Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'ગુજ્જુ પરિવારની પેટ પકડીને હસાવતી બાલિશ હરકતો

વર્ષ  ૨૦૦૨માં  ટચૂકડા  પડદાનો  ખરા અર્થમાં  પરિવર્તન કાળ આવ્યો હતો.  તે વખતે ટી.વી.  પર ગુજરાતી  સર્જકો  જે.ડી.  મજેઠિયા  અને આતિશ કાપડિયા ગુજરાતી પરિવારને  રજૂ   કરતી  સિટકોમ 'ખીચડી' લઈને  આવ્યા હતા.  અગાઉ ક્યારેય  કોઈએ આ પ્રકારની કોમેડીની  કલ્પના  પણ નહોતી  કરી.  મહત્ત્વની  વાત એ છે કે તે વખતે ટી.વી. પર એકતા કપૂરનું   રાજ ચાલતુ હતું. 'પાર્વતી', 'તુલસી'  અને 'પ્રેરણા' પ્રાઈમ  ટાઈમમાં    છવાયેલી  હતી. 

આમ છતાં 'ખીચડી'એ  પોતાની અવનવી  રમૂજી  શૈલી દ્વારા પોતાનું સ્થાન  નિશ્ચિત કર્યું હતું.  પેટ પકડીને હસાવતી  આ  ધારાવાહિકમાં  ખાસ  શૈલીમાં બોલાતા  'હેલ્લો હાઉ આર?' ખાના ખાકે જાના,  'બાળકો   દ્વારા  બોલાતા  'બડે લોગ, બડે લોગ'  અને કોઈપણ અંગ્રેજી શબ્દનો કોઈક ઘટના સાથે  જોડીને   કરાતો અર્થ  દર્શકોને  ખૂબ હસાવતા.  મઝાની વાત એ  છે કે આઠ વર્ષના  અંતરાલ પછી આ ગુજરાતી 'પારેખ'  પરિવાર ફરીથી   'ખીચડી' રાંધી  રહ્યું છે.

જે.ડી. મજેઠિયા     કહે  છે કે  જ્યારે અમે અમારો શો લઈને આવ્યાં ત્યારે એકતા કપૂરે  ટચૂકડા પડદે  ક્રાંતિ લાવવાનું  શરૃ કર્યું હતું. પરંતુ આજે તેની સિરિયલોને  કેટલા લોકો સંભારે  છે?  અલબત્ત, એકતાએ ધારાવાહિકોને લોકપ્રિય  બનાવવામાં, તેની પ્રોડક્શન  વેલ્યુ વધારવામાં  મહત્ત્વનો ફાળો આપ્યો  છે.

વળી ટી.વી.  પર હમેશાં   ટીઆરપી  મહત્ત્વનું  બની રહે છે.  આમ છતાં સારા કન્ટેન્ટ  દ્વારા દર્શકો પ્રત્યેની જવાબદારી નિભાવવી એ પણ આપણી  ફરજ  છે. અત્રે ઉલ્લેખનીય  છે કે 'ખીચડી' માં જે.ડી. મજેઠિયા  'હંસા'ના ભાઈ 'હિમાંશુ' ની ભૂમિકા  ભજવે  છે.

આ શોના અન્ય સર્જક આતિશ કાપડિયા કહે  છે કે અમે આ ધારાવાહિક  ગુજરાતી  પરિવારમાં  બનાવી તેથી ગુજારતીઓ પણ બહુ ખુશ  છે. તેમને એમ લાગે  છે કે ગુજરાતીઓ  ટચૂકડા પડદે આવીને દર્શકોને  હસાવે  છે. તેઓ વધુમાં   કહે  છે કે  મેં  ખરેખર 'પારેખ'  પરિવારના પાત્રો જેવા  લોકો જોયા  છે.

હું એમ પણ  માનતો  હતો કે બીજી કોમના લોકો પર હસવું  બહુ  સહેલું છે. તો પછી પોતાની કોમ પર જ કેમ ન હસી જોવું?  કહેવાની  જરૃર  નથી  કે આતિશ  કાપડિયાએ જ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' અને 'બા, બહુ ઔર  બેબી' જેવી સિરિયલો લખી છે.

આ સિરિયલના  સર્જકો કહે છે કે આટલા લાંબા અંતરાલ પછી અગાઉના  કલાકારોને  ફરીથી ભેગાં  કરવા   એ અમારા માટે સૌથી મોટો પડકાર હતો. વળી સિક્વલ  બનાવવા માટે પાયાનો પત્થર પણ અનિવાર્ય હતો.   તેઓ   વધુમાં  કહે  છે કે તમે જ્યારે  કોઈ સિક્વલ  બનાવો  ત્યારે તે તેની મૂળ કૃતિ  કરતાં ચડિયાતી અને તેની સાથે મેળ ખાતી હોવી જોઈએ. 

આનું  કારણ એ  છે કે સિક્વલ  જોતી વખતે  દર્શકોના દિલોદિમાગમાં મૂળ શોની છાપ છપાયેલી  હોય  છે.  વળી  જો સિક્વલ  મૂળભૂત શો  કરતાં  જરાય ઉતરતી  હોય તો દર્શકો  તરત જ તેની તુલના  મૂળ શો સાથે કરે જ. જો કે આ ધારાવાહિકમાં સુપ્રિયા પાઠક,  અનંગ  દેસાઈ, રાજીવ મહેતા અને વંદના પાઠક પોતાની અગાઉની  ભૂમિકાઓ ફરીથી  ભજવે  છે.

મઝાની વાત એ  છે કે સિક્વલમાં  'પારેખ'    પરિવાર બિલ્ડરના ફ્રોડનો ભોગ બને છે. અને ભીતો તેમ જ છત વિનાના, માત્ર બારી- બારણા  ધરાવતાં ઘરમાં રહે છે. ખરેખર તો આવી કલ્પના કરવી જ બહુ મુશ્કેલ છે.  શું કોઈ આવા ઘરમાં રહી શકે ખરું?

કોઈપણ શો પંદર વર્ષ સુધી દર્શકોના  દિલોદિમાગમાં રહી શકે, લાંબા ગાળા પછી પણ લોકો તેને એટલી જ ઉત્સુકતાપૂર્વક  જુેએ  એ સિદ્ધિ  નાનીસૂની  ન ગણાય.  એનું  કારણ તેના પાત્રોની નિર્દોષતા હોઈ  શકે. વળી  તેમાં કોઈ કાવાદાવા, કોઈને પછાડવાની વૃત્તિ જેવી નકારાત્મક  બાબતોની  ગેરહાજરી પણ દર્શકોને ગમે  છે. મોટાભાગની  સિરિયલોમાં દુષ્ટતા, ભ્રષ્ટાચાર ઈત્યાદી જોઈને ધરાઈ ગયેલા  દર્શકોને  પચવામાં  હળવી આ ખીચડી બહુ ભાવી-ફાવી ગઈ  છે. 

સિરિયલિ  સર્જકો કહે છે કે તમે અમસ્તા  પણ 'હંસા' કે 'પ્રફુલ' ને  યાદ કરો  તો  તમારા ચહેરા પર સ્મિત  અચૂક આવવાનું જ.  જો આપણે  સામાજિક માન્યતાઓ  તોડીને  રહેવું   હોય તો 'ખીચડી' ના પાત્રોના  માધ્યમથી  જ રહી શકીએ.  જો આપણે  ઈચ્છીએ તોય ભીંતો  વિનાના ઘરમાં  ન રહી શકીએ.  પણ આપણી  આ ઈચ્છા  આ સિરિયલના પાત્રો દ્વારા પૂરી  થાય.

જો કે  ઘણાં   લોકો એમ માને  છે કે 'ખીચડી'  જોતી વખતે  મગજ બાજુ  પર  મૂકી  દેવું જોઈએ.  પરંતુ આ વાત બિલકુલ સાચી નથી.  આ સિરિયલના પાત્રોેને દિમાગ  નથી.  આમ  છતાં ભલભલા  દિમાગવાળાઓને  વિચારતા કરી દે એવી રીતે તેઓ  રહે  છે. પારેખ પરિવારમાં કોઈ લડાઈ- ઝગડાં, હુંસાતુંસી, ઈર્ષ્યા - અદેખાઈ  નથી.  આનાથી મોટી  નિર્દોષતા  બીજી શી હોઈ શકે?  'હંસા'નો  ભાઈ 'હિમાંશુ'  પારેખ પરિવાર સાથે  રહે છે તોય કોઈ વાંધો નથી લેતું.  વળી તેઓ  પોતાનો બાળકો જેવો સંપ દર્શાવવા  એક જ રંગના  વસ્ત્રો પહેરે છે. શું  સામાન્ય  ઘરોમાં આજે  આવું જોવા મળે છે?  ખરેખર તો આ વાત વિચારવા માટે પણ મગજ જોઈએ.

Post Comments