Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્સેક્સનો આરંભિક ૧૮૯ પોઈન્ટનો ઉછાળો અંતે ૨૭ પોઈન્ટ નીવડી ૩૨૧૮૬

- નિફટી સ્પોટ ૧૪ પોઈન્ટ ઘટીને ૧૦૦૭૯ : શેરોમાં ઉછાળે વ્યાપક નફારૃપી વેચવાલી :

- ઓઈલ-ગેસ, મેટલ, ઓટો શેરોમાં ધોવાણ

વૈશ્વિક શેર બજારોમાં તેજી પૂરી થવાના અહેવાલો વચ્ચે

 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મોટું ધોવાણ અટકાવ્યું : એફઆઈઆઈની કેશમાં રૃ.૮૨૭ કરોડ, ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૫૩૨ કરોડની વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,બુધવાર
શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ આજે ઉછાળે ઓલ રાઉન્ડ નફારૃપી વેચવાલી કરી હતી. વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ આજે ભારતીય શેર બજારોમાં ટ્રેડીંગની શરૃઆત તેજીએ થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોએ ફ્રન્ટલાઈન શેરોની સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં શરૃઆતથી સાર્વત્રિક તેજીનું તોફાન મચાવ્યું હતું. જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન દ્વારા આજે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનો શુભારંભ કરવાની સાથે ભારત-જાપાન વચ્ચે ભારતમાં જંગી મૂડી રોકાણની યોજનાના કરારોની તૈયારી વચ્ચે શેરોમાં ફંડોએ આક્રમક લેવાલી બાદ ઉછાળે મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકી બજારોમાં ગઈકાલે આક્રમક તેજી બાદ વૈશ્વિક શેર બજારોમાં હવે તેજી પૂરી થવાના સંકેત આપતાં નિષ્ણાંતોના અહેવાલોની નેગેટીવ અસરે ઉછાળે સાવચેતીમાં એશીયા, યુરોપના બજારોમાં  નરમાઈ પાછળ આજે બપોર બાદ ઉછાળે આંચકા આવ્યા હતા. સેન્સેક્સનો આરંભિક ઉછાળો અંતે ધોવાઈ ૨૭.૭૫ પોઈન્ટ વધીને ૩૨૧૮૬.૪૧ અને નિફટી સ્પોટ ૧૩.૭૫ પોઈન્ટ ઘટીને ૧૦૦૭૯.૩૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભમાં ૧૮૯ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૨૩૪૮ સુધી જઈ અંતે સુધારો ધોવાઈ ૨૮ પોઈન્ટ વધીને ૩૨૧૮૬
ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૨૧૫૮.૬૬ સામે ૩૨૧૮૮.૯૫ મથાળે ખુલીને આરંભથી ફાર્મા શેરોમાં સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ,લુપીન સહિતમાં ફંડોની લેવાલી તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, એક્સીસ બેંક, એચડીએફસી બેંક, ભેલ સહિતમાં આકર્ષણે સેન્સેક્સ એક તબક્કે ૧૮૯.૬૪ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૨૩૪૮.૩૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને એફએમસીજી જાયન્ટ આઈટીસીમાં વેચવાલી તેમ જ એચડીએફસી લિમિટેડ, ભારતી એરટેલ, સિપ્લા, વિપ્રો, ઓએનજીસી, એનટીપીસી, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો સહિતમાં પ્રોફિટ બુકિંગ સાથે ફંડોએ તેજીનો મોટો વેપાર હળવો કરતાં સેન્સેક્સનો સુધારો ધોવાઈ જઈ એક તબક્કે ૩૦.૮૯ પોઈન્ટ ઘટીને નીચામાં ૩૨૧૨૬.૭૭ સુધી આવી અંતે ૨૭.૭૫ પોઈન્ટ વધીને ૩૨૧૮૬.૪૧ બંધ રહ્યો હતો.

નિફટી બીપીસીએલ, આઈઓસીના ગાબડાંના પરિણામે નેગેટીવ ઝોનમાં : ૧૦૧૩૧ થઈ અંતે ૧૪ પોઈન્ટ ઘટીને ૧૦૦૭૯
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૦૯૩.૦૫ સામે ૧૦૦૯૯.૨૫ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં  ફાર્મા શેરોમાં ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, લુપીન, ઓરોબિન્દો ફાર્મા સહિતના ફાર્મા શેરોમાં તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની લેવાલી સાથે ટાટા પાવર, બેંક ઓફ બરોડા, એક્સીસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટસ, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૦,૧૩૧.૯૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ખાસ બીપીસીએલ, આઈઓસીમાં ફંડોનું મોટું ઓફલોડિંગ થતાં અને આઈટીસી, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ, આઈશર મોટર્સ, એચડીએફસી લિમિટેડ, વેદાન્તા, સિપ્લા, અંબુજા સિમેન્ટ, ભારતી એરટેલ સહિતમાં પ્રોફિટ બુકિંગે નેગેટીવ ઝોનમાં આવી ૧૦૦૬૩.૧૫ થઈ અંતે ૧૩.૭૫ પોઈન્ટ ઘટીને ૧૦૦૭૯.૩૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૦,૨૦૦નો કોલ ૩૭.૫૫ થી ઉછળીને ૪૮.૮૦ થઈ ઘટીને ૩૨.૧૫ : નિફટી ૧૦,૦૦૦નો પુટ વધીને ૫૪.૮૫
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ઉથલપાથલમાં તેજીનો મહા ખેલાડીઓએ નબળા ખેલાડીઓનો તેજીનો વેપાર ખંખરાવી છેલ્લે તેજીનો વેપાર વધાર્યાની ચર્ચા હતી. નિફટી ૧૦,૨૦૦નો કોલ ૨,૦૭,૪૭૮ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૯૩૨.૮૯ કરોડના કામકાજે ૩૭.૫૫ સામે ૩૮.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૮.૮૦ થઈ ઘટીને ૨૯ સુધી આવી અંતે ૩૨.૧૫ રહ્યો હતો. નિફટી ૧૦,૧૦૦નો કોલ ૨,૦૮,૪૦૭ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૯૧૮.૮૯ કરોડના કામકાજે ૮૨.૪૫ સામે ૮૩ મથાળે ખુલીને ઉપરમાં ૧૦૨.૦૫ સુધી પહોંચી પાછો ફરીને નીચામાં ૬૬.૭૦ સુધી આવી અંતે ૭૩.૧૫ રહ્યો હતો. નિફટી ૧૦,૦૦૦નો પુટ ૨,૦૭,૩૮૧ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૬૨૪.૧૪ કરોડના કામકાજે ૪૫.૬૫ સામે ૪૬ મથાળે ખુલીને નીચામાં ૩૭ થઈ વધીને ૫૪.૮૫ સુધી પહોંચી અંતે ૪૮.૨૫ રહ્યો હતો.

સપ્ટેમ્બર નિફટી ફયુચર વધીને ૧૦,૧૪૪ થઈ અંતે ૧૦,૦૯૬ : બેંક નિફટી ફયુચર ૨૪૭૮૨ થી વધીને ૨૪૮૨૫
નિફટી સપ્ટેમ્બર ફયુચર ૯૪,૭૯૯ કોન્ટ્રેકટસમાં રૃ.૭૧૮૯.૪૩ કરોડના કામકાજે ૧૦,૧૦૭.૯૦ સામે ૧૦,૧૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૦,૧૪૪.૭૦ થઈ ઘટીને ૧૦,૦૭૮ સુધી આવી અંતે ૧૦,૦૯૬.૯૦ રહ્યો હતો. નિફટી ઓકટોબર ફયુચર ૪૮૪૦ કોન્ટ્રેકટસમાં રૃ.૩૬૮.૨૭ કરોડના કામકાજે ૧૦,૧૩૭.૦૫ સામે ૧૦,૧૨૭.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૦,૧૭૫ થઈ ઘટીને ૧૦,૧૧૦ સુધી આવી અંતે ૧૦,૧૨૫ રહ્યો હતો. બેંક નિફટી ફયુચર ૬૫,૬૨૨ કોન્ટ્રેકટસમાં રૃ.૬૫૨૨.૯૧ કરોડના કામકાજે ૨૪,૭૮૨.૭૫ સામે ૨૪,૭૮૦.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૪,૯૩૭ થઈ ઘટીને ૨૪,૭૩૪.૫૦ સુધી આવી અંતે ૨૪,૮૨૪.૮૦ રહ્યો હતો. નિફટી ૯૯૦૦નો પુટ ૧,૪૨,૩૬૬ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦,૬૦૧.૧૦ કરોડના કામકાજે ૨૮.૯૫ સામે ૨૭.૫૫ મથાળે ખુલીને નીચામાં ૨૩.૪૫ થઈ વધીને ૩૪.૨૦ સુધી પહોંચી અંતે ૩૦ રહ્યો હતો. નિફટી ૧૦,૩૦૦નો કોલ ૧,૨૨,૬૬૫ કોન્ટ્રેકટસમાં રૃ.૯૪૮૯.૫૬ કરોડના કામકાજે ૧૪.૨૫ સામે ૧૨.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૮.૯૫ થઈ ઘટીને ૧૧ સુધી આવી અંતે ૧૨.૧૦ રહ્યો હતો.

ક્રુડની માંગ વધવાના અંદાજોએ બ્રેન્ટ ૫૫ ડોલર નજીક :  BPCL રૃ.૩૩ તૂટીને રૃ.૫૦ : ઓઈલ ઈન્ડેક્સ ૨૬૪ પોઈન્ટ તૂટયો
ઈન્ટરનેશનલ એનજીૅ એજન્સી દ્વારા એક સર્વેમાં ક્રુડ ઓઈલની વૈશ્વિક માંગ ચાલુ વર્ષે વધીને વર્ષ ૨૦૧૫ પછીની નવી ઊંચી  સપાટીને આંબી જશે એવો અંદાજ બતાવતાં અને ઓપેક દેશો દ્વારા જૂન ૨૦૧૮ સુધી ઉત્પાદન કાપ લંબાવવાની વિચારણાએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બેરલ દીઠ ૫૫ ડોલરની નજીક પહોંચી જતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૬૩.૯૯ પોઈન્ટ તૂટીને ૧૫૨૩૪.૧૫ બંધ રહ્યો હતો. બીપીસીએલ રૃ.૩૩.૨૫ તૂટીને રૃ.૫૦૦.૩૫, એચપીસીએલ રૃ.૨૪.૪૦ તૂટીને રૃ.૪૫૭.૩૫, આઈઓસી રૃ.૧૮.૬૦ ઘટીને રૃ.૪૧૬.૧૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૭.૬૦ ઘટીને રૃ.૩૨૩.૬૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૃ.૩૦.૨૫ ઘટીને રૃ.૧૪૦૦.૦૫, પેટ્રોનેટ એલએનજી રૃ.૨ ઘટીને રૃ.૨૩૪.૧૫, ઓએનજીસી રૃ.૧૬૧.૨૦, ગેઈલ ઈન્ડિયા રૃ.૨ ઘટીને રૃ.૪૦૭.૪૫ રહ્યા હતા.

જીઓ, પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે સારી કામગીરીની અપેક્ષાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આક્રમક તેજી : રૃ.૨૬ ઉછળીને રૃ.૮૪૯
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ જીઓના ફેન્ટાસ્ટિક બિઝનેસ ગ્રોથ સાથે કંપનીની કામગીરી આગામી દિવસોમાં વધુ ઊજળી બનવાના અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પણ સારી કામગીરીની અપેક્ષાએ ફંડોની શેરમાં મોટાપાયે લેવાલી નીકળતાં રૃ.૨૫.૨૫ વધીને રૃ.૮૪૯ રહ્યો હતો.

LMEમાં નોન-ફેરસ મેટલના ભાવો તૂટતાં જિન્દાલ સ્ટીલ, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, એનએમડીસી ઘટયા
લંડન મેટલ એક્સચેન્જ(એલએમઈ)માં નોન-ફેરસ મેટલનો સ્ટોક વધીને આવતાં કોપર સહિતના ભાવો ઝડપી તૂટીને કોપરના ત્રણ સપ્તાહની નીચી સપાટીએ આવી જતાં સ્થાનિકમાં મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૫૮.૮૧ પોઈન્ટ ઘટીને ૧૪૦૩૦.૯૮ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૃ.૪.૦૫ ઘટીને રૃ.૧૪૧.૮૫, સેઈલ રૃ.૧.૪૦ ઘટીને રૃ.૬૧.૮૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૫.૫૫ ઘટીને રૃ.૨૬૩.૮૫, એનએમડીસી રૃ.૨.૨૫ ઘટીને રૃ.૧૩૩.૦૫, હિન્દાલ્કો રૃ.૩.૦૫ ઘટીને રૃ.૨૪૮.૦૫, વેદાન્તા રૃ.૩.૫૦ ઘટીને રૃ.૩૨૬.૯૦, કોલ ઈન્ડિયા રૃ.૧.૪૦ ઘટીને રૃ.૨૫૬.૧૦, ટાટા સ્ટીલ રૃ.૩.૪૫ ઘટીને રૃ.૬૭૯.૭૦ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં ફંડોની વધતી તેજી : કેપલીન પોઈન્ટ લેબ., વોક્હાર્ટ, સન ફાર્મા, માર્કસન્સ, નાટકો, દિવીઝ લેબ. ઉંચકાયા
ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોએ આજે સતત ત્રીજા દિવસે પસંદગીના શેરોમાં મોટી ખરીદી કરી હતી. કેપલીન પોઈન્ટ લેબ. રૃ.૩૩.૭૦ વધીને રૃ.૬૮૨.૩૫, વોક્હાર્ટ રૃ.૨૫.૯૫ વધીને રૃ.૬૪૩.૯૦, સન ફાર્મા રૃ.૧૯.૪૫ વધીને રૃ.૫૦૨.૯૫, માર્કસન્સ રૃ.૧.૬૦ વધીને રૃ.૪૧.૫૫, નાટકો ફાર્મા રૃ.૨૮.૮૦ વધીને રૃ.૭૬૬.૯૫, દિવીઝ લેબ રૃ.૨૪.૩૫ વધીને રૃ.૮૨૯.૧૫, ગ્લેનમાર્ક રૃ.૧૩.૦૫ વધીને રૃ.૫૯૪.૭૦, લુપીન રૃ.૧૦.૭૫ વધીને રૃ.૯૯૨.૧૦, ફાઈઝર રૃ.૯.૭૫ વધીને રૃ.૧૮૪૭.૨૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ : એક્સાઈડ, એમઆરએફ, મધરસન, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૮ ઘટીને રૃ.૨૧૮, એમઆરએફ રૃ.૮૩૦.૦૫ ઘટીને રૃ.૬૪૪૨૫.૧૦, મધરસન સુમી રૃ.૪.૨૫ ઘટીને રૃ.૩૩૩.૦૫, આઈશર મોટર્સ રૃ.૩૭૧.૪૦ ઘટીને રૃ.૩૨૨૧૦.૯૦, હીરો મોટોકોર્પ રૃ.૨૨.૦૫ ઘટીને રૃ.૩૮૯૫.૫૦, અશોક લેલેન્ડ રૃ.૧૧૭.૬૦, બોશ રૃ.૧૧૮.૯૫ ઘટીને રૃ.૨૨૦૦૮.૮૫, ટીવીએસ મોટર રૃ.૩.૩૦ ઘટીને રૃ.૬૩૮, મારૃતી સુઝુકી રૃ.૪૦.૦૫ ઘટીને રૃ.૮૧૨૧.૦૫, ભારત ફોર્જ રૃ.૧.૫૫ ઘટીને રૃ.૧૨૨૬ રહ્યા હતા.

માર્કેટબ્રેડથ નેગેટીવ : સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ છતાં ૧૭૫ શેરોમાં તેજીની સર્કિટ : ૧૬૨૮ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ આજે વ્યાપક પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. અલબત બીએસઈમાં ૧૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. જ્યારે ૧૪૨૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૬૫  સ્ક્રીપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૪ અને વધનારની સંખ્યા ૯૭૪ રહી હતી.

FIIની કેશમાં રૃ.૮૨૭ કરોડ, ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૫૩૨ કરોડની વેચવાલી : DIIની કેશમાં રૃ.૭૨૬ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-બુધવારે કેશમાં રૃ.૮૨૬.૭૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૩૬૯૫.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૃ.૪૫૨૨.૨૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૫૩૧.૭૭ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૬૨.૯૨ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૭૨૫.૯૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૩૩૭૯.૩૬ કરોડની ખરીદી  સામે કુલ રૃ.૨૬૫૩.૪૬ કરોડની વેચવાલી કરી હતી.

Post Comments