Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુ. ફંડોનું ઉછાળે સતત ઓફલોડિંગ : સેન્સેક્સનો ૧૮૫ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૭ પોઈ

- ડોલર ૧૬ પૈસા વધીને રૃ.૬૭.૬૪ : ક્રુડ ઓઈલ ઘટીને ૭૫.૮૧ ડોલર

- નિફટી સ્પોટ ૧૦૮૯૩ સુધી જઈ અંતે ૧૪ પોઈન્ટ વધીને ૧૦૮૫૭ : આઈટી, ફાર્મા, બેંક શેરોમાં આકર્ષણ : DIIની કેશમાં રૃ.૪૮૭ કરોડની ચોખ્ખી ખરીદી, FIIની ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ, તા.13 જૂન 2018, બુધવાર

ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના આંક એપ્રિલના નજીવા વધીને આવ્યા સામે ફુગાવાનો આંક વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ આવતાં શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ફરી આંચકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોનું સતત ઓફલોડિંગ થયું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ભારતીય શેર બજારોમાંથી સતત એક્ઝિટ ચાલુ રહ્યા સામે લોકલ ફંડોનું આંકડામાં મોટું બાઈંગ થતું જોવાઈ રહ્યું હોવા છતાં આ લોકલ ફંડો પૈકી મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સ્મોલ, મિડ કેપ શેરોમાં વિવિધ પોર્ટફોલિયોમાંથી શેરો વેચીને નફો ઘરભેગો કરવાની ચાલુ રહી સામે આ ફંડો લાર્જ કેપ શેરોમાં રોકાણ વધારી રહ્યા હોઈ ઈન્ડેક્સ બેઝડ બજારની મજબૂતી જોવાઈ રહી હતી.

અલબત ઈન્ડેક્સ બેઝડ પણ આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ફાર્મા, બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોના આકર્ષણ સામે મેટલ, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ઉછાળે ઓફલોડિંગ થતાં ઈન્ડેક્સનો આરંભિક ઉછાળો અંતે ધોવાતો જોવાયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ બ્રેન્ટ ઘટીને ૭૫.૮૧ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૬ ડોલર નજીક રહ્યા હતા. રૃપિયા સામે અમેરિકી ડોલર ૧૬ પૈસા વધીને રૃ.૬૭.૬૪ રહ્યો હતો. બેંકિંગ, ફાર્મા, આઈટી શેરોમાં આકર્ષણે સેન્સેક્સ અંતે ૪૬.૬૪ પોઈન્ટ વધીને ૩૫૭૩૯.૧૬ અને નિફટી સ્પોટ ૧૩.૮૫ પોઈન્ટ વધીને ૧૦૮૫૬.૭૦ બંધ રહ્યા હતા.  

સેન્સેક્સ આરંભિક તેજીમાં ૧૮૫ પોઈન્ટ ઉછળીને ૩૫૮૭૭ સુધી જઈ પાછો ફરીને અંતે ૪૭ પોઈન્ટ વધીને ૩૫૭૩૯
ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૫૬૯૨.૫૨ સામે ૩૫૮૩૫.૪૪ મથાળે ખુલીને ફાર્મા શેરોમાં ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા શેરોમાં ફંડોની સતત લેવાલી અને આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો સહિતમાં આકર્ષણે અને પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, એક્સીસ બેંક, હીરો મોટોકોર્પ, યશ બેક, કોલ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં આકર્ષણે એક તબક્કે ૧૮૪.૮૯ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૫૮૭૭.૪૧ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ફંડોની નફારૃપી વેચવાલીએ ટાટા સ્ટીલ, અદાણી પોર્ટસ, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, ઓએનજીસી, આઈટીસી, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક બેંક, મારૃતી સહિતમાં નરમાઈએ અફડાતફડીમાં સેન્સેક્સ નીચામાં ૩૫૭૧૫.૯૬ સુધી ઘટી આવી અંતે ૪૬.૬૪ પોઈન્ટ વધીને ૩૫૭૩૯.૧૬ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૦૮૯૩ની ઊંચાઈએ પહોંચી અંતે ૧૪ પોઈન્ટ વધીને ૧૦૮૫૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૮૪૨.૮૫ સામે ૧૦૮૮૭.૫૦ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં ફાર્મા શેરો ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા, લુપીન, સન ફાર્મા સહિત વધી આવતાં અને ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજીસમાં ડોલરની મજબૂતીએ ફંડો લેવાલ રહેતાં અને હિન્દાલ્કો, ટાઈટન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈશર મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આકર્ષણે એક તબક્કે વધીને ૧૦૮૯૩.૨૫ સુધી પહોંચ્યો હતો. જે ટાટા સ્ટીલ, ઝી, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટસ, એચપીસીએલ, આઈટીસી સહિતમાં વેચવાલીએ સુધારો ઓસરતો જઈ નીચામાં ૧૦૮૪૨.૬૫ સુધી આવી અંતે ૧૩.૮૫ પોઈન્ટ વધીને ૧૦૮૫૬.૭૦ બંધ રહ્યો હતો.

ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ તેજી : નિફટી સ્પોટ ૧૦૫૬૫ના ક્લોઝિંગ સ્ટોપ લોસ : ૧૦૯૪૦ અંતિમ પ્રતિકારક સપાટી
ટેકનીકલની નિફટી સ્પોટમાં નજીકનો ટ્રેન્ડ તેજી બતાવાઈ રહ્યો છે. નિફટી સ્પોટ ૧૦૫૬૫ના ક્લોઝિંગ સ્ટોપ લોસે તેજીનું ધ્યાન બતાવાયું છે. નિફટી સ્પોટ ૧૦૯૪૦ અંતિમ ક્લોઝિંગ પ્રતિકારક સપાટી છે.

નિફટી ૧૦,૯૦૦નો કોલ ૬૯.૬૫ થી વધીને ૮૨.૦૫ સુધી જઈ અંતે ૭૧.૫૦ : નિફટી ૧૧,૦૦૦નો કોલ વધીને ૪૧.૬૦
ડરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ તેજીનો વેપાર વધાર્યો હોવાની ચર્ચા હતી. નિફટી ૧૦,૯૦૦નો કોલ ૧,૫૯,૭૨૮ કોન્ટ્રેકટસમાં રૃ.૧૩,૧૪૭.૩૩ કરોડના કામકાજે ૬૯.૬૫ સામે ૮૨.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૮૨.૦૫ અને નીચામાં ૬૬.૩૫ સુધી આવી અંતે ૭૧.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો કોલ ૧,૪૫,૦૪૩ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૦૦૬.૫૭ કરોડના કામકાજે ૩૪.૭૫ સામે ૩૬.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૧.૬૦ અને નીચામાં ૩૨.૨૫ સુધી આવી અંતે ૩૪.૭૦ રહ્યો હતો. નિફટી ૧૦,૮૦૦નો પુટ ૧,૫૪,૮૯૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૬૪૨.૬૨ કરોડના કામકાજે ૮૯.૬૫ સામે ૮૯ મથાળે ખુલીને નીચામાં ૭૨.૬૫ થઈ વધીને ૯૧.૮૦ સુધી પહોંચી અંતે ૮૧.૫૫ રહ્યો હતો.

જૂન નિફટી ફયુચર ૧૦,૮૩૯ થી વધીને ૧૦,૮૭૩ થઈ અંતે ૧૦,૮૪૯ : બેંક નિફટી ફયુચર ૨૬૬૧૬ થી વધીને ૨૬૬૫૧
નિફટી જૂન ફયુચર ૮૧,૨૮૫ કોન્ટ્રેકટસમાં રૃ.૬૬૧૫.૭૧ કરોડના કામકાજે ૧૦,૮૩૯.૦૫ સામે ૧૦,૮૬૦.૦૫ મથાળે ખુલીને નીચામાં ૧૦,૮૩૧.૫૦ થઈ વધીને ૧૦,૮૭૩.૫૦ સુધી પહોંચી અંતે ૧૦,૮૪૯ રહ્યો હતો. બેંક નિફટી ફયુચર ૭૧,૯૦૬ કોન્ટ્રેકટસમાં રૃ.૭૬૭૦.૦૫ કરોડના કામકાજે ૨૬,૬૧૬.૧૫ સામે ૨૬,૭૦૦.૦૫ મથાળે મથાળે ખુલીને ઉપરમાં ૨૬,૭૩૨.૬૦ સુધી પહોંચી નીચામાં ૨૬,૫૭૩ સુધી આવી અંતે ૨૬,૬૫૧.૨૦ રહ્યો હતો. નિફટી ૧૦,૭૦૦નો પુટ ૫૮.૩૦ સામે ૫૭.૯૦ મથાળે ખુલીને નીચામાં ૪૬.૭૦ થઈ વધીને ૬૦.૧૦ સુધી પહોંચી અંતે ૫૨.૫૦ રહ્યો હતો. નિફટી ૧૦,૬૦૦નો પુટ ૩૮.૩૫ સામે ૩૪.૮૦ મથાળે ખુલીને નીચામાં ૩૦.૦૫ થઈ વધીને ૩૮.૯૦ સુધી પહોંચી અંતે ૩૩.૬૦ રહ્યો હતો. નિફટી ૧૧,૧૦૦નો કોલ ૧૫.૮૦ સામે ૧૯ ખુલીને નીચામાં ૧૪.૨૫ થઈ અંતે ૧૫.૪૫ રહ્યો હતો.

ડોલર ૧૬ પૈસા વધીને રૃ.૬૭.૬૪ : ટીસીએસમાં શેરોના બાયબેક માટે ૧૫,જૂનના મીટિંગ : રૃ.૪૩ ઉછળીને રૃ.૧૮૨૪
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે રૃપિયા સામે અમેરિકી ડોલર ૧૬ પૈસા વધીને રૃ.૬૭.૬૪ થઈ જતાં અને ટીસીએસમાં શેરોના બાયબેક માટેની દરખાસ્ત પર વિચારણા માટે ૧૫,જૂન ૨૦૧૮ના બોર્ડ મીટિંગ યોજવાનું જાહેર કરાતાં ફંડો લેવાલ રહ્યા હતા. ટીસીએસ રૃ.૪૩.૨૦ વધીને રૃ.૧૮૨૪.૨૦, ઈન્ફોસીસ રૃ.૧૭.૭૦ વધીને રૃ.૧૨૭૬.૧૦, વિપ્રો રૃ.૨.૬૦ વધીને રૃ.૨૬૮.૯૫, એચસીએલ ટેકનોલોજી રૃ.૮.૧૫ વધીને રૃ.૯૨૨.૭૦, ટેક મહિન્દ્રા રૃ.૪.૨૫ વધીને રૃ.૭૧૩.૪૫, ઓરેકલ ફિનસર્વ રરૃ.૩૫.૨૦ વધીને રૃ.૩૯૯૧.૫૦ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન વધુ કવર થઈ : બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ, એક્સીસ બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં આજે ઓવરસોલ્ડ પોઝિશન વધુ કવર થતી જોવાઈ હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૧.૦૮ પોઈન્ટ વધીને ૨૯૮૯૪.૫૪ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૃ.૩.૪૦ વધીને રૃ.૧૩૬.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૪.૮૦ વધીને રૃ.૨૮૭.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૩.૫૫ વધીને રૃ.૨૯૦.૮૦, એક્સીસ બેંક રૃ.૨.૯૫ વધીને રૃ.૫૩૯.૭૫, અલ્હાબાદ બેંક રૃ.૪૬.૬૦, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧.૨૫ વધીને રૃ.૧૦૨.૭૦, સિન્ડિકેટ બેંક રૃ.૫૨.૦૫, યુનિયન બેંક રૃ.૧ વધીને રૃ.૯૫.૫૫, જે એન્ડ કે બેંક રૃ.૫૯, આઈડીબીઆઈ બેંક રૃ.૬૨.૦૫ રહ્યા હતા.

ફાર્મા-હેલ્થકેર શેરોમાં અવિરત તેજી : નેકટરલાઈફ, ગ્લેક્સો, કેડિલા હેલ્થકેર, ડો.રેડ્ડીઝ લેબ., સિપ્લા, લુપીન વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર કંપનીઓના શેરોમાં ફંડોની આજે અવિરત લેવાલી રહી હતી. નેક્ટરલાઈફ રૃ.૩.૮૫ વધીને રૃ.૨૭.૯૫, એસએમએસ ફાર્મા રૃ.૮.૧૦ વધીને રૃ.૭૮.૬૦, ગ્લેક્સો ફાર્મા રૃ.૧૧૦.૭૫ વધીને રૃ.૨૮૦૮.૭૦, કેડિલા હેલ્થકેર રૃ.૧૪ વધીને રૃ.૩૯૩.૯૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૃ.૬૧.૭૫ વધીને રૃ.૨૨૫૨, સિપ્લા રૃ.૧૪.૩૫ વધીને રૃ.૫૮૧.૪૦, અજન્તા ફાર્મા રૃ.૨૦.૭૦ વધીને રૃ.૧૦૩૬.૩૫, લુપીન રૃ.૧૫.૩૦ વધીને રૃ.૮૬૯.૬૦, એફડીસી રૃ.૩.૯૫ વધીને રૃ.૨૪૯.૧૦, સન ફાર્મા રૃ.૫.૧૫ વધીને રૃ.૫૪૫.૬૫, ઈપ્કા લેબ રૃ.૬.૩૦ વધીને  રૃ.૬૮૫.૫૫, આરતી ડ્રગ રૃ.૮.૪૫ વધીને રૃ.૫૩૬.૮૫, આરપીજી લાઈફ રૃ.૪.૧૫ વધીને રૃ.૩૫૧.૭૦ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીનું આકર્ષણ : પીસી જવેલર, ટાઈટન, રાજેશ એક્ષપોર્ટસ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. પીસી જવેલર રૃ.૧૦.૪૫ વધીને રૃ.૧૫૬.૬૦, ટાઈટન રૃ.૧૪.૬૫ વધીને રૃ.૯૧૮.૬૫, રાજેશ એક્ષપોર્ટસ રૃ.૧.૪૦ વધીને રૃ.૬૦૦.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૭.૨૬ પોઈન્ટ વધીને ૨૦૮૧૪.૦૨ બંધ રહ્યો હતો.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ :  એનબીસીસી, એબીબી, સદભાવ એન્જિનિયરીંગ, સિમેન્સ, કલ્પતરૃ પાવર ઘટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. એનબીસીસી રૃ.૨.૩૫ ઘટીને રૃ.૮૭.૪૫, સદભાવ એન્જિનિયરીંગ રૃ.૭.૭૦ ઘટીને રૃ.૩૨૯.૮૦, એબીબી રૃ.૨૭.૯૦ ઘટીને રૃ.૧૨૬૦.૭૦, સિમેન્સ રૃ.૨૦.૯૫ ઘટીને રૃ.૧૦૧૯.૫૦, વેલકોર્પ રૃ.૨.૩૦ ઘટીને રૃ.૧૩૪.૩૫, બીઈએલ રૃ.૨ ઘટીને રૃ.૧૧૯.૩૦, ગ્રેફાઈટ રૃ.૧૧.૨૫ ઘટીને રૃ.૮૨૦.૧૫, લાર્સન રૃ.૬.૬૦ ઘટીને રૃ.૧૩૫૭.૧૫, થર્મેક્સ રૃ.૮.૫૫ ઘટીને રૃ.૧૧૨૫.૭૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની ઉછાળે સતત વેચવાલી : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૧૩૮૦ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોએ ઉછાળે સતત વેચવાલી કરતાં રહીની લાર્જ કેપ શેરો પર ફોક્સ કર્યાની ચર્ચા હતી. માર્કેટબ્રેડથ નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૪ સ્ક્રીપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૦ અને વધનારની સંખ્યા ૧૨૯૭ રહી હતી. ૧૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

ડીઆઈઆઈની કેશમાં રૃ.૪૮૭ કરોડની ચોખ્ખી ખરીદી : એફઆઈઆઈની કેશમાં રૃ.૭૧ કરોડની ચોખ્ખી વેચવાલી
ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે-બુધવારે કેશમાં રૃ.૪૮૬.૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૪૦૯૩.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૃ.૩૬૦૬.૪૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોન આજે કેશમાં રૃ.૭૦.૭૭ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૪૭૬૫.૭૫ કરોડની ખરીદી સામે કુલ રૃ.૪૮૩૬.૫૨ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૯૭.૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી સામે સ્ટોક ફયુચર્સમાં રૃ.૮૮.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

Post Comments