Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

FIIની રૃ.૨૩૩૦ કરોડની ચોખ્ખી વેચવાલી છતાં લોકલ ફંડોની તેજીએ સેન્સેક્સ ૩૫૨ પોઈન્ટ ઉછળીને ૩૨૯૪૯

- ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૬૧.૫૦ ડોલરના તળીયે : વૈશ્વિક કોમોડિટીઝના ભાવો તૂટયા

- નિફટી ૧૨૩ પોઈન્ટની છલાંગે ૧૦૧૬૭ : ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, પાવર, મેટલ, ઓઈલ-ગેસ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વ્યાપક વેલ્યુબાઈંગ : FIIની કેશમાં રૃ.૧૦૭૫ કરોડ, ફયુચર્સમાં રૃ.૧૨૫૬કરોડની ચોખ્ખી વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,ગુરૃવાર તા. 07 ડિસેમ્બર 2017

 વૈશ્વિક મોરચે કોમોડિટીઝના ભાવોમાં ઘટાડામાં મેટલ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઝડપી ઘટી આવતાં ફુગાવા-મોંઘવારીના જોખમને નાથવામાં આ કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને મદદ મળવાની અપેક્ષાએ અને ગુજરાતમાં વિધાન સભા ચૂંટણીની આવી પહોંચેલી ઘડીએ બન્ને પક્ષો વચ્ચે કાંટાની ટક્કરમાં પ્રથમ ચરણના ૯,ડિસેમ્બરના મતદાન પૂર્વે આજે ચૂંટણી પ્રચારમાં છેલ્લી ઘડીનું જોરબન્ને પક્ષોએ લગાવી દઈ પોતાની તરફેણમાં મતદારોને મનાવવાના થયેલા પ્રયાસો   બાદ સત્તા પક્ષ મેદાન મારી જવાના સંકેત વચ્ચે શેરોમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી. શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટાપાયે કરેકશન-પ્રોફિટ બુકિંગ ઓલ રાઉન્ડ જોવાયા બાદ આજે ફંડોએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ધિરાણ નીતિ સમીક્ષા બાદ રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય લઈને ફુગાવાને પ્રાથમિકતા આપતાં શેરોમાં ગાબડાં પડયા બાદ વૈશ્વિક કોમોડિટીઝ-ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાની પોઝિટીવ અસર આજે જોવાઈ હતી. ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, બેંકિંગ, ઓઈલ-ગેસ, એફએમસીજી, આઈટી, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ઓલ રાઉન્ડ તેજીએ સેન્સેક્સ ૩૫૨.૦૩ પોઈન્ટ ઉછળીને ૩૨૯૪૯.૨૧ અને નિફટી સ્પોટ ૧૨૨.૬૦ પોઈન્ટ ઉછળીને ૧૦૧૬૬.૭૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ૩૨૦૦૦ની સપાટી અકબંધ રહી : ફરી ૩૩૦૦૦ની સપાટી કુદાવવાની તૈયારી : ૩૫૨ પોઈન્ટ ઉછળીને ૩૨૯૪૯
ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૨૫૯૭.૧૮ સામે ૩૨૬૧૫.૦૫ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઝડપી ઘટાડાની પોઝિટીવ અસરે અને મારૃતી સુઝુકીમાં સારા સમાચારે ફંડોએ ઓટો શેરોમાં આક્રમક તેજી કરીને મારૃતી સુઝુકી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં આકર્ષણે અને ભારતી એરટેલ, એશીયન પેઈન્ટસ, ટાટા સ્ટીલ, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન યુનિલીવર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લુપીન, અદાણી પોર્ટસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઈન્ફોસીસ, એક્સીસ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં આકર્ષણે સેન્સેક્સ એક તબક્કે ૩૯૫.૨૭ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૨૯૯૨.૪૫ સુધી પહોંચ્યો હતો. જે અંતે ૩૫૨.૦૩ પોઈન્ટ ઉછળીને ૩૨૯૪૯.૨૧ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૦,૦૦૦ની સપાટી જળવાઈ : ઉપરમાં ૧૦૧૮૨ સુધી ઉછળી અંતે ૧૨૩ પોઈન્ટ વધીને ૧૦૧૬૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૦૪૧.૧૦ સામે ૧૦૦૬૩.૪૫ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાની સાથે સરકાર દ્વારા ઓટોમોબાઈલ ક્ષેત્રે પ્રદુષણ નિયંત્રણ માટે એમીશન ૬ ધોરણોને લાગુ કરવાની તૈયારી અને સીએનજી-ગેસ વિતરણ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તારવા પર ફોક્સ કરી રહ્યાના આકર્ષણે ગેઈલ ઈન્ડિયા સહિતના શેરોમાં તેજી અને ઓટો શેરોમાં મારૃતી સુઝુકી, બજાજ ઓટો, બોશ, આઈશર મોટર્સ સહિતમાં તેજી તેમ જ ભારતી એરટેલ, યુપીએલ, એશીયન પેઈન્ટસ, ઓરોબિન્દો ફાર્મા, હિન્દાલ્કો, એનટીપીસી, લાર્સન એન્ડટુબ્રો, બીપીસીએલ, ટાટા સ્ટીલ, વેદાન્તા, અંબુજા સિમેન્ટ સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૦૧૮૨.૬૫ સુધી પહોંચી અંતે ૧૨૨.૬૦ પોઈન્ટ વધીને ૧૦૧૬૬.૭૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૦,૩૦૦નો કોલ ૫૦.૮૦ થી ઉછળીને ૮૨.૫૦ : નિફટી ૧૦,૦૦૦નો પુટ ૧૧૪.૮૦ થી ગબડીને ૬૧.૩૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે અણધાર્યા મોટા ઉછાળામાં મંદીના ખેલંદાઓ ટ્રેપમાં આવી ગયા હતા. નિફટી ૧૦,૩૦૦નો કોલ ૧,૮૯,૪૯૬ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૭૩૩.૫૮ કરોડના કામકાજે ૫૦.૮૦ સામે ૫૩.૪૦ મથાળે ખુલીને નીચામાં ૫૦.૫૫ થઈ ઉછળીને ૮૭.૨૫ સુધી પહોંચી અંતે ૮૨.૫૦ રહ્યો હતો. નિફટી ૧૦,૦૦૦નો પુટ ૧,૫૯,૧૫૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૦૩૫.૨૮ કરોડના કામકાજે ૧૧૪.૮૦ સામે ૧૦૯.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૦૯.૫૦ થી જ નીચામાં ૬૦.૮૫ સુધી પટકાઈ અંતે ૬૧.૩૦ રહ્યો હતો. નિફટી ૧૦,૪૦૦નો કોલ ૧,૩૯,૯૫૧ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦૯૫૭.૨૨ કરોડના કામકાજે ૨૯.૪૦ સામે ૨૯.૫૦ મથાળે ખુલીને નીચામાં ૨૮.૯૦ થઈ ઉછળીને ૫૧.૧૫ સુધી પહોંચી અંતે ૪૮.૨૫ રહ્યો હતો. નિફટી ૧૦,૧૦૦નો પુટ ૧,૧૮,૭૩૨ કોન્ટ્રેકટસમાં રૃ.૯૦૯૪.૬૧ કરોડના કામકાજે ૧૫૬.૭૦ સામે ૧૫૦.૪૦ મથાળે ખુલીને નીચામાં ૮૪.૮૦ સુધી આવી અંતે ૮૮.૦૫ રહ્યો હતો.

ડિસેમ્બર નિફટી ફયુચર ૧૦૦૬૮ થી ઉછળીને ૧૦૨૦૬ : બેંક નિફટી ફયુચર ૨૪૯૨૭ થી ઉછળીને ૨૫૧૮૮
નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૩૫,૭૩૬ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦,૩૩૩.૮૩ કરોડના કામકાજે ૧૦૦૬૮.૬૫ સામે ૧૦૦૮૦ મથાળે ખુલીને નીચામાં ૧૦૦૭૯ થઈ ઉછળીને ૧૦૨૧૮.૧૫ સુધી પહોંચી અંતે ૧૦૨૦૬.૮૫ રહ્યો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૭૩,૧૭૬ કોન્ટ્રેકટસમાં રૃ.૭૩૪૫.૬૮ કરોડના કામકાજે ૨૪૯૨૭.૪૦ સામે ૨૫૦૦૧.૨૫ મથાળે ખુલીને નીચામાં ૨૪૯૪૦.૩૫ થઈ ઉછળીને ૨૫૨૦૯ સુધી પહોંચી અંતે ૨૫૧૮૮ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો કોલ ૧,૦૫,૮૭૭ કોન્ટ્રેકટસમાં રૃ.૮૩૫૪.૭૮ કરોડના કામકાજે ૧૬.૭૫ સામે ૧૮.૨૫ મથાળે ખુલીને નીચામાં ૧૬.૨૦ થઈ ઉછળીને ૨૮ સુધી પહોંચી અંતે ૨૬.૭૦ રહ્યો હતો. નિફટી ૯૯૦૦નો પુટ ૯૧,૦૦૨ કોન્ટ્રેકટસમાં રૃ.૬૭૯૬.૭૩ કરોડના કામકાજે ૮૨.૦૫ સામે ૭૭.૫૫ મથાળે ખુલીને નીચામાં ૪૧.૪૫ સુધી ગબડી અંતે ૪૨.૨૦ રહ્યો હતો. નિફટી ૯૮૦૦નો પુટ ૫૭.૯૫ સામે ૫૪.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૪.૩૦ થઈ ઘટીને ૨૮.૭૫ સુધી આવી અંતે ૨૯.૨૫ રહ્યો હતો.

ઓટો શેરોમાં આક્રમક તેજી : મારૃતી સુઝુકી રૃ.૨૮૮ ઉછળીને રૃ.૮૮૦૦ : ટાટા મોટર્સનું જગુઆરનું વેચાણ વધતાં શેર વધ્યો
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ફરી પૂરપાટ તેજી કરી મૂકી હતી. મારૃતી સુઝુકીના નવેમ્બર મહિનાના વાહનોના વેચાણમાં વધારો થયાના આંકડાના આકર્ષણ સાથે શેરમાં સતત લેવાલીએ  આજે રૃ.૨૮૦.૪૫ ઉછળીને રૃ.૮૮૮૧.૪૦, ટાટા મોટર્સનું જેગુઆર લેન્ડ રોવરનું નવેમ્બર ૨૦૧૭ મહિનામાં વૈશ્વિક વેચાણ ૧૦ ટકા વધીને ૫૨,૩૩૨ વાહનોનું નોંધાતા શેરમાં  લેવાલીએ રૃ.૫.૩૫ વધીને રૃ.૪૦૨.૧૫, બજાજ ઓટો રૃ.૮૬.૪૦ વધીને રૃ.૩૧૯૫, ટાટા મોટર્સ ડીવીઆર રૃ.૨.૭૦ વધીને રૃ.૨૨૯.૦૫, હીરો મોટોકોર્પ રૃ.૩૯.૪૦ વધીને રૃ.૩૫૩૯.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૧૧.૭૦ વધીને રૃ.૧૩૮૨.૦૫, બોશ રૃ.૫૧૯ ઉછળીને રૃ.૧૯૭૩૮.૬૦, મધરસન સુમી રૃ.૮.૩૦ વધીને રૃ.૩૬૫.૦૫, આઈશર મોટર્સ રૃ.૬૫૨.૩૦ ઉછળીને રૃ.૨૮૮૫૭.૦૫, અશોક લેલેન્ડ રૃ.૨.૩૫ વધીને રૃ.૧૧૬.૯૦, ટીવીએસ મોટર રૃ.૧૪.૭૦ વધીને રૃ.૭૪૮.૮૦, ભારત ફોર્જ રૃ.૬.૭૫ વધીને રૃ.૭૦૩.૨૦, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૭.૬૫ વધીને રૃ.૮૬૮.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૧૦.૬૫ વધીને રૃ.૧૩૮૧, એમઆરએફ રૃ.૨૮૫.૮૦ વધીને રૃ.૬૭૦૮૦.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૮૮.૧૯ પોઈન્ટ ઉછળીને ૨૫૦૭૯.૧૯ બંધ રહ્યો હતો.

જવેલરી તેજી : રાજેશ એક્ષપોર્ટસ રૃ.૩૫ ઉછળીને રૃ.૮૦૦ : બજાજ ઈલેક્ટ્રિકલ્સ, બ્લુ સ્ટાર, ટાઈટન, ટીટીકે પ્રેસ્ટિજ ઉછળ્યા
જવેલરી કંપનીઓના શેરોમાં ફંડોની આજે આક્રમક લેવાલી સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ ફરી મોટી લેવાલી કરી હતી. રાજેશ એક્ષપોર્ટસ રૃ.૩૪.૪૫ ઉછળીને રૃ.૭૯૯.૮૫, ટાઈટન રૃ.૨૫.૪૦ ઉછળીને રૃ.૮૦૦.૪૦, પીસી જવેલર રૃ.૫.૯૫ વધીને રૃ.૪૦૬.૪૦, બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૃ.૧૯.૮૦ વધીને રૃ.૪૯૩.૦૫, બ્લુ સ્ટાર રૃ.૨૬.૬૦ વધીને રૃ.૭૮૫.૯૫, ટીટીકે પ્રેસ્ટિજ રૃ.૧૮૯.૫૦ ઉછળીને રૃ.૭૦૩૦.૨૦, વ્હર્લપુલ રૃ.૩૧.૭૫ વધીને રૃ.૧૫૪૧.૫૫, સિમ્ફની રૃ.૨૨.૭૫ વધીને રૃ.૧૫૯૩.૦૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૨૩.૫૫ પોઈન્ટ ઉછળીને ૨૧૫૮૩.૫૧ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં તેજી : સેઈલનું આર્સેલર મિત્તલ સાથે સંયુક્ત સાહસ, શેર વધીને રૃ.૭૯ : જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોએ ફરી આક્રમક તેજી કરી હતી. સેઈલ દ્વારા આગામી સપ્તાહમાં આર્સેલર મિત્તલ સાથે એક અબજ ડોલરનું સંયુક્ત સાહસને મંજૂર કરવામાં આવશે એવા અહેવાલના આકર્ષણે શેર રૃ.૨.૮૦ વધીને રૃ.૭૮.૭૦ રહ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૭.૭૦ વધીને રૃ.૨૫૦.૧૫, ટાટા સ્ટીલ રૃ.૧૯.૮૫ વધીને રૃ.૬૮૭.૯૦, જિન્દાલ સ્ટીલ રૃ.૪.૪૦ વધીને રૃ.૧૬૩.૦૫, હિન્દાલ્કો રૃ.૫.૪૦ વધીને રૃ.૨૩૭.૧૦, નાલ્કો રૃ.૧.૧૫ વધીને રૃ.૭૭.૩૦, વેદાન્તા રૃ.૪.૧૦ વધીને રૃ.૨૮૫.૮૫, એનએમડીસી રૃ.૧.૫૫ વધીને રૃ.૧૨૯.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૃ.૧.૬૦ વધીને રૃ.૨૮૭.૬૫ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ : આઈસીઆઈસીઆઈ બેંક, ફેડરલ બેંક, યશ બેંક, સ્ટેટ બેંક, બીઓબી, પીએનબી વધ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે રેપો રેટ યથાવત રાખવામાં આવતાં બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ થયા બાદ આજે શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૬.૬૦ વધીને રૃ.૩૦૬, ફેડરલ બેંક રૃ.૧.૯૫ વધીને રૃ.૧૦૯.૭૦, યશ બેંક રૃ.૪.૩૦ વધીને રૃ.૩૧૦.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૪.૩૫ વધીને રૃ.૩૧૬.૬૦, બેંક ઓફ બરોડા રૃ.૨ વધીને રૃ.૧૬૭.૯૫, પીએનબી રૃ.૧.૭૦ વધીને રૃ.૧૭૩.૭૫, એક્સીસ બેંક રૃ.૪.૩૫ વધીને રૃ.૫૩૪.૧૫, એચડીએફસી બેંક રૃ.૬.૭૦ વધીને રૃ.૧૮૦૯.૦૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૪.૧૦ વધીને રૃ.૧૮૬.૪૫, યુનિયન બેંક રૃ.૨.૫૫ વધીને રૃ.૧૫૭.૮૫ રહ્યા હતા.

સીએનજી સહિત ગેસનું ઈન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક વિસ્તારાશે : ગેઈલ, પેટ્રોનેટ એલએનજી, આઈજીએલ, એચપીસીએલ ઉંચકાયા
સીએનજી સહિત ગેસનું દેશમાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિસ્તારવા મોટાપાયે પાઈપલાઈન-ઈન્ફ્રાસ્ટ્રકચર માટે જંગી રોકાણની યોજનાએ ગેસ કંપનીઓના શેરોમાં ફંડોએ લેવાલી કરી હતી. ગેઈલ ઈન્ડિયા રૃ.૩૬.૪૫ ઉછળીને રૃ.૪૯૨.૮૦, પેટ્રોનેટ એલએનજી રૃ.૧૨.૩૫ વધીને રૃ.૨૫૬.૫૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૃ.૮.૫૦ વધીને રૃ.૩૩૨.૩૫, એચપીસીએલ રૃ.૭.૪૦ વધીને રૃ.૪૧૨.૭૫, બીપીસીએલ રૃ.૭.૧૦ વધીને રૃ.૪૯૮.૨૦, ઓએનજીસી રૃ.૧.૩૦ વધીને રૃ.૧૭૭.૧૦, આઈઓસી રૃ.૨.૭૦ વધીને રૃ.૩૯૧.૨૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૩.૧૫ વધીને રૃ.૯૩૦.૬૫ રહ્યા હતા.

પાવર શેરોમાં તેજી : લાર્સનને રૃ.૧૬૦૦ કરોડના ઓર્ડરે વધ્યો : અદાણી પાવર, ટાટા પાવર, જેએસડબલ્યુ એનજીૅ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે આકર્ષણ રહ્યું હતું. અદાણી પાવર રૃ.૨ વધીને રૃ.૩૪.૭૦, ટાટા પાવર રૃ.૩.૩૦ વધીને રૃ.૯૦.૮૦, જેએસડબલ્યુ એનજીૅ રૃ.૨.૮૫ વધીને રૃ.૮૧.૫૦, રિલાયન્સ ઈન્ફ્રાને બાંગ્લાદેશ તરફથી મોટા ઓર્ડરના સમાચારે શેર  રૃ.૧૪.૨૦ વધીને રૃ.૪૫૪.૮૦, સિમેન્સ રૃ.૩૦.૭૦ વધીને રૃ.૧૧૫૯.૬૫, થર્મેક્સ રૃ.૩૪.૩૦ વધીને રૃ.૧૧૧૫.૧૫, એનટીપીસી રૃ.૪.૫૦ વધીને રૃ.૧૭૯.૭૫, લાર્સન એન્ડ ટુબ્રોને તેના એલ એન્ડ ટી હાઈડ્રોકાર્બન એન્જિનિયરીંગને એચપીસીએલ તરફથી રૃ.૧૬૦૦ કરોડનો ઓર્ડર મળ્યાના સમાચારે રૃ.૨૯.૧૦ વધીને રૃ.૧૨૧૯.૧૫, બીઈએમએલ રૃ.૬૨.૫૫ વધીને રૃ.૧૫૭૩.૨૦, હવેલ્સ ઈન્ડિયા રૃ.૧૫.૬૦ વધીને રૃ.૫૨૫.૯૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજી : ૨૩૨ શેરોમાં ઓનલી બાયરની સર્કિટ : ૧૮૭૩ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ફરી વ્યાપક લેવાલીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૦ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૮૭૩ અને ઘટનારની સંખ્યા ૮૦૬ રહી હતી. ૨૩૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FIIની કેશમાં રૃ.૧૦૭૫ કરોડ, ફયુચર્સમાં રૃ.૧૨૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૃ.૬૯ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-ગુરૃવારે કેશમાં રૃ.૧૦૭૫.૬૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૪૪૮૩.૨૯ કરોડની ખરીદી સામે કુલ રૃ.૫૫૫૮.૯૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૯૨૬.૬૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૩૮૫૦.૨૦ કરોડની ખરીદી સામે કુલ રૃ.૨૯૨૩.૫૨ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૃ.૧૨૫૬.૨૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૯૧૪.૨૨ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૩૪૨.૦૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.

Post Comments