Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

TCSના અપેક્ષિત સારા ત્રિમાસિક પરિણામ ચોખ્ખો નફો ૮.૪% વધીને રૃ.૬૪૪૬ કરોડ

- આવક ૪.૩ ટકા વધીને રૃ.૩૦,૫૪૧ કરોડ : ૧૫,૮૬૮ કર્મચારીઓનો ઉમેરો કર્યો : શેર દીઠ રૃ.૭ ઈન્ટરીમ ડિવિડન્ડ

મુંબઈ,ગુરૃવાર તા.12 ઓક્ટોબર 2017

આઈટી-સોફટવેર સર્વિસિઝ ક્ષેત્રે ભારતની નંબર વન કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ) લિમિટેડે ૩૧,સપ્ટેમ્બર ૨૦૧૭ના પૂરા થયેલા બીજા ત્રિમાસિકના અપેક્ષિત સારા પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૮.૪ ટકા વધીને રૃ.૬૪૪૬ કરોડ થયો છે. જ્યારે કુલ આવક ૪.૩ ટકા વધીને રૃ.૩૦,૫૪૧ કરોડ હાંસલ કરી છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકની તુલનાએ ચોખ્ખા નફામાં ૨.૧ ટકા અને આવકમાં ૩.૨ ટકાની વૃદ્વિ નોંધાવી છે.

કંપનીનો ઓપરેટીંગ નફો ૨૫.૧ ટકા વધ્યો છે.જેમાં ૧૭૦ બેઝિઝ પોઈન્ટની વૃદ્વિ થઈ છે.

અલબત ૨૬ થી ૨૮ ટકા અંદાજીત વૃદ્વિથી આ વૃદ્વિ ઓછી થઈ છે. કંપનીની ત્રિમાસિક ધોરણે આવક ડોલરમાં ૩.૨ ટકા વધીને ૪૭૩.૯૦ કરોડ ડોલર થઈ  છે. કંપનીએ શેર દીઠ રૃ.૭ ઈન્ટરીમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્રિમાસિકમાં કંપનીએ ૧૦ લાખ ડોલરથી વધુ બેન્ડમાં ૨૮ નવા ગ્રાહકો મેળવ્યા છે.

આ બીજા ત્રિમાસિકમાં કંપનીમાં કુલ ૧૫,૮૬૮ કર્મચારીઓની નિમણૂક થઈ છે. આ સાથે ૩૦,સપ્ટેમ્બર ૨૦૧૭ના અંતા કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ૩,૮૯,૨૧૩ થઈ છે. ટીસીએસના સીઈઓ અને મેનેજીંગ ડિરેકટર રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે, કંપનીએ બીજા ત્રિમાસિકમાં મોટા ડીલ મેળવ્યા સાથે સારી પાઈપલાઈન અને રીટેલ ક્ષેત્ર બોટમઆઉટ થઈ રહ્યું હોઈ કંપની માટે પણ સરળ સ્થિતિમાં મૂકી રહ્યું છે.

Post Comments