માટે અક્ષય આટલી બધી માથાકૂટ કરી રહ્યો છે.

જોકે અભિનેતા આ વાતને નકારતાં કહે છે કે મને રાજકરણમાં જવામાં કોઇ રસ નથી. તેવી જ રીતે હું કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો પણ નથી. હા, આપણી વર્તમાન સરકાર ખુલ્લામાં શૌચક્રિયા જેવા મુદ્દે ગંભીર છે. અને સમાજમાંથી આ બદી દૂર કરવા પ્રયત્નશીલ છે એ વાતને હુંચોક્કસપણે બિરદાવું છું. બાકી મને રાજકરણમાં જવામાં કોઇ રસ નથી.

અક્ષયની ફિલ્મ 'ટોયલેટ એક પ્રેમ કથા'  અને શાહરૃખ ખાનની  ફિલ્મ 'રાઉલા' એક જ દિવસે રજૂ થવાની  છે. આવી સ્થિતિમાં બંનેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર ફટકો પડે કે પછી બેઉનો બિઝનેસ વહેંચાઇ જાય તે સ્વાભાવિક છે.

તેથી આપણને સહેજે એમ થાય કે અભિનેતાએ પોતાની ફિલ્મનીરજૂઆતની તારીખમાં ફેરફાર કેમ નહીં કર્યો હોય. આના જવાબમાં અક્ષય કહે છે કે મારી આ ફિલ્મ ૧૧મી ઓગસ્ટે રજૂ થાય છે. આ તારીખ  મારા માટે બહુ મહત્વની છે. કારણ કે તરત જ સ્વાતંત્ર્ય દિવસ અને અન્ય એક રજા આવે છે.

હવે તમે જ કહો કે આટલો મોટો વીકએન્ડ કોઇ શા માટે જતો કરે? વળી જ્યારે માત્ર ૫૨ અઠવાડિયામાં ૨૦૦ ફિલ્મો રજૂ કરવાની હોય ત્યારે આમ થવું સ્વાભાવિક છે. આ એક વ્યાવસાયિક સમસ્યા છે. અક્ષય કુમારે જે રીતે પોતાની ફિલ્મોની પસંદગીમાં બદલાવ કર્યો છે તે રીતે જ તેની હીરોઇનોની પસંદગીમાં પણ સમગ્રપણે આવેલું પરિવર્તન આશ્ચર્ય સર્જે છે.

સામાન્ય રીતે ટોચના કલાકારો માત્ર ટોચની અભિનેત્રીઓ સાથે જ કામ કરવાનો આગ્રહ સેવે છે. પરંતુ એક સમયમાં કેટરીના કૈફ,સોનાક્ષી સિંહા જેવી પ્રથમ હરોળની હીરોઇનો સાથે કામ કરનાર આ કલાકાર ધીમે ધીમે ટોચની અદાકારાઓથી વિમુખ થઇ રહ્યો છે.છેલ્લા ઘણાં સમયથી તે ઓછી જાણીતી અદાકારાઓ સાથે જ જોવામળી રહ્યો છે.

આની શરૃઆત તેણે જેકલીન ફર્નાન્ડીસથી કરી હતી. મઝાની વાત એ છે તેણે જેકલીન સાથે 'હાઉસફુલ' અને 'કિક' કરી પછી આ અદાકારાનું  નામ પ્રથમ હરોળની અભિનેત્રીઓમાં સામેલ થઇ ગયું. અક્ષયે ગ્લેમરસ અભિનેત્રીઓના સ્થાને ધારદાર અભિનય કરતી અદાકારાઓ પર પસંદગી ઉતારી છે.

તેણે 'શૌકીન'માં લિસા હેડન, 'બેબી'માં માધુરીમા તુલી જેવી ઓછી જાણીતી અભિનેત્રીઓ સાથે જોડી જમાવી હતી. વાસ્તવમાં અક્ષય  કુમારને દર્શકોની નાડ પારખતાં આવડી ગયું છે. તેણે જ્યારે જોયુંકે  દર્શકોએ નિમ્રત કૌરને 'લંચબોક્સ'માં બહુ પસંદ કરી છે કે તરત જ તેણે તેને 'એરલિફ્ટ' માટે સાઇન કરી લીધી. જ્યારે 'જોલી એલએલબી-૨'માં હુમા કુરેશીને લીધી.

અભિનેતા તેની આગામી બંને ફિલ્મોમાં પણ ટોપ ટેન હીરોઇનોમાંથી કોઇ સાથે નહીં,પણ રાધિકા આપ્ટે અને ભૂમિ પેડણેકર સાથે જોવા મળશે. સામાન્ય રીતે કોઇ હીરોઇન કોઇ અભિનેતા માટે ભાગ્યશાળી પુરવાર થાય તો તેને લકી ચાર્મ કહેવામાં આવે છે.

પરંતુ અહીં આ વાત અક્ષયને લાગૂ પડે છે. જેકલીનનું નામ ટોચની અદાકારાઓની યાદીમાં સમાયું. 'બેબી' ફિલ્મમાં  અક્ષય કુમાર સાથેના નાનકડા રોલે તાપસી પન્નુને 'નામ શબાના'માં મુખ્ય ભૂમિકા અપાવી.

આ ટોચનો કલાકાર તેના પરિવારપ્રેમ માટે પંકાયેલો છે. તે પોતાની પત્ની ટ્વિંકલ ખન્નાની પ્રશંસા કરવાની એકેય તક નથી ચૂકતો. તે કહે છે કે ટ્વિંકલની પોતાની આગવી ઓળખ છે. અને અમારા વિવાહ પછી પણ તે જળવાઇ રહી છે. મેં ક્યારેય તેની ઓળખને ધૂંધળી કરવાનો પ્રયાસ નથી કર્યો.

તેણે અભિનય કરવાનું છોડી દીધું તોય સતત કાંઇને કાંઇ કરતી રહી છે. આજની તારીખમાં તે એક અચ્છી લેખિકા તરીકે ઊભરી આવી છે. તે પોતાના મંતવ્યો પણ નિર્ભિક થઇને આપે છે. તે એક સારી વિશ્લેષક છે. અને તેના અભિપ્રાયો તેના વિશ્લેષણ પર આધારિત હોય છે.

તે લાંબા વર્ષોથી પોતાની એક કંપની ચલાવી રહી છે. આ સિવાય ફેમિલીની કંપનીનો કારોબાર સંભાળે છે તે જુદું. આમ છતાં  પણજ્યારે તેને ફિલ્મો બનાવવાની ઇચ્છા થઇ ત્યારે તેણે અમારા નિર્માણગૃહમાં ફિલ્મો બનાવવાનું પસંદ કરવાને બદલે પોતાનું નિર્માણગૃહ શરૃ કર્યું. હવે હું ઇચ્છું છું કે તે મને પોતાના બેનરમાં ફિલ્મ કરવા આપે. અનેતેનું મહેનતાણુંપણ આપેં.
 

Post Comments