Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CELEB TALK

- સલમાનના સથવારે બોલીવૂડમાં પર્દાપણ કરનારા કલાકારો

સલમાન ખાન બોલીવૂડનો સુપરસ્ટાર ગણાય છે. તેણે ઘણા નવોદિતોને બોલીવૂડમાં લોન્ચ કર્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો સલમાનને ગોડફાધર બનવાનો શોખ છે. તે નવોદિતોને આગળ વધારવામાં મદદ કરવા માટે જાણીતો છે.

કેટરિના કૈફ

૨૦૦૩ની સાલમાં કેટરિના કૈફને સલમાને બૂમ ફિલ્મ દ્વારા લોન્ચ કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ નીવડી હતી અને દર્શકોએ કેટરિનાને ભુલાવી દીધી. એ પછી સલમાને કેટ સાથે ૨૦૦૫માં 'મૈંને પ્યાર ક્યું કિયા કરી અને આ ફિલ્મ દ્વારા કેટરિના દર્શકો તેમજ બોલીવૂડના માંધાતાઓનું ધ્યાન ખેંચી શકી. એ પછી સલમાન ખાન મોટા ભાગના નિર્માતાઓને કેટરિનાની ભલામણ કરતો હતો. કેટરિનાની કારકિર્દી ઘડવામાં સલમાને શરૃઆતથી જ રસ લીધો છે જે હજી સુધી યથાવત છે.

કેટરિના અને સલમાન ખાનની મૈત્રી માટે પણ બોલીવૂડમાં પુષ્કળ વિવિધ વાતો થઇ છે. તેમના સંબંધો ચર્ચાને પાત્ર બન્યા, છતાં કેટરિના અચનાક જ રણબીર કપૂર તરફ ઢળી ગઇ અને  તેની સાથે છ વરસ સુધી લિવઇન રિલેશનસિપમાં રહી. પરંતુઅચાનક જ બન્નેનું બ્રેકઅપ થઇ ગયું. આ દરમિયાન કેટરિનાએ પોતાની કારકિર્દી પ્રત્યે બિલકુલ ધ્યાન આપ્યું નહોતું. રણબીર સાથે મોજમજા કરવામાં સમય પસાર કરી રહી હતી. રણબીર સાથેના સંબંધો ૂ તૂટયા બાદ કેટરિના  ડિપ્રેશનમાં સરી ગઇ અને ફરીતી સલમાનનો હાથ ઝાલ્યો. તેની ડૂબતી કારકિર્દીને બચાવવા સલમાને ફરી નિર્માતાઓને કેટના નામની ભલામણ કરવા માંડયો અન ેપોતે પણ તેની સાથે સાઇન કરવા લાગ્યો.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા શરીરે થોડી જાડી હતી. સલમાનને તેનામાં અભિનેત્રીનું ક્યું રૃપ દેખાયું તે તો ખબર નથી. સોનાક્ષીને પોતાને જ મુશ્કેલથી પ્રતિતી થઇ હતી કે તે હિરોઇન બની શકે છે. સોનાક્ષીને સલમાને દબંગ' ફિલ્મમાં મુખ્ય પાત્રની તક આપી. સોનાક્ષી આ ફિલ્મ બાદ બોલીવૂડમાં છવાઇ ગઇ અને લોકોએ સલમાનની પરખની પસંદ કરી.

ઝરીન ખાન

ઝરીન ખાનને સલમાને યુવરાજના સેટ પર જોઇ હતી. સલમાને તેને ૨૦૧૦માં 'વીર ફિલ્મમાં રાજકુમારીના પાત્ર માટે તક આપી. વીર બોક્સઓફિસ પર નિષ્ફળ ગઇ અને ઝરીન પણ નિષ્ફળ અભિનેત્રીની યાદીમાં સામેલ થઇ હઇ. સલમાને ફીર વખત ઝરીની કારકિર્દી સંવારવામાં મદદ કરી.'રેડી' ફિલ્મમાં એક ગીત અપાવ્યું પરંતુ તેમાં પણ તેને સફળતા મળી નહીં.

અર્જુન કપૂર

આંક પર મોટા ચશ્મા લગાડીને અને સવા સો કિલો જેટલુ વજન ધરાવતા અર્જુન કપૂરને સલમાને જ્યારે પુછ્યું કે તે હીરો કેમ નથી બનતો ? ત્યારે સ્વયં અર્જુન કપૂર આશ્ચર્યચકિત થઇ ગયો હતો. સલમાનની આ વાતથી અર્જુનને અભિનેતા બનવાની ઇચ્છા થઇ. સલમાને ર્્જુને પહેલા તો જિમનેશિયમમાં જઇ વજન ઘટાડવાની અને આહાર પર નિયંત્રણની સલાહ આપી. વજન ઘટાડયા પછી સ્વયં અર્જુન પણ પોતાનું લુક જોઇને આશ્ચર્યમાં પડી ગયો હતો.અર્જુનને 'ઇશકજાદે'ની ઓફર મળી ત્યારે તેણે આ ફિલ્મ સ્વીકારવા બાબત પહેલા સલમાનની સલાહ લીધી હતી. અર્જુનને ભલે સલમાને લોન્ચ ન કર્યો પરંતુ કારકિર્દીની શરૃઆતમાં સલમાન જ તેને સલાહ ાપતો હતો.

સ્નેહા ઉલ્લાલ

ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપ બાદ સલમાનની નજર સ્નેહા ઉલ્લાલ પર પડી. સ્નેહાનો દેખાવ થોડો ઘણો ઐશ્વર્યાને મળતોઆવતોહતો. સલમાને સ્નેહાને ૨૦૦૫માં 'લકી : નો ટાઇમ ફોર લવ'માં પોતાની હિરોઇન બનાવી. સ્નેહા આ ફિલ્મ મેળવીને રાતોરાત લોકપ્રિય થઇ ગઇ. જોકે આ ફિલ્મબોક્સઓફિસ પર નિષ્ફળ નીવડી  અને સ્નેહા નિરાશ થઇ ગઇ.

આથિયા શેટ્ટી

સુનીલ શેટ્ટીની પુત્રીઆથિયા શેટ્ટીને સલમાને 'હીરો ફિલ્મની અભિનેત્રી બનાવી દીધી. અને તેણે આ રીતે આથિયાને બોલીવૂડમાં લોન્ચ કરી.

સૂરજ પાંચોલી

આદિત્ય પાંચોલી અને સલમાનના સંબંધો સારા હોવાથી આદિત્યના પુત્ર સૂરજને સલમાને 'હીરો' ફિલ્મ દ્વારા લોન્ચ કર્યો. આ પહેલાં સૂરજે હીરો બનવાનું સ્વપ્નેય નહોતું વિચાર્યું.

ડેઝી શાહ

ડેઝી શાહને સલમાને એક ફિલ્મમાં લેવાની ઓફર કરી પરંતુ ડેઝીએ ના પાડી દીધી. આ પછી તેને 'જય હો' ફિલ્મમાં સલમાને તેને પોતાની અભિનેત્રી બનાવી.ફિલ્મ ફ્લોપ રહી અન ેસાથેસાથે  દર્શકોએ ડેઝીને પસંદ પણ ન કરી. જોકે સલમાન અને ડેઝીના સંબંધો હજી સારા છે અન ેબન્ને અવારનવાર પાર્ટીમાં સાથે જોવા મળે છે.
 

Keywords celeb,talk,19,mnay2017,

Post Comments