Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાલુ નાણાકીય વર્ષ માટે વર્લ્ડ બેંકનું 7.3 ટકાના વિકાસ દરનું અનુમાન

- વિશ્વબેંકના રિપોર્ટ અનુસાર દેશની અર્થવ્યવસ્થા નોટબંધી અને જીએસટીની અસરોમાંથી બહાર આવી ગઇ છે

- વિકાસ દરને જાળવી રાખવા દેશમાં વર્ષે આશરે 81 લાખ નોકરીઓનું સર્જન કરવું પડશે

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2018, મંગળવાર

વર્લ્ડ બેંકે ભારતની વર્તમાન અર્થવ્યવસ્થા ઉપર વિશ્વાસ જાહેર કરતા વિકાસ દર 7 ટકાથી ઉપર રહેવાનું અનુમાન કર્યું છે. વર્લ્ડ બેંકનું માનવું છે કે બે વર્ષ પહેલા દેશમાં થયેલી નોટબંધી અને જીએસટીની નકારાત્મક અસરોમાંથી દેશ સંપૂર્ણપણે બહાર આવી ગયો છે. જોકે વર્લ્ડ બેંકે કહ્યું છે કે આ વિકાસ દરને જાળવી રાખવા માટે દર વર્ષે લાખો નોકરીઓનું સર્જન કરવું પડશે.

વિશ્વબેંકના રિપોર્ટ અનુસાર ભારત હવે નોટબંધી અને જીએસટીની અસરમાંથી બહાર આવી ચૂક્યું છે અને વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન છે. વિશ્વબેંકે એમ પણ કહ્યું છે કે ભારતે પોતાનો આ વિકાસ દર જાળવી રાખવા માટે દર વર્ષે આશરે 81 લાખ નોકરીઓનું સર્જન કરવું પડશે. આ ઉપરાંત વિશ્વબેંકનું માનવું છે કે આવતા બે વર્ષમાં ભારતનો ગ્રોથ રેટ વધીને 7.5ના સ્તરે પહોંચી જશે.

વિશ્વબેંકના રિપોર્ટમાં એવી સલાહ પણ આપવામાં આવી છે કે ગ્લોબલ ગ્રોથ રેટનો લાભ ઉઠાવવા માટે ભારતે રોકાણ અને નિકાસ વધારવા પડશે. દર મહિને આશરે 13 લાખ લોકો વર્કીંગ એજ એટલે કે કામકાજ કરવાની ઉંમરમાં પહોંચે છે જે વર્ક ફોર્સને ઉપયોગમાં લેવા અને બેરોજગારી ઘટાડવા માટે દર વર્ષે 81 લાખ નોકરીઓનું સર્જન કરવું પડશે.

Post Comments