Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાંદી તથા રૃપિયો ઉંચકાયો જ્યારે ડોલરમાં ઘટાડો વાવાઝોડાથી યુએસમાં ક્રૂડ ઉત્પાદનને પડેલી અસર

- સોનાના ભાવમાં ઉંચેથી પ્રત્યાઘાતી પીછેહઠ

- વિશ્વ બજારમાં યુરો તથા જાપાનની કરન્સી વધી જ્યારે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૨૧ વર્ષની ટોચે પહોંચ્યો

મુંબઈ,બુધવાર તા. 11 ઓક્ટોબર 2017

મુંબઈ સોના-ચાંદી બજાર આજે  સોનાના ભાવો વધતા અટકી ઘટાડા પર હતા જયારે ચાંદીમાં તેજી આગળ વધી હતી, કરન્સી બજારમાં આજે  રૃપિયો સામે ડોલરના ભાવો રૃ.૬૫.૨૮ વાળા ઉંચામાં ૬૫.૩૧ થયા પછી  ઝડપી ઘટી ૬૫.૧૨ થઈ છેલ્લે ભાવો ૬૫.૧૪ હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવો વધતા અટકી ઉંચે  નરમ રહ્યા હતા.

  દરમિયાન, મુંબઈમાં આજે  ૧૦ ગ્રામના સોનાના ભાવો જીએસટી વગર રૃ.૨૯૭૬૦ વાળા રૃ.૨૯૭૪૦ ખુલી  રૃ.૨૯૬૯૫ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૯૧૦ વાળા રૃ.૨૯૮૯૦ ખુલી ૨૯૮૪૫ બંધ હતા.ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૯૮૦૫ વાળા રૃ.૩૯૮૮૫ ખુલી  રૃ.૩૯૮૫૦  બંધ રહ્યા પછી  સાંજે ભાવો રૃ.૩૯૮૦૦થી ૩૯૮૫૦ તથા જીએસટી સાથેના ભાવો  આ ભાવોથી  આશરે રૃ.૧૨૦૦થી ૧૩૦૦ જેટલા ઉંચા  હતા. સોનામાં  જીએસટી સાથેના  ભાવો ૩ ટકા ઉંચા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવો સોનાના ૧૨૯૧.૫૦થી ૧૨૯૨ ડોલર વાળા નીચામાં   ૧૨૮૬ થઈ સાંજે ભાવો  ૧૨૯૦થી ૧૨૯૦.૫૦ ડોલર બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ઔંશના ૧૭.૨૦ ડોલરવાળા નીચામાં ૧૭.૦૬ થઈ સાંજે ભાવો ૧૭.૧૨થી ૧૭.૧૩ ડોલર રહ્યા હતા.ત્યાં લંડન એક્સ.માં કોપરનો સ્ટોક ૨૯૫૦ ટન ઘટયો હતો.

 જયારે  જસતનો સ્ટોક ૬૫૫૦ ટન વધ્યો હતોે.   અન્ય ધાતુઓનો  સ્ટોક ઘટયો હતો.  નિકલનો સ્ટોક ત્યાં  આજે ૬૭૨ ટન, એલ્યુમિનિયમનો સ્ટોક  ૫૦૨૫ ટન,  તથા સીસાનો સ્ટોક ૯૦૦ ટન ઘટયોે હતો જયારે  ટીનનો સ્ટોક જળવાઈ રહ્યો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં યુરોના ભાવો ઉંચકાયા હતા.   ડોલર નરમ હતો.  જાપાનમાં શેરબજારો  ઉછળી આજે  ૧૦ વર્ષની નવી ઉંચી  ટોચે પહોંચ્યા   હતા અને જાપાનની કરન્સી યેનના ભાવો વધી આવ્યા હતા.
જાપાનનો નિક્કી શેરઆંક આજે ૨૧ વર્ષની ટોચે પહોંચ્યો હતો. અમેરિકામાં  ફેડરલ રિઝર્વની જે છેલ્લી મિટિંગ મળી હતી તેની મિનિટસ રજૂ થવાની છે અને તેના પર વિશ્વ બજારની નજર હતી, બ્રિટીશ પાઉન્ડના ભાવો આજે નરમ હતા.

Post Comments