Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદીમાં ઉછાળે આંચકા: અમેરિકામાં વ્યાજ વૃધ્ધિની શક્યતા ધૂંધળી બની

- ક્રુડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા

- નોર્થ કોરીયા તથા અમેરિકા વચ્ચે તનાવ ઘટાડવા ચીન તથા રશિયા મધ્યસ્થી કરશે : વિશ્વબજારમાં શમી રહેલો ગભ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,  તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

મુંબઈ સોના-ચાંદી બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે સોના- ચાંદીના ભાવો વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા. નવી માગ પાંખી હતી. ઉછાળાને અનુસરવામાં બજારનો સૂર સાવચેતીનો જણાતો હતો. વિશ્વબજારના સમાચારો ઉંચા મથાળે સૂલતાઈ બતાવતા હતા. અમેરિકા તથા નોર્થ કોરીયા વચ્ચે તાજેતરમાં વધેલી તંગદીલી પછી આ ટેન્શનને હળવું કરવા ચીન તથા રશિયાએ મધ્યસ્થી કર્યાના સમાચારો હતા. આના પગલે વિશ્વબજારમાં સોનામાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું.

વિશ્વબજારમાં ઔંશદીઠ સોનાના ભાવો ઉંચામાં ૧૨૯૧થી ૧૨૯૧.૫૦ ડોલર થયા હતા તે ઘટી છેલ્લે ૧૨૮૯થી ૧૨૮૯.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ ચાંદીના ભાવો વિશ્વબજારમાં ઉંચામાં ૧૭.૧૭ ડોલર થઈ છેલ્લે ભાવો ૧૭.૧૧થી ૧૭.૧૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૦૬૦ વાળા રૃ.૨૯૦૦૦થી ૨૯૦૨૫ બોલાઈ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૨૧૦ વાળા રૃ.૨૯૧૫૦થી ૨૯૧૭૫ બોલાતા હતા.

ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૯૧૯૦ વાળા રૃ.૩૮૯૭૫થી ૩૯૦૦૦ બોલાતા હતા જ્યારે જીએસટી સાથેના ભાવો આ ભાવોથી આશરે રૃ.૧૧૦૦થી ૧૨૦૦ જેટલા ઉંચા બોલાઈ રહ્યા હતા. સોનામાં પણ ઉપરોક્ત ભાવો ઉપરાંત જીએસટી સહિતના ભાવો આશરે ત્રણ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉંચા મથાળે નરમ બોલાઈ રહી હતી. ઔંશદીઠ ભાવો પેલેડીયમના છેલ્લે ૮૯૪.૨૦ ડોલર તથા પ્લેટીનમના ભાવો ૯૮૫ ડોલર રહ્યાના સમાચારો હતા. અમેરિકામાં ફુગાવાનો દર અપેક્ષાથી નબળો આવતાં વિશ્વબજારમાં ડોલરના ભાવો દબાણ હેઠળ રહ્યા હતા. ત્યાં ફુગાવો ૧.૮૦ ટકાની અપેક્ષા સામે ૧.૭૦ ટકા આવ્યો છે. ફુગાવો બે ટકાથી ઉપર જાય પછી ત્યાં વ્યાજનો નવો વધારો કરાશે એવા સંકેતો ફેડરલ રિઝર્વ દ્વારા આપવામાં આવ્યા છે.

વિશ્વબજારમાં કોપરના ભાવો ત્રણ મહિનાની ડિલીવરીના છેલ્લે ૬૪૧૧થી ૬૪૧૨ ડોલર રહ્યા છે જ્યારે ટીનના ભાવો છેલ્લે ૨૦૩૦૫ ડોલર, જસતના ભાવો ૨૮૯૬.૫૦ ડોલર તથા એલ્યુમિનિયમના ભાવો ૨૦૪૨.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ક્રુડતેલના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાઈ છેલ્લે ભાવો બેરલદીઠ બ્રેન્ટક્રુડના ૫૨.૧૦ ડોલર તથા ન્યુયોર્કના ભાવો ૪૮.૮૨ ડોલર રહ્યા સમાચારો હતા.
 

Post Comments