Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બજારમાં કરેક્શન આગળ ધપશે, માર્ચમાં ભારે વેચવાલીની દહેશત

- ૧૨૦ અબજ ડોલરની એસેટ્સ ધરાવતા ફંડની આગાહી

- શેરબજારમાં આવતી નબળાઇનો ઇમર્જિંગ બજારોની ઇક્વિટી ખરીદવા માટે ઉપયોગ કરવો

મુંબઇ, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

જો તમે શેરોમાં ફરી નાણાં મુકવાનું વિચારી રહ્યા હોય તો તમારે થોડું વિચારવાની જરૃર છે. એએમપી કેપિટલ ઇન્વેસ્ટર્સ લિમીટેડના નાદેર નેઇમીએ આવો સંદેશો આપ્યો છે. જેમની પાસે માર્ચમાં શક્યત: વેચવાલી બાદ જંગી રોકડ આવશે.

પ્રારંભિક તીવ્ર વેચવાલી બાદ, ઇક્વિટી માર્કેટ્સમાં વધુ વેચવાલી પૂર્વે થોડો સુધારો આવ્યો છે એમ નેઇમીએ જણાવ્યું હતું,. જેઓ ડાયનેમિક માર્કેટ્સના એએમપીના વડા છે, જેઓ કંપનીના ૧૨૦ અબજ ડોલરના ભંડોળ પર દેખરેખ રાખે છે.

પાછલા વર્ષે આશરે ૩૦ ટકા જેટલી પોતાની એસેટ્સનું રોકડમાં રૃપાંતર કરનાર નેઇમી ફરી પાછા ઝંપલાવતા પહેલા વેચવાલીના બીજા દોરની રાહ જોઇ રહ્યા છે. હવે બીજી વખત બજાર ઘટે ત્યારે ખરીદવાની યોજના છે, સામાન્ય રીતે લેવાલીમાં ઝંપલાવતા પહેલા બજાર ફરી બેઠું થાય તેની રાહ જોવી જોઇએ. ફેડરલની બેઠક ૯ માર્ચના રોજ યોજાવાની છે ત્યારે વધુ નબળાઇ આવવાની શક્યતા સેવાય છે. નેઇમી જોકે શેરબજારમાં પાછા ફરવા માટે બહુ મોટી આશા ધરાવતા નથી અને તેમણે એનર્જી, ફાઇનાન્સિયલ્સ અને જાપાનીઝ ઇક્વિટી તરફ દ્રષ્ટિ દોડાવવાનું શરૃ કરી દીધુ છે. તેઓ કહે છે કે શેરબજારમાં આવતી નબળાઇનો અમે વિકસતા બજારોની ઇક્વિટી ખરીદવા માટે ઉપયોગ કરીએ છીએ.

Post Comments