Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અર્જુન-મેહરે આણ્યો બે દશકના વિવાહિત જીવનનો અંત

વર્ષ ૨૦૧૧માં સૌપ્રથમ વખત અર્જુન રામપાલ અને તેની પત્ની મેહર જેસિયાના સંબંધોમા ં તિરાડ પડી હોવાની વાત બહાર આવી હતી. પરંતુ તાજેતરમાં તેમણે જાતે  જ તેમના અલગ થવાની જાહેરાત કરીને સમગ્ર બોલીવૂડને આંચકો આપ્યો હતો. બે દશક પૂર્વે પરણેલા અર્જુન અને મેહરે પોતાના છૂટાં પડવાની જાહેરાત કરવાથી પહેલા ઘણું વિચારી લીધું હતું.

વાસ્તવમાં ૪૫ વર્ષીય અર્જુન ચાર મહિના પહેલા જ તેમના વાંદરા ખાતે આવેલો ડયુપ્લેક્સ ફ્લેટ છોડીને તેના એક બિઝનેસમેન મિત્રના ઘરમાં ભાડે રહેવા ચાલ્યો ગયો હતો. અને જ્યાં સુધી તેમના છૂટાછેડા નહીં થઇ જાય ત્યાં સુધી મેહર તેમની બંને સગીર પુત્રીઓ સાથે ત્યાં જ રહેશે એવી ગોઠવણ કરવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે બંનેના છૂટાછેડા આવતાં વર્ષ સુધી થઇ જશે.

એમ કહેવાય છે કે તેમણે તેમના અલગ થવાની જાહેરાત કરી તેના થોડાં દિવસ પહેલા અર્જુને તેેની 'પલટન' અને 'નાસ્તિક'ની ટીમને તેના વિશે જણાવતા કહ્યું હતું કે તેઓ થોડાં દિવસમાં જ તેમના છૂટાં પડવાની જાહેરાત કરશે.

જોકે તેમના નિકટના સૂત્રો કહે છે કે યુગલે છ મહિના પહેલા જ અલગ થવાનું નક્કી કરી લીધું હતું. પણ તેમની પુત્રીઓને આ વાતની જાણ નહોતી. અને તેઓ નહોતા ઇચ્છતા કે તેમની દીકરીઓને આ વાતની જાણ મિડિયાના માધ્યમથી થાય. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે તેમની વચ્ચે થોડાં મહિના પહેલા એટલો મોટા ે ઝગડો થયો હતો કે તેમની બૂમાબૂમ અને ચીસાચીસને કારણે પડોશીઓએ તમની વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. જોકે  ંમેહરે તેમની માફી મ ાગી લીધી હતી. અને અર્જુન એક ફાઇવસ્ટાર હોટેલમાં રહેવા ચાલ્યો ગયો હતો.

એક સમયમાં અર્જુન અને મેહર શાહરુખ ખાનના મિત્રવર્તુળના અવિભાજ્ય અંગ હતાં. પરંતુ 'રા.વન'ના સર્જન દરમિયાન તેમની વચ્ચે ચણભણ થઇ હતી. અને શાહરુખ ખાને તેમની  સાથે કામ ન કરવાના ે નિર્ધાર કર્યો હતો. આ ફિલ્મની રજૂઆત દરમિયાન પણ શાહરુખ અને મેહર વચ્ચે ચકમક ઝરી હતી. ત્યાર પછી શાહરુખે મેહરના ફોન લેવાનું પણ બંધ કરી દીધું હતું. એટલે સુધી કે શાહરુખની પત્ની ગૌેરી અને મેહર સારી સખીઓ હોવા છતાં ગૌરીએ મેહર સાથે દૂરી બનાવી  લીધી હતી.

'રા.વન'નું પોસ્ટ પ્રોડક્શન વર્ક શરૃ થયું ત્યાં તો અર્જુને કરણ જોહરની  ફિલ્મ 'વી આર ફેમિલી' સાઇન કરી લીધી. પણ તેણે અંત ઘડીએ પોતાની ફીમાં  વૃધ્ધિ  કરતાં કરણે પણ તેની સાથે ક્યારેય કામ ન કરવાનો નિશ્ચય કરી લીધો.

અર્જુને એક વખત કહ્યું હતું કે હું મેહરને ક્યારેય મારી ફિલ્મ વિશે વાત ન કરતો. આનું કારણ એ છે કે તે પતાનો મત શબ્દો ચોર્યા વિના આપે છે. ઘણી વખત તેની આ ખૂબી કામ કરી જાય. જ્યારે કેટલીક વખત આટલી ઇમાનદારીથી પોતાનો મત આપવાનું  સામી વ્યક્તિને ભારે પડે.

વર્ષ ૨૦૧૭માં તેેમના હોમપ્રોડક્શનની ફિલ્મ 'આઇ સી યુ ' સદંતરપણે નિષ્ફળ ગઇત્યારે બંનેએ ટીવી પર તેમ જ ડોક્યુમેન્ટરી બનાવવા પર હાથ અજમાવ્યો. પણ તેમની કારી ન ફાવી. તેમનો પ્રોજેક્ટ અધવચ્ચે જ બંધ કરી દેવો પડયો. છેવટે તેમણે તેમનું નિર્માણગૃહ બંધ કરી દીધું. અને અર્જુને પોતાના નિર્માણ હેઠળ અશીમ આહલુવાલિયાની ફિલ્મ 'ડેડી' બનાવી.

પરંતુ તેમાં પણ તેને નિષ્ફળતા હાથ લાગી. આ સઘળા ઘટનાક્રમ દરમિયાન બંને વચ્ચે ખાસ્સો તણાવ ઊભો થયો હતો. વર્ષ ૨૦૦૦માં  આ યુગલ અને હૃત્વિક-સુઝેન ખાન વચ્ચે સારી મિત્રતા હતી. પણ વર્ષ ૨૦૦૮માં અર્જુને પુરુષોના એક સામયિકમાં સુઝેનની તારીફ કરતો બફાટ કર્યો. અર્જુનના મિત્રો કહે છે કે તે વખતે અર્જુન સુઝેન પાછળ ઘેલો થઇ ગયો હતો.

મહત્વની વાત એ છે કે અર્જુનના તેની ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથેના સંબંધો એક પછી એક ખરાબ થઇ રહ્યાં હતાં ત્યારે તેની અને સુઝેનની દોસ્તી ગાઢ બનતી જતી હતી. પરિણામે મેહર અને અર્જુન વચ્ચે ખૂબ ઝગડાં થવા લાગ્યાં હતાં. એક વખત સુઝેનના પિતરાઇ ફરદીન ખાનની પાર્ટીમાં સુઝેન અને મેહર વચ્ચે ઝગડો થયો હતો. ત્યાર પછી બંનેએ એકમેક સાથે વાતચીત કરીવનું બંધ કરી દીધું હતું.

વર્ષ ૨૦૧૩માં સુઝેન અને હૃત્વિક છૂટાં પડયા ંત્યારે ફરીથી અર્જુન અને સુઝેનના સંબંધો ચર્ચાનો વિષય બન્યાં હતાં. પરંતુ   વર્ષ ૨૦૧૪મા ં સુઝેને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અર્જુન અને મેહર  વર્ષોથી તેના સારા મિત્રો છે. તેની અને અર્જુન વચ્ચે મિત્રતા સિવાય કાંઇ નથી.

ત્રણેક વર્ષ પહેલા મેહરે પોતાના વિવાહિત જીવનને બચાવવા ભરસક પ્રયાસો કર્યાં હતાં. પરંતુ તેનુ ધાર્યું પરિણામ ન આવતાં તે  દાદરની પારસી કોલોની ખઆતે આવેલા પોતાની માતાના નિવાસસ્થાને રહેવા ચાલી ગઇ હતી. જોકે પછીથી પતિ-પત્ની વચ્ચે સુલેહ થઇ જતાં તે પોતાના ઘરે પરત ફરી હતી. આ સમય દરમિયાન અર્જુન-મેહર બધી પાર્ટીઓમાં જાણે કાંઇ બન્યું જ ન હોય એ રીતે જવા લાગ્યાં હતાં. તેથી લોકોને એમ લાગ્યું હતું કે ઘીના ઠામમાં ઘી પડી રહ્યુંછે. તે વખતે પુરુષોના ૃ એક સામયિકમાં અર્જુનની તારીફના પૂલ બાંધતો એક ઇન્ટરવ્યુ પણ છપાયો હતો.  

આ યુગલના મિત્રોએ જણાવ્યું હતું કે તેમણે પોતાના વિવાહિત જીવનને બચાવવાા ઘણાં પ્રયાસો કર્યાં હતાં. પરંતુ તે ં નિષ્ફળ ગયાં હતાં. તેમણે વધુમાં જણાવ્યુંહતું કે મેહર નિયમિત રીતે માઉન્ટ મેરી ચર્ચમાં જતી હતી. વર્ષ ૨૦૧૭મા ંતે એક વખત ચર્ચમાં ગઇ હતી ત્યારે ત્યાં  સદંતરપણે ભાંગી પડી હતી. અને તેમના એક ફેમિલી ફ્રેન્ડ તેને ઘરે લઇ આવ્યાં હતાં. વાસ્તવમાં મેહરને ખબર પડી ગઇ હતી કે સુઝેન અને અર્જુન હજી પણ ચોરીછૂપી મળે છે. આ વાતે તેેને ભાંગી નાખી હતી. તેને સમજાઇ ગયું હતું કે અર્જુન હજી પણ બદલાયો નથી.

સૂત્રોએ જણણ્વ્યું હતું કે બંને વચ્ચે અગાઉ ઘણી વખત નાનીમોટી ચણભણ થતી હતી. પણ પછી બંને બધું ભૂલી જઇને ભેગાં થઇ જતાં હતાં. પરંતુ વર્ષ ૨૦૧૬માં તેમની વચ્ચે થયેલા  ઉગ્ર ઝગડા દરમિયાન બંનેએ એકમેક પર ઘરની વસ્તુઆ ે સુધ્ધાં ફેંકી હતી. અને તેમના પડોશીએ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી ત્યારે મેહરે માફી માગી હતી. અને અર્જુન ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવા ચાલ્યો ગયો હતો એ તેમના સંબંધા પર સૌથી મોટો ઘા હતો.

અનેહવે બંનેનુ  અલગ થવાનું  અધિકૃત નિવેદન આવ્યાં પછી તેમના સંબંધોનો ખરેખર અંત આવી ગયો છે એ પુરવાર થઇ ગયું છે.

Post Comments