Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાદ્યતેલોના ભાવ હવે તહેવારોમાં ઊંચા ચૂકવવા પડશે: ખેડૂતોને રાહત

- કેન્દ્ર સરકારે રાતોરાત ઈમ્પોર્ટ ડયુટી વધારી દીધી

- ઘરઆંગણે આયાત જકાત વધતાં વિશ્વબજારમાં સોયાતેલ ઘટયું : સોમવારે મલેશિયામાં પામતેલ પણ ગબડવાની શક્યતા

મુંબઈ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવોમાં ભડકો થઈ ગયો હતો. કેન્દ્ર સરકારે દેશમાં આયાત થતા પામતેલ, સોયાતેલ, સનફલાવર તેલ સહિતના વિવિધ ખાદ્યતેલો પરની ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો શુક્રવારે મોડી સાંજે જાહેર કરવામાં આવતાં તેના પગલે આજે મુંબઈ બજારમાં વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવોમાં ઝડપી ઉછળ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવો આજે પામતેલના હવાલા રિસેલના રૃ.૫૩૫ વાળા ઉછળી રૃ.૫૫૦ બોલાયા હતા જ્યારે જેએનપીટીના ભાવો વધી રૃ.૫૪૫ બોલાતા હતા.

દેશમાં આ વર્ષે વરસાદ સારો થતાં થતા વિવિધ તેલીબિયાનો પાક સારો ઉતરતાં ખુલ્લા બજારમાં તાજેતરમાં વિવિધ તેલીબીયાના તથા ખાદ્યતેલોના ભાવો નોંધપાત્ર ગબડયા હતા. આવા માહોલમાં આયાતી માલોની આવકો પણ વધતા ઘરઆંગણે ખેડૂતોના હિતોની રક્ષા કરવા સરકારે ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આવી આયાત જકાત વધારીને હવે ક્રૂડ પામ ઓઈલ (બીપીઓ) માટે ૧૫ ટકા તથા ઓલીન માટે ૨૫ ટકા કરવામાં આવી છે જ્યારે સોયાતેલ માટે આવી આયાત જકાત વધારીને ૧૭.૫૦ ટકા કરવામાં આવી હોવાના નિર્દેશો મળ્યા છે. આ પૂર્વે સીપીઓ પરની આયાત જકાત સાડા સાત ટકા રહી હતી જ્યારે રિફાઈન્ડ ઓઈલની ૧૫ ટકા હતી. ઉપરાંત સોયાતેલ ડિગમની આયાત જકાત ૧૨.૫૦ ટકા હતી. આમાં નોંધપાત્ર વૃધ્ધિ થતાં મુંબઈમાં ખાદ્યતેલોની બજારનો રંગ ફરી ગયો હતો અને શ્રાવણના તહેવારોમાં તથા જન્માષ્ટમી પૂર્વે ખાદ્યતેલોના ભાવમાં ભડકો થયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

ભારતમાં આયાત જકાત વધતાં હવે વિશ્વબજારમાં ખાદ્યતેલોના ભાવો ઘટવાની શક્યતા પણ બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. આરબીડી પામોલીન પરની આવી કસ્ટમ ડયુટી ટનના રૃ.૭૦.૬૦થી વધી હવે રૃ.૧૧૭.૬૮ થઈ છે જ્યારે સીપીઓની રૃ.૩૩.૮૦ વાળી રૃ.૬૭.૬૧ થઈ છે. સોયાતેલ ડિગમની આયાત જકાત રૃ.૬૮.૧૪ વાળી હવે રૃ.૯૫.૪૦ થઈ છે જ્યારે સનફલાવર તેલની આયાત જકાત ઈન્વોઈસ વેલ્યુ પર ૧૨.૭૫ ટકા હતી તે હવે વધીને ૧૮.૦૨૫ ટકા કરાઈ છે.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના હાજર ભાવો સોયાતેલ ડિગમના રૃ.૫૯૦ વાળા રૃ.૬૦૦ બોલાયા હતા જ્યારે રિફાઈન્ડના ભાવો રૃ.૬૩૨ વાળા રૃ.૬૪૮ રહ્યા હતા. સનફલાવરના ભાવો વધી રૃ.૬૧૦ તથા રિફાઇન્ડના રૃ.૬૭૦ રહ્યા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવો રૃ.૪૮૬ વાળા રૃ.૫૦૦ રહ્યા હતા જ્યારે સીપીઓ વાયદાના ભાવો ડયુટી વધ્યા પછી ઉંચામાં રૃ.૫૦૩.૫૦ થઈ છેલ્લે ભાવો રૃ.૫૦૧.૪૦ બોલાઈ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદો ડયુટી વૃધ્ધિ પછી ઉછળી રૃ.૬૬૨ થઈ છેલ્લે રૃ.૬૫૭.૭૦ બોલાઈ રહ્યો હતો.

ભારતમાં આયાત જકાત વધતાં વિશ્વબજારમાં તેના પ્રત્યાઘાતો મંદીના પડયા છે. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૧, ૧૬, ૧૭ તથા ૧૭ પોઈન્ટ માઈનસમાં રહ્યાના નિર્દેશો હતા. મલેશિયાથી પામતેલ બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી અને ત્યાં હવે સોમવારે ખુલતી બજારે પામતેલના ભાવો નોંધપાત્ર નીચા ખુલવાની શક્યતા બજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા.

Post Comments