Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રુડતેલની હૂંફે વિશ્વ બજારમાં વિવિધ ખાદ્યતેલોના ભાવ વધી જવાની શક્યતા

- સીરીયાના પ્રશ્ને વૈશ્વિક સ્તરે અજંપો વધતાં

- સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ આગળ વધતી મજબૂતાઈ

મુંબઈ, તા. 14 એપ્રિલ 2018, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે ડો. આંબેડકર જયંતી નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ  બજારે ભાવમાં હવામાન મિશ્ર રહ્યું હતું. પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ નરમ બોલાઈ રહ્યા હતા જ્યારે સિંગતેલની આગેવાની હેઠળ વિવિધ દેશી ખાદ્ય.તેલોમાં હવામાન મક્કમ રહ્યું હતું. દરમિયાન, અમેરિકા, બ્રિટન તથા ફ્રાંસ દ્વારા સીરીયા પર હવાઈ હુમલો કરવામાં આવ્યાના સમાચારના પગલે વિશ્વબજારમાં આજે અજંપો દેખાયો હતો અને આની અસર હવે સોમવારે વિવિધ બજારોમાં વ્યાપક પડશે એવું જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં આના પગલે ક્રુડતેલના ભાવ વધી જવાની શક્યતા બતાવાતી હતી અને ક્રુડતેલ ઉછળશે તો વૈશ્વિક સ્તરે વિવિધ ખાદ્યતેલોના ભાવ પણ વધી જવાની શક્યતા બજારના સૂત્રો આજે બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના ધીમા ઘટાડા વચ્ચે રૃ.૭૧૮ તથા જેએનપીટીના રૃ.૭૧૬ બોલાઈ રહ્યા હતા. વેપારો છૂટાછવાયા હતા. રિફાઈનરીઓમાં આજે ડાયરેક્ટ ડિલીવરીમાં પણ ખાસ વેપારો ન હતા. જાહેર રજા વચ્ચે બજારમાં આજે હોલીડે મુડ જેવી સ્થિતિ દેખાઈ હતી. દરમિયાન, ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૃ.૬૪૦ રહ્યા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૃ.૭૩૦ તેના રિફાઈન્ડના રૃ.૭૬૫ રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ રૃ.૭૬૭ તથા મસ્ટર્ડના રૃ.૭૬૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ ઘટી રૃ.૭૦૦ તથા રિફાઈન્ડના રૃ.૭૬૨થી ૭૬૫ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, દિલ્હીથી મળતા સમાચાર મુજબ સરકારે દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં વધારો કર્યો છે. આના પગલે ક્રુડ પામ ઓઈલ સીપીઓની આવી ટેરીફ વેલ્યુ ૬૭૯થી વધી ૬૮૪ ડોલર થઈ છે. જ્યારે આરબીડી પામોલીનની ૭૦૧ વાળી ૭૦૨ ડોલર થઈ છે. સોયાતેલ ડિગમની ટેરીફ વેલ્યુ ૮૧૦થી વધી ૮૨૪ ડોલર કરવામાં આવી છે. દરમિયાન, આવી ટેરીફ વેલ્યુ વધતાં દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલો પરની અસરકાર ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈમાં આજે સિંગતેલના ભાવ વધી ૧૦ કિલોના રૃ.૮૫૦થી ૮૬૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી રૃ.૮૧૦થી ૮૧૫ રહ્યા હતા જ્યારે ૧૫ કિલોના ભાવ વધી ત્યાં રૃ.૧૩૧૫થી ૧૩૨૦ રહ્યાના સમાચાર હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ રૃ.૭૧૦થી ૭૧૫ બોલાઈ રહ્યા હતા.

મગફળીની આવક ગોંડલ બાજુ આશરે ૧૦ હજાર ગુણી તથા રાજકરોટ બાજુ આશરે ૧૬ હજાર ગુણી આવી હતી તથા ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૃ.૬૩૦થી ૬૫૦ તથા ઉંચામાં ૭૨૦થી ૭૩૦ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદાના ઓવરનાઈટ સમાચાર નજીકના વાયદામાં ૨૮ પોઈન્ટનો ઘટાડો તથા દૂરના વાયદામાં ૩૫ પોઈન્ટની વૃધ્ધિ બતાવતા હતા જ્યારે અમેરિકામાં શિકાગો સોયાતેલ  વાયદો ઓવરનાઈટ ૧૫, ૧૫, ૧૪ તથા ૧૪ પોઈન્ટ ઘટયો હતો. ત્યાં સોયાખોળનો વાયદો ૬, ૬, ૩ તથા ૪ પોઈન્ટ નરમ રહ્યો હતો જ્યારે સોયાબીનનો વાયદો ૬૪, ૬૬, ૬૦ તથા ૫૦ પોઈન્ટ ઘટયાના સમાચાર હતા.

દરમિયાન, એરંડાની આવકો ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ તાજેતરમાં વધી હોવાના સમાચાર હતા. આના પગલે મથકોએ હાજર ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકે આમ છતાં વાયદા બજારમાં ભાવ ઘટવાના બદલે જળવાઈ રહેતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. વાયદા બજારમાં શિપરોની સક્રિયતા વધ્યાની ચર્ચા પણ આના પગલે બજારમાં સંભળાઈ રહી હતી. દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ તાજેતરમાં સીરીયા ખાતે હુમલામાં રાસાયણીક શસ્ત્રોનો ઉપયોગ થયાની તથા રશિયા દ્વારા આવો ઉપયોગ થયાની શંકા વચ્ચે અમેરિકા, બ્રિટન તથા ફ્રાંસ દ્વારા સીરીયામાં રાસાયણીક શસ્ત્રોનો ભંડાર ધરાવતા વિસ્તારોમાં હવાઈ હુમલાઓ કરવામાં આવ્યાના સમાજાર આજે મળતાં વિશ્વ બજારમાં અજંપો વ્યાપી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું.

Post Comments