Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવી આવક શરૃ થવા સાથે ગુવારમાં જોવા મળી રહેલી સતત નરમાઈ

- શેલ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડાને કારણે ગુવાર ગમની માગ પર અસર

કોલકત્તા, બુધવાર તા. 11 ઓક્ટોબર 2017

વર્તમાન માસના પ્રારંભમાં નવી આવક શરૃ થવા સાથે ગુવારના ભાવ સતત ઘટી રહ્યા છે. ગુવાર ગમની નિકાસમાં ઘટાડો થવાની ચિંતા ભાવ ઘટાડો જાળવી રાખશે.

ભારતમાં ઉત્પાદિત થતા ગુવારમાંથી પચાસ ટકા કરતા વધુની પશ્ચિમી દેશોમાં નિકાસ થાય છે. શેલ ગેસ સંશોધનમાં ગુવાર ગમનો વપરાશ થાય છે. આ વર્ષે ભારતમાં ગુવારનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ ૧૦ લાખ ટન આસપાસ રહેવાની ધારણાં છે. આ ઉપરાંત પાછલા વર્ષનો કેરિ ઓવર સ્ટોક પણ જોવા મળી રહ્યો છે.

ઓગસ્ટના અંતે પ્રતિ કિલો રૃપિયા ૪૦-૪૬ની સરખામણીએ ગુવાર સીડના ભાવ હાલમાં ઘટીને રૃપિયા ૩૬ આસપાસ બોલાતા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. આજ રીતે ગુવાર ગમના ભાવ પણ પ્રતિ ક્વિન્ટલ ઘટીને રૃપિયા ૭૮૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે.અમેરિકામાં શેલ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડાને કારણે ગુવાર ગમની આંતરરાષ્ટ્રીય માગ ઘટી રહી છે. શેલ ગેસ સંશોધનમાં ગુવાર ગમ એક આવશ્યક ઘટક છે.

ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૫૦ ડોલર આસપાસ બોલાઈ રહ્યા છે જે શેલના તેલક્ષેત્રો માટે ટકાઉ નથી. આ ઉપરાંત અમેરિકા તથા ઉત્તર કોરિયા વચ્ચે તનાવને કારણે  વૈશ્વિક અર્થતંત્ર મંદ પડવાની શકયતાએ પણ માગ પર અસર કરી છે. આને કારણે ગુવારના ભાવમાં આવનારા દિવસોમાં વધુ ઘટાડો થવાની વકી છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

નવા ગુવારની આવક ઓકટોબરના પ્રારંભથી શરૃ થાય છે અને નવેમ્બર અંત સુધી ચાલે છે. ચોમાસું નબળું રહેવાની અપેક્ષાએ માર્ચ અને એપ્રિલ આસપાસ ગુવારના ભાવમાં મક્કમતા જોવાઈ હતી. પરંતુ ચોમાસુ સારુ રહેતા વાવણી પણ સારી રહી હતી અને ઉત્પાદન સામાન્ય રહ્યું છે.

Post Comments