Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવાથી અનેક ખાંડ મિલો વંચિત રહેવા વકી

- લાભ લેવા માટે મિલોએ સરકાર દ્વારા જારી નિર્દેશોનું પાલન કરવાનું રહે છે

મુંબઈ, તા. 16 મે 2018, બુધવાર

દેશની અંદાજે ૩૮થી ૪૦ ટકા ખાંડ મિલો કેન્દ્ર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નાણાંકીય પેકેજનો લાભ કદાચ લાભ નહીં મેળવી શકે. પેકેજ માટેની આવશ્યક શરતોનું કદાચ અનેક મિલો પાલન નહીં કરી શકે. મિલો દ્વારા શેરડીના ખેડૂતોને ચૂકવવાના બાકી રહેલા નાણાંને ધ્યાનમાં રાખી કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોને વર્તમાન પિલાણ મોસમ માટે પ્રતિ ટન શેરડી દીઠ રૃપિયા ૫૫ની મદદ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ મદદ ખેડૂતોને જ સીધી ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવા છતાં અને મિલો દ્વારા તેમને આપવાની રહેતી રકમ સામે તે એડજસ્ટ કરવાની હોવા છતાં, સરકારે જણાવ્યું છે કે આ રાહત માત્ર એવી મિલોને જ મળશે જેણે અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વર્તમાન મોસમ દરમિયાન જારી કરાયેલા દરેક નિર્દેશોનું પાલન કર્યું હશે.

વિભાગ દ્વારા જારી કરાયેલા વિવિધ નિર્દેશોમાંનો એક નિર્દેશ મિલો દ્વારા ખાંડના સ્ટોક હોલ્ડિંગને લગતો છે, જેનું પાલન કરવાનું મિલો માટે શકય નહીં હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન દ્વારા અગાઉ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

અનેક મિલો પાસે સ્ટોરેજ માટેની જગ્યાના અભાવે તેઓ નિર્દેશ પ્રમાણેના સ્ટોકસને જાળવી શકતી નથી અને ખાંડનું વેચાણ કરી નાખવાની ફરજ પડે છે. આ ઉપરાંત ખેડૂતોને પણ શેરડી પેટે નાણાં ચૂકવવા માટે સ્ટોક ખાલી કરવાનું જરૃરી બની રહે છે.

ખાંડ મિલોએ ખેડૂતોને અંદાજે રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ચૂકવવાના બાકી છે. ખાંડના ઘટી રહેલા ભાવની સ્થિતિમાં મિલો માટે ચૂકવણી કરવાનું મુશકેલ બની ગયું છે.

Post Comments