Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોમાસુ મંદ પડતા ખરીફ વાવણી ધીમી પડી આવનારા દિવસોમાં ગતિ પકડવા વકી

- કુલ ૯૪૩.૪૫ લાખ હેકટર વિસ્તાર પર વાવેતર પૂરું થયું

નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

પ્રારંભમાં સારી શરૃઆત કર્યા બાદ વર્તમાન ખરીફ મોસમમાં કઠોળનું વાવેતર વિતેલા સપ્તાહમાં ધીમું પડયું હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. ગયા વર્ષના ૧૧ ઓગસ્ટના અંતે કઠોળનું વાવેતર ૧૨૯.૫૯ લાખ હેકટર વિસ્તાર પર પૂરું થયું હતું જે આ વર્ષે સાધારણ નીચું રહીને ૧૨૭.૪૮ લાખ હેકટર રહ્યું હોવાનું કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે.

છેલ્લા એક પખવાડિયાથી ચોમાસુ મંદ પડતા   વાવણીની કામગીરી ધીમી પડી છે. જો કે ગયા વર્ષના ૧૧ ઓગસ્ટ સુધીમાં ૯૩૬.૯૫ લાખ હેકટર વિસ્તારની સામે આ વર્ષે કુલ ૯૪૩.૪૫ લાખ હેકટર વિસ્તાર પર ખરીફ વાવેતર પૂરું થયું છે. તેલીબિયાંનું વાવેતર જે ગયા વર્ષના આ સમયગાળા સુધીમાં ૧૭૧.૧૫ લાખ હેકટર વિસ્તાર પર પૂરું થયું હતું તે આ વર્ષે ૧૫૪.૨૯ લાખ હેકટર વિસ્તાર રહ્યું છે.

ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં પખવાડિયા પહેલા પડેલા ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પણ વાવણી પર અસર થયાનું જણાવાયું હતું. આગામી સપ્તાહથી ચોમાસુ ફરી સક્રિય બનવાની આગાહીને જોતાં વાવણીની કામગીરી ફરી જોર પકડશે તેવી ધારણાં રખાય છે.

મગફળી તથા સોયાબીનનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ હાલમાં અનુક્રમે ૧૩ ટકા અને ૯ ટકા નીચું રહ્યું છે. મુખ્ય ખરીફ પાક પેડ્ડીના વાવેતરમાં એક જ સપ્તાહમાં ચાલીસ લાખ હેકટરનો વધારો થયો હોવાનું પણ આંકડા  જણાવે છે. તુવેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા તેની અસર વાવેતર પર પણ જોવા મળી છે. તુવેરનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ ૧૯ ટકા ઘટયું છે.

Post Comments