Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવમાં અંતર વધતા અમેરિકાના શેલ ઓઈલની માંગમાં જોવા મળી રહેલો વધારો

- ક્રુડ ઓઈલમાં તાજેતરના ઉછાળાાૃથી શેલ ઓઈલ નફાકારક બની રહ્યાનું ચિત્ર

મુંબઈ, મંગળવાર તા.14 નવેમ્બર 2017

બ્રેન્ટ તથા વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડિયેટ ક્રુડ ઓઈલના ભાવનો તફાવત વધી જતા અમેરિકાના શેલ ઓઈલની માગમાં વધારો થઈ રહ્યાનું એનાલિસ્ટો જણાવી રહ્યા છે.

બ્રેન્ટ ક્રુડના ભાવ પ્રતિ બેરલ ૬૩થી ૬૪ ડોલર બોલાઈ રહ્યા છે જ્યારે વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડિયેટના ભાવ ૫૬થી ૫૭ ડોલર બોલાઈ રહ્યા છે. ક્રુડ ઓઈલના ઊંચા ભાવને કારણે શેલ ઓઈલ નફાકારક બની રહ્યું છે અને આને કારણે બ્રેન્ટના ભાવમાં વધારો મર્યાદિત રહી શકે છે.

વેપાર જાળવી રાખવા અમેરિકામાં શેલ ઓઈલના ઉત્પાદકો નુકસાની કરીને વેચાણ કરી રહ્યા છે. પરંતુ શેરધારકો હવે ખોટમાં વેચાણ નહીં કરવા સલાહ આપી રહ્યા હોવાનું  એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

ક્રુડના ઊંચા ભાવનો લાભ લઈ લેવા શેલ ઉત્પાદકો હાલમાં તુરંત જંગી ક્વોન્ટિટીમાં ઉત્પાદન કરવાનો ઈરાદો ધરાવતા નથી. શેલ ઓઈલ ઉત્પન્ન કરવાનો સરેરાશ ખર્ચ પ્રતિ બેરલ ૬૦ ડોલર થાય છે. વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડિયેટ અને ક્રુડ વચ્ચેના તફાવતને કારણે શેલની માગ વધી રહી છે. ઓકટોબરના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના ક્રુડ ઓઈલની નિકાસ દિવસ દીઠ વધીને ૨૧.૩૦ લાખ બેરલ સાથે નવી ઊંચી સપાટીએ પહોંચી હતી.

ઓપેક ઉત્પાદન કાપ ચાલુ રાખશે એવી પણ અપેક્ષા રખાઈ રહી છે. માગ વધવાને કારણે અમેરિકામાં ઓઈલની ઈન્વેન્ટરીમાં ઘટાડો થઈ રહ્યો છે.

Post Comments