Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિન્ડ પાવરના ટેરિફમાં મંદી પુરી, યુનિટ દીઠ રૃ.૨.૪૪ ભાવ બોલાયો

- ડિસે.માં રૃ.૨.૪૩ લોએસ્ટ રેટ બોલાયો હતો

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

વિન્ડ પાવરના ટેરિફ રેટમાં મંદીનો સમય હવે પુરો થયો એવા સંકેત મળ્યાં છે. તાજેતરમાં ૨૦૦૦ મેગાવોટ કેપેસિટી માટે યોજાયેલા ઓક્શનમાં વિન્ડ પાવર માટે યુનિટ દીઠ રૃ.૨.૪૪નો ટેરિફ રેટ બોલાયો છે.ગત મંગળવારે સોલાર એનર્જી કોર્પોરેશન (SECI) દ્વારા રિન્યુએબલ એનર્જીનું ઓક્શન કરવામાં આવ્યું હતું.  સુત્રોની માહિતી મુજબ ૨૦૦૦ મેગાવોટ કેપેસિટી માટેના ઓક્શનમાં ટોરન્ટ પાવર, આઇનોક્સ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ, ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી અને રિન્યુ પાવર લોએસ્ટ બિડર્સ તરીકે ઊભરી આવ્યાં હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે, ચાર કંપનીઓએ યુનિટ દીઠ રૃ.૨.૪૪નો રેટે બિડિંગ કર્યું હતું તો અદાણી એનર્જી અને આલ્ફાનાર કંપનીએ યુનિટ દીઠ રૃ.૨.૪૫ના ભાવે બીડ કરી હતી.

આ અગાઉ ગત ડિસેમ્બરમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા યોજાયેલા ઓક્શનમાં વિન્ડ પાવર માટે અત્યાર સુધીનો સૌથી નીચો યુનિટ દીઠ રૃ.૨.૪૩નો ટેરિફ રેટ બોલાયો હતો.

Post Comments