Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘરઆંગણે સિંગતેલ તથા આયાતી તેલોમાં પીછેહટ સંક્રાંતિ પછી સિંગદાણાની આવક વધવાની આશા

- વિશ્વબજારમાં ખાદ્યતેલોના ભાવમાં નરમ હવામાન

મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. ભાવ સંક્રાંત પૂર્વે સૂસ્ત રહ્યા હતા. વિશ્વબજાર સૂસ્ત હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ બે પોઈન્ટનો નજીવો ઘટાડો દર્શાવી રહ્યો હતો. મુંબઈમાં ૧૦ કિલોના ભાવ આજે સિંગતેલના રૃ.૯૪૦ વાળા રૃ.૯૩૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૃ.૮૮૦થી ૮૯૦ તથા ૧૫ કિલોના ભાવ રૃ.૧૪૨૦થી ૧૪૩૦ રહ્યાના નિર્દેશો હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૃ.૬૪૦થી ૬૪૨ રહ્યા હતા. મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૭૦૦૦ ગુણીની તથા રાજકોટ બાજુ આશરે ૬૦૦૦ ગુણીની આવી હતી તથા ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૃ.૬૮૦થી ૭૦૦ તથા ઉંચામાં રૃ.૭૮૦થી ૮૧૦ રહ્યા હતા. મુંબઈમાં પામતેલના ભાવ ૧૦ કિલોના હવાલા રિસેલના ધીમા ઘટાડા વચ્ચે રૃ.૬૨૭ તથા જેએનપીટીના રૃ.૬૨૦ રહ્યા હતા. નવા વેપારો પાંખા હતા. રિફાઈનરીઓના ડાયરેક્ટ ડિલીવરીના ભાવ ઉંચા રહ્યા હતા. દરમિયાન, ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૃ.૫૫૫ રહ્યા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૃ.૬૮૫થી ૬૮૭ તથા  રિફાઈન્ડના રૃ.૭૨૦ રહ્યા હતા. કપાસીયા તેલના ભાવ રૃ.૭૦૦ તથા કોપરેલના ભાવ રૃ.૧૮૬૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૃ.૭૬૦ તથા સનફલાવરના ભાવ રૃ.૬૬૦ તથા રિફાઈન્ડના રૃ.૭૧૫ રહ્યા હતા. બજારના જાણકારોના જણાવ્યા મુજબ આ સપ્તાહમાં વિશ્વબજારમાં વિવિધ ખાદ્યતેલોના ભાવ ઘટયા હોવાથી હવે આવતા સપ્તાહમાં વિશ્વબજારમાં ભાવ પ્રત્યાઘાતી ઉંચકાવાની તથા તેની અસર ઘરઆંગણે બજાર ભાવ પર જોવા મળે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

મુંબઈમાં આજે દિવેલ તથા એરંડાના હાજર ભાવ શાંત હતા. ખોળ બજારમાં પણ વધઘટ સાંકડી હતી. સનફલાવર ખોળના ભાવ નરમ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મલેશિયામાં ડિસેમ્બરના અંતે પામતેલનો સ્ટોક ૨૭ લાખ ટનનો નોંધાયો છે તથા આ વર્ષે માર્ચના અંત સુધીમાં આ સ્ટોક ઘટાડીને ૧૬ લાખ ટન કરવાનો લક્ષ્યાંક ત્યાંના પ્લાન્ટેશન મંત્રાલયે નક્કી કર્યો છે. વિશ્વબજારમાં ત્રણ વર્ષ પૂર્વે સોયાતેલના ભાવ સામે સનફલાવર તેલના ભાવ ટનદીઠ આશરે ૩૦૦ ડોલર જેટલા ઉંચા રહ્યા હતા તેની સામે હવે વિશ્વબજારમાં સોયાતેલ સામે સનફલાવર તેલના ભાવ ૨૫થી ૩૦ ડોલર નીચા બોલાઈ રહ્યા છે.

ઘરઆંગણે આજ મધ્ય- પ્રદેશ બાજુ સોયાબીનની આવકો મથકોએ આશરે ૪૦ હજાર ગુણી આવી હતી તથા ત્યાં સોયાબીનના હાજર ભાવ રૃ.૩૧૨૫થી ૩૨૫૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૃ.૩૨૫૦થી ૩૩૦૦ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતેલના હાજર ભાવ રૃ.૭૦૮થી ૭૧૨ તથા રિફાઈન્ડના રૃ.૭૩૮થી ૭૪૨ રહ્યાના નિર્દેશો હતા. સિંગદાણામાં હાલ દૈનિક ઓલ ઈન્ડિયા સરેરાશ આવકો સવા ત્રણથી સાડા ત્રણ લાખ ગુણી આવી રહી છે તેના બજારના સૂત્રોના જણાવ્યા મુજબ હવે પછી મકર સંક્રાંતિ પછી આવી આવકો વધશે એવી શક્યતા છે.

Post Comments