Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાંદીમાં તેજીનો પવન ફૂકાતાં રૃ.૪૧૦૦૦ કુદાવી ગયા : સોનામાં પણ નવો ઉછાળો

- વિશ્વ બજાર પાછળ ડોલર ઉછળતાં રૃપિયો ફરી ગબડયો

- ક્રૂડતેલમાં ફરી ચમકારો: કોપરમાં આગેકૂચ: એલ્યુમિનિયમનો સ્ટોક બે દિવસમાં આશરે ૨૮ હજાર ટન વધ્યાના નિર્દેશો

મુંબઈ,બુધવાર તા. 11 જાન્યુઆરી 2017
મુંબઈ સોના-ચાંદી બજાર આજે  તેજી આગળ વધી હતી. ચાંદીના ભાવો નવા ઉછાળા વચ્ચે કિલોના રૃ.૪૧ હજારની સપાટી  કુદાવી ગયા હતા. સોનામાં   પણ ભાવોમાં  તેજી આગળ વધી વિશ્વબજારના  સમાચારો નવો ઉછાળો બતાવતા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના  ૧૧૮૩.૬૦ ડોલરવાળા  વધી ઉંચામાં  ૧૧૯૧ થઈ સાંજે ૧૧૮૭.૩૦ ડોલર હતા.  વિશ્વ બજાર વધવા ઉપરાંત  ઘરઆંગણે કરન્સી બજારમાં  ડોલર વધતા તથા રૃપિયો   ગબડતાં  ઘરઆંગણે  કિંમતી ધાતુઓની  આયાત પડતર  ઉંચકાતાં  મુંબઈ હાજર બજારમાં  સોના-ચાંદીમાં વધતા ભાવોએ  નવી વેચવાલી  રુંઘાઈ હતી. જોકે આથી સંક્રાંત તથા કમુરતાના પગલે બજારમાં   હાલ નવી માગ પણ ધીમી રહ્યાના નિર્દેશો  હતા. મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના  ૯૯.૫૦ના  રૃ.૨૮૫૬૦ વાળા   રૃ.૨૮૬૭૫  ખુલી રૃ.૨૮૭૧૦ બંધ હતા.

જયારે   ૯૯.૯૦ના ભાવો  રૃ.૨૮૭૧૦ વાળા રૃ.૨૮૮૨૫  ખુલી રૃ.૨૮૮૬૦ બંધ હતા.  મુંબઈ કરન્સી બજારમાં આજે   ડોલરના ભાવો  રૃ.૬૮.૧૮  વાળા નીચામાં  ૬૮.૧૭ થયા પછી ઉછળી ઉંચામાં  રૃ.૬૮.૩૫ થઈ છેલ્લે  ૬૮.૩૩ બોલાયા હતા.  દરમિયાન,  મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના  ૯૯૯ના રૃ.૪૦૯૧૦  વાળા રૃ.૪૧૪૪૦  ખુલી રૃ.ખુલી રૃ.૪૧૩૮૫  બંધ રહ્યા પછી   સાંજે ભાવો  રૃ.૪૧૨૦૦થી ૪૧૨૫૦  તથા કેશમાં  ભાવો આ ભાવોથી  રૃ.૨૦૦થી ૨૫૦ જેટલા બોલાયા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઔંશના ૧૬.૫૭ ડોલરવાળા ૧૬.૬૭ ડોેલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવો  વધી ઉંચામાં   ૧૧૯૦  ડોલર ઉપર જતાં હવે પછી વર્તમાન તેજીમાં  ભાવો ઉંચામાં  ૧૨૦૦ ડોલર પાર કરી ૧૨૦૫ ડોલર સુધી જવાની શક્યતા બજારના જાણકારો  બતાવી રહ્યા  હતા. વિશ્વ  બજારમાં આજે  ક્રૂડતેલના ભાવો  ઉછળ્યા હતા. બજારમાં  આજે વિવિધ  કરન્સીઓ   સામે ડોલરના ભાવો ઉંચકાયા હતા.

ક્રૂડતેલના  ભાવો આજે  એક મહિનાના  તળિયેથી  ઉંચકાયા હતા.   બ્રિટીશ પાઉન્ડના  ભાવો  ઘટાડા પર હતા. બ્રિટનમાં  મેન્યુ.ના આંકડા પ્રોત્સાહક આવવા છતાં પાઉન્ડ ઘટતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.  વિશ્વ બજારમાં  આયર્ન ઓરનવા ભાવો મંગળવારે  ૫.૫૦ ટકા  વધ્યા પછી આજે વધુ ૩ ટકા ઉછળ્યા હતા. યુરેનીયમના ભાવો ઉછળ્યા હતા.

કોપર પણ તેજીમાં હતું. ઈન્ડોનેશિયા તથા ચીલીમાં  ઉત્પાદન  ઘટવાની શક્યતા  બતાવતા હતા.   વિશ્વ બજારમાં   ક્રૂડતેલના   ભાવો વધી બેરલના સાંજે  બ્રેન્ટક્રૂડના  ૫૩.૮૫  ડોલર તથા  ન્યુયોર્કના  ૫૦.૯૮  ડોલર હતા.   સોનાના ભાવો મોડી સાંજે   ૧૧૮૮.૮૦  ડોલર,  ચાંદીના  ૧૬.૭૫થી ૧૬.૭૬  ડોલર, તથા પેલેડીયમના ૭૫૦.૨૦થી ૭૫૦.૨૫  ડોલર હતા. કોપર વધી  ૫૭૫૮ ડોલર, ટીનના ભાવો  ૨૧૧૪૫ ડોલર,  નિકલના ૧૦૫૨૫ ડોલર, જસતના ૨૭૪૧ ડોલર તથા સીસાના ૨૨૨૪ ડોલર તથા એલ્યુ.ના ૧૭૫૧ ડોલર હતા.

લંડન મેટલ એક્સ.માં કોપરનો સ્ટોક  ૫૧૭૫ ટન ઘટયો હતો.  નિકલનો સ્ટોક ૩૬ ટન, જસતનો ૧૨૭૫ ટન તથા સીસાનો  ૭૫ ટન ઘટયો હતો ત્યાં   એલ્યુ.નો  સ્ટોક આજે વધુ ૧૧૦૫૦ ટન વધતાં બે દિવસમાં  આવો સ્ટોક  ૨૭૮૫૦ ટન  વધ્યાના સમાચારો હતા.

Post Comments