Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંગતેલમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : આયાતી ખાધતેલોના ભાવમાં વધારો : સોયાબીન વાયદામાં તેજીની સર્કિટ અ

- વિશ્વ બજારમાં વિવિધ ખાધતેલોના ભાવ ઉંચકાયા

- પામતેલમાં  માગ વધતાં ૬૦૦થી ૭૦૦ ટનના વેપાર થયા મલેશિયાથી ભારત તરફ પામતેલની નિકાસમાં વૃધ્ધિ નોંધાઈ

મુંબઈ,તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર

મુંબઈ તેલ-બિયાં બજાર આજે  દેશી તથા આયાતી ખાધતેલોમાં સામસામા રાહ વચ્ચે ભાવમાં મિશ્ર હવામાન જોવા  મળ્યું હતું. રાજકોટ બાજુ સિંગતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવ ફરી નીચા આવ્યા હતા.  વિશ્વ બજારમાં જોકે આજે વિવિધ ખાધતેલોના ભાવ વધી ગયાના  સમાચાર હતા તેના પગલે ઘરઆંગણે પણ આજે પામતેલમાં માગ વધતાં તથા વેચવાલી ધીમી પડતાં ઘરઆંગણે ભાવ ઉંચા બોલાયા હતા.  પામતેલના ભાવ આજે મુંબઈ બજારમાં વધી ૧૦ કિલોના હવાલા રિસેલના જેએનપીટીના રૃ.૬૩૩ વાળા ૬૩૮ હતા. મુંબઈના ભાવ બોલાતા ન હતા. આજે હવાલા રિસેલમાં આજે રૃ.૬૩૬થી ૬૩૮માં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા જ્યારે એક રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના વેપારો ફેબુ્રઆરી માટે રૃ.૬૪૦ તથા માર્ચ-૧૫ સુધીની ડિલીવરી માટે રૃ.૬૪૩માં મળીને આશરે ૫૦૦ ટનના વેપારો થયા હતા. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૃ.૫૭૩ વાળા રૃ.૫૭૭ હતા સીપીઓ વાયદાના ભાવ રૃ.૫૮૦.૯૦ રહ્યા પછી રૃ.૫૭૫ થઈ આજે ભાવ રૃત૫૭૮.૫૦  બોલાયા હતા. જ્યારે  સોયાતેલ વાયદાના ભાવ ૭૪૧.૪૦ રહ્યા પછી રૃ.૭૩૯.૧૦ રહ્યા હતા.  સોયાબીનના વાયદામાં આજે ચાલુ બજારે ભાવ ઉછળતાં  તેજીની ૩ ટકાની સર્કિટ લાગી હતી જે ત્યારબાદ ખુલી ગઈ હતી અને સાંજે ભાવ  એક ટકો ઉંચા બોલાઈ રહ્યાના સમાચાર હતા.

દરમિયાન વિશ્વ બજારમાં અમેરિકામાં શિકાગો સોયાતેલનો વાયદો પ્રોજેકશનમાં વધી સાંજે ૨૭થી ૨૮ પોઈન્ટ પ્લસમાં હતો. મલેશિયામાં  પામતેલનો વાયદો વધી છેલ્લે ૫૫, ૩૧, ૨૬ તથા ૨૭ પોઈન્ટ પ્લસમાં બંધ હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ આજે પાંચ ડોલર વધી આવ્યા હતા. મુંબઈમાં સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૃ.૮૭૦ના મથાળે સૂસ્ત હતા. જયારે રાજકોટ બાજુ ભાવ રૃ.૮૪૦ વાળા રૃ.૮૨૫થી ૮૩૦ તથા ૧૫ કિલોના ભાવ રૃ.૧૩૪૦ થઈ રૃ.૧૩૨૦ થી ૧૩૩૦ રહ્યાના સમાચાર હતા.

મગફલીની આવકો ગોંડલ બાજુ આશરે ૯ હજાર ગુણીની તથા રાજકોટ બાજુ આવી આવકો ૮ હજાર ગુણી આવી હતી તથા મથકોએ મગફળીના હાજરભાવ ૨૦ કિલોના જાતવાર રૃ.૬૮૦થી ૬૯૦ તથા ઉંચામાં ભાવ રૃ.૭૮૦થી ૭૯૦ રહ્યા હતા. મુંબઈમાં ૧૦ કિલોના ભાવ સોયાતેલ રિફા.ના રૃ.૭૨૫ વાળા ૭૩૫ હતા.  સનફલાવરના ભાવ રૃ.૬૬૫ તથા રિફા.ના રૃ.૭૨૦ હતા.  કપાલસિયા તેલના ભાવ રૃ.૭૧૦ વાળા ૭૧૫ તથા કોપરેલના ભાવ રૃ.૧૮૦૦ વાળા ૧૮૧૦ હતા. દિવેલના ભાવ રૃ.૧થી ૨ ઘટી કોમર્શિયલના  રૃ.૮૮૩, એફએસજીના રૃ.૮૯૩ તથા એફએસજી કંડલાના ૮૬૪ હતા. મુંબઈ એરંડાના હાજર ભાવ રૃ.૪૨૭૫ વાળા ૪૨૬૫ હતા.  મુંબઈ ખોળ બજારમાં  ટનના ભાવ સનફલાવર ખોળના રૃ.૧૯૫૦૦ વાળા રૃ.૨૦૦૦૦ જયારે એરંડા ખોળના ભાવ રૃ.૪૨૪૫ વાળા ૪૨૬૫ હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા. વિશ્વ બજારમાં મળેલા સમાચાર મુજબ આર્જેન્ટીનામાં  વરસાદની ચાલ  અનિયમિત રહી છે.  જમીનમાં  પાણીનું  સ્તર ઘટયું  છે.

જોકે  તાજેતરમાં  શરૃ થયેલી ટ્રકોની હડતાળ સમાપ્ત થઈ છે તેના બંદરોએ ઉભા રહેલા આશરે ૧૦૦ જહાજોનેત્યાં ફરી માલ સામાન મળતો થઈ જવાની આશા છે. મલેશિયામાં પામતેલનો સ્ટોક જાન્યુઆરીના અંતે  ૬.૮૦ ટકા ઘટી  ૨૫ લાખ ટન નોંધાયો છે. ત્યાં  જાન્યુ.માં પામતેલનું   ઉત્પાદન ૧૩.૫૦ ટકા ઘટી ૧૬  લાખ ટન થયું છે.  જાન્યુ.માં પામતેલની કુલ નિકાસ ૬ ટકા વધી ૧૫ લાખ ટન થઈ હોવાનું  મલેશિયન પામ ઓઈલ  બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં સનફલાવરના ભાવ કાચા માલોના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીઓના ૮૦૭.૫૦થી ૮૧૭.૫૦ ડોલર બોલાયા હતા. ઘરઆંગણે  આજે મધ્યપ્રદેશ બાજુ  મથકોએ સોયાબીનની આવકો ૫૦ હજાર ગુણી આવી હતી ત્યાં  સોયાબીનના હાજર ભાવ રૃ.૩૭૦૦થી ૩૮૨૫ તથા પ્લાન્ટ ડિલીવરીના ૩૮૦૦થી ૩૮૭૫ હતા.

 ત્યાં  સોયાતેલના ભાવ રૃ.૭૦૨થી ૭૦૭ તથા રિફા.ના ૭૩૫થી ૭૪૦ હતા. મલેશિયામાં  ચાલુ મહિનાના  પ્રથમ ૧૦ દિવસમાં  પામતેલનું  ઉત્પાદન ૫.૫૩ ટકા ઘટયાના સમાચોર હતા. ત્યાંથી આ ગાળામાં  પામતેલની નિકાસ ૧૦.૬૦ ટકા વધી ૪૨૧૧૭૯ ટન થઈ છે જ્યારે  મલેશિયાથી આ ગાળામાં  ભારત તરફ નિકાસ ૬૨૮૮૦ ટનથી વધી ૭૯૨૨૦ ટન થયાના સમાચારો હતા.

Post Comments