Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મે મહિનાની નીચી સપાટીએથી ખાંડના ભાવમાં ત્રણ સપ્તાહમાં વીસ ટકાથી પણ વધુ ઉછાળા

- મિલો તરફથી ખાંડનો પૂરવઠો નિયંત્રિત રહેવાની ધારણાએ ભાવ વધ્યાનો કરાઇ રહેલો દાવો

મુંબઈ, તા. 12 જૂન 2018, મંગળવાર

ખાંડના ભાવ છેલ્લા ત્રણ સપ્તાહમાં ૨૨ ટકા જેટલા વધીને માર્ચની ઊંચી સપાટીને પાર કરી ગયા છે. ૧૯મીમેના રોજ  એમ૩૦ ગ્રેડની ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૨૭૬૨ હતા તે આજે સ્થાનિક બજારમાં રૃપિયા ૩૪૭૦ બોલાતા હતા.

માગ કરતા પૂરવઠો વધી જતા મેમાં ખાંડના ભાવ ઘટી ગયા હતા. ખાંડના પૂરવઠાને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા સ્ટોક રિલીઝ લિમિટ લાગુ કરાતા અને ખાંડની ભાવ બાંધણી કરાતા મિલો તરફથી ખાંડનો પૂરવઠો ઓછો રહેવાની અપેક્ષાએ ખાંડના ભાવ હાલમાં ઊંચકાયા છે. એસ ગ્રેડના ખાંડના ભાવ આજે ઊંચામાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૩૦૧ બોલાતા હતા.

માર્ચના પ્રથમ સપ્તાહમાં  એમ૩૦ વેરાયટીના ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવ રૃપિયા ૩૩૪૬  બોલાતા હતા. ખાંડની વર્તમાન મોસમ જે ૩૦ સપ્ટેમ્બરના પૂરી થશે તેમાં ખાંડનું ઉત્પાદન ૩.૧૫ કરોડ ટન રહેવાનો અંદાજ છે.

આ ઉપરાંત અગાઉનો ૪૦ લાખ ટનનો કેરી ઓવર સ્ટોકને ધ્યાનમાં રાખતા એક કરોડ ટન ખાંડ વધારાની જોવા મળશે કારણ કે ભારતનો ખાંડનો વાર્ષિક વપરાશ ૨.૫૦ કરોડ ટન છે.
તાજેતરના સમયમાં ખાંડનો માલ ભરાવો થતાં તેના ભાવ ઘટી ગયા હતા અને ખાંડ મિલો દ્વારા ખેડૂતોને ચૂકવવાની બાકી રહેતી રકમમાં વધારો થયો હતો. આ હકીકતને ધ્યાનમાં રાખી સરકારે ખાંડ ઉદ્યોગ માટે રૃપિયા ૮૫૦૦ કરોડનું પેકેજ ગયા સપ્તાહમાં જાહેર કર્યું હતું.

ખાંડમાં હાલનો ભાવ વધારો સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજના તાત્કાલિક પ્રતિસાદના રૃપમાં છે, એમ બજારના વર્તુળો જણાવી રહ્યા છે. સરકારે ખાંડ મિલોને વીસ લાખ ટન ખાંડની નિકાસ કરવા છૂટ આપી છે પરંતુ વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ અહી ંકરતા નીચા છે. વર્તમાન વર્ષમાં  અત્યારસુધી માત્ર ૭૫૦૦૦ થી ૮૦,૦૦૦ ટનના નિકાસ ઓર્ડર મળ્યાનું સુત્રોએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજથી ખાંડ મિલો દ્વારા ખેડૂતોને એક વર્ષની અંદર રૃપિયા ૯૧ અબજની જ ચૂકવણી થઈ શકવાની શકયતા છે જ્યારે બાકી ચૂકવણીનો આંક રૃપિયા ૨૨૦ અબજ છે.
 વર્તમાન વર્ષે ચોમાસુ સારુ રહેવાની અપેક્ષાએ શેરડીનો પાક પણ વધુ આવવાની ધારણાં છે.

Post Comments