Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વધારે ફેટ, સુગર અને સોલ્ટ વાળા ફૂડ પેકેટ ઉપર લાલ કલરનું લેબલ દર્શાવવું પડશે

- સરકારે ફૂડ પેકેટના લેબલ માટે નવા નિયમો જાહેર કર્યાં

- હાલ આ પ્રકારનું લેબલિંગ યુરોપના દેશોમાં પ્રચલિત છે, આનાથી ગ્રાહકને આ ફૂડ પેકેટ તેના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં તે સુનિશ્ચિત કરી શકશે

નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2018, શનિવાર

હેલ્ધી ફૂડની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઈન્ડિયા હાઈ ફેટ, શુગર અને સોલ્ટ કન્ટેન્ટ ધરાવતા ફૂડની પેકિંગના લેબલ ઉપર લાલ કલરની કોટિંગ કરવાની યોજના બનાવી રહી છે. આ નિયમ પછી કંપનીઓને તેના પ્રોડક્ટ્સમા ઉપયોગ થયેલા ઈન્ગ્રિડિયન્ટની પુરે પુરી માહિતી આપશે અને લોકો આ પ્રોડક્ટ્સની ખરીદી કરવા પહેલા જાણ કરવામાં આવશે કે તેનાથી કેટલુ નુકસાન થઈ શકે છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડના નિયમ મુજબ, ફૂડ કંપનીએ તેના લેબલ અથવા પેકિંગમાં સાફ રીતે જોવા મળે એવી રીતે ન્યુટ્રિશનલ ઈન્ફોર્મેશન આપવી પડશે જેમાં કુલ ફેટ, એનર્જી, કુલ શુગર અને સોલ્ટની પણ માહિતી આપવાની હોય છે. કોઈ પ્રોડક્ટ્સમાં હાઈ ફુડ, શુગર અને સોલ્ટ હોય તો તેના પ્રોડક્ટ્સની પેકિંગમા લાલ દ્વારા હાઈલાઈટ કરવામાં આવશે. હાલ યુરોપના ઘણા દેશોમાં ગ્રાહકોને નુટ્રિશન વિષય યોગ્ય ખબર પડે તે માટે લાલ કલર દ્વારા તેના કોડને હાઈલાઈટ કરવામાં આવે છે. એફએસએસએઆઈએ જણાવ્યુ કે, ન્યુટ્રિશનને ધ્યાનમાં રાખીને હાઈ ફેડ, હાઈ શુગર અને હાઈ સોલ્ટ વાળા પ્રોડક્ટ્સને લાલ કલર દ્વારા હાઈલાઈટ કરવામાં આવે છે. જેમાં કુલ ૧પ કેસીએએલ એનર્જીમાં ૧૦ ટકા કરતા વધારે શુગર હોય તો રેડ કલરથી હાઈલાઈટ કરવામાં આવશે.

લેબલના નિયમમાં પ્રથમ વખત જનેટિકલ મોડિફાઈડ ઈન્ગ્રીડિયન્ટના લેબલમાં આવા પ્રકારની જાહેરાત પ્રથમ વખત કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રિકિંગ અથવા મિનરલ વોટર અને એડિબલ ઓઈલની પેકિંગ ઉપર પણ આરોગ્યને લાગતા ફાયદાઓ ફરજિયાત પ્રિન્ટ કરવાના રહેશે. એફએસએસએઆઈએ તેના વિવિધ સ્ટેક હોલ્ડરો પાસેથી આ બાબતે મંતવ્યા માગ્યા છે તે પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Post Comments