Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્ડેક્સ બેઝડ સાવચેતી: સેન્સેક્સ સાંકડી વધઘટના અંતે ફ્રન્ટલાઈન શેરોમાં નરમાઈએ 21 પોઈન્ટ ઘટીને 32402

- નિફટી સ્પોટ 6 પોઈન્ટ ઘટીને 10147 : ઓટો, ઓઈલ-ગેસ શેરોમાં તેજી: મેટલ, કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ

- FIIની કેશમાં રૂ.1720 કરોડ, ફયુચર્સમાં રૂ.1028 કરોડની ચોખ્ખી વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)  મુંબઈ, તા.19 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

યુ.એસ.ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની બે દિવસીય મીટિંગના સાંજે નિર્ણય પૂર્વે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડની સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે ઈન્ડેક્સ બેઝડ ઉછાળે સાવચેતી જોવાઈ હતી.

યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર આ વખતે યથાવત રાખવામાં આવે એવી મોટા વર્ગની ધારણા સામે અમુક વર્ગની આ વખતે રેટ વધવાની ધારણા તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓપેક દ્વારા ફરી ઉત્પાદન કાપને લંબાવવાના સંજોગો ઈરાકે ઊજળા કર્યાના અહેવાલે ક્રુડ ઓઈલના ભાવ વધી આવતાં ફંડોએ સાવચેત બન્યા હતા.

અલબત ભારતમાં ચાલુ વર્ષે અંતિમ રાઉન્ડમાં ચોમાસું ખાધ ધરાવતા પ્રદેશોમાં ફરી સક્રિય થઈ જઈ મૂશળધાર વરસાદ થતાં સફળ ચોમાસાએ કૃષિ ક્ષેત્રે ઊંચી વૃદ્વિ થકી આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષાએ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સાઈડ માર્કેટમાં શેરોમાં તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું.

ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, એફએમસીજી શેરોમાં ફંડોની લેવાલી સામે ફ્રન્ટલાઈન મેટલ, બેંકિંગ, ફાર્મા, કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગે સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ ૨૧.૩૯ પોઈન્ટ ઘટીને ૩૨૪૦૨.૩૭ અને નિફટી સ્પોટ ૫.૫૫ પોઈન્ટ ઘટીને ૧૦૧૪૭.૫૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભમાં ૧૦૦ પોઈન્ટ વધીને ૩૨૫૨૪ થઈ પાછો ફરી અંતે ૨૧ પોઈન્ટ ઘટીને ૩૨૪૦૨
ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ થઈ હતી.

સેન્સેક્સ આગલા બંધ ૩૨૪૨૩.૭૬ સામે ઓટો જાયન્ટ ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆરમાં તેજી સાથે કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં મજબૂતી તેમ જ સિપ્લા, આઈટીસી, ટાટા સ્ટીલ, ઓએનજીસી, ઈન્ફોસીસ, અદાણી પોર્ટસ સહિતમાં આકર્ષણે સેન્સેક્સ ૧૦૦.૩૫ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૨૫૨૪.૧૧ સુધી પહોંચ્યો હતો.

જે વધ્યામથાળે અથડાઈ જઈને મેટલ-માઈનીંગ શેરો કોલ ઈન્ડિયા સહિતમાં વેચવાલી અને લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, એક્સીસ બેંક, સન ફાર્મા, બજાજ ઓટો, લુપીન, ભારતી એરટેલ સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં નરમાઈએ સુધારો ગુમાવીને એક સમયે ૬૫.૧૩ પોઈન્ટ ઘટીને ૩૨૩૫૮.૬૩ સુધી આવી અંતે ૨૧.૩૯ પોઈન્ટ ઘટીને ૩૨૪૦૨.૩૭ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ સાંકડી વધઘટમાં ૧૦૧૭૮ થી ૧૦૧૨૯ વચ્ચે અથડાઈ અંતે ૬ પોઈન્ટ ઘટીને ૧૦૧૪૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૧૫૩.૧૦ સામે ૧૦૧૭૫.૬૦ મથાળે ખુલીને આરંભમાં ઓઈલ-ગેસ શેરોમાં ગેઈલ ઈન્ડિયા, બીપીસીએલ, ઓએનજીસી, આઈઓસી સહિતમાં તેજી અને ઓટો શેરોમાં ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર સહિતમાં લેવાલી અને કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અંબુજા સિમેન્ટ, સિપ્લા, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, ટાટા પાવર સહિતમાં આકર્ષણે વધીને ૧૦૧૭૮.૬૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને નીચામાં ૧૦૧૨૯.૯૫ સુધી આવી અંતે ૫.૫૫ પોઈન્ટ ઘટીને ૧૦૧૪૭.૫૫ બંધ રહ્યો હતો.

નિફટી ૧૦,૨૦૦નો કોલ ૫૧.૦૫ થી વધીને ૫૩ થઈ ઘટીને ૪૬.૩૦ : નિફટી ૧૦,૦૦૦નો પુટ ૨૧.૦૫ થી ઘટીને ૧૯ ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોની આજે ઓછી સક્રિયતા જોવાઈ હતી.

નિફટી ૧૦,૨૦૦નો કોલ ૧,૯૩,૦૮૩ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૮૩૫.૦૩ કરોડના કામકાજે ૫૧.૦૫ સામે ૫૩ મથાળે ખુલીને નીચામાં ૩૯.૧૦ સુધી આવી અંતે ૪૬.૩૦ રહ્યો હતો.

નિફટી ૧૦,૧૦૦નો પુટ ૧,૭૫,૩૫૩ કોન્ટ્રેકટસમાં રૃ.૧૩,૩૩૪.૨૪ કરોડના કામકાજે ૩૮.૨૫ સામે ૩૫.૧૫ મથાળે ખુલીને નીચામાં ૩૨.૮૦ થઈ વધીને ૪૪.૦૫ સુધી પહોંચી અંતે ૩૬.૪૫ રહ્યો હતો.

નિફટી ૧૦,૦૦૦નો પુટ ૧,૩૧,૮૦૧ કોન્ટ્રેકટસમાં રૃ.૯૯૦૫.૪૩ કરોડના કામકાજે ૨૧.૦૫ સામે ૧૮.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૩.૨૫ થઈ ઘટીને ૧૭.૪૫ સુધી આવી અંતે ૧૯ રહ્યો હતો. નિફટી ૧૦,૩૦૦નો કોલ ૧૮.૨૦ સામે ૧૯.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૪.૨૫ થઈ ઘટીને ૧૩ સુધી આવી અંતે ૧૫.૫૦ રહ્યો હતો.

નિફટી ૯૯૦૦નો પુટ ૧૨.૪૫ થી ઘટીને ૧૦.૯૫ : સપ્ટેમ્બર નિફટી ફયુચર ૧૦,૧૭૫ થી ઘટીને ૧૦,૧૬૯
નિફટી ૯૯૦૦નો પુટ ૭૬,૦૧૦ કોન્ટ્રેકટસમાં રૃ.૫૬૫૦.૫૩ કરોડના કામકાજે ૧૨.૪૫ સામે ૧૦.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૩.૪૫ થઈ ઘટીને ૧૦.૨૦ સુધી આવી અંતે ૧૦.૯૫ રહ્યો હતો.

નિફટી સપ્ટેમ્બર ફયુચર ૬૦,૫૮૨ કોન્ટ્રેકટસમાં રૃ.૪૬૧૭.૯૩ કરોડના કામકાજે ૧૦,૧૭૫.૩૦  સામે ૧૦,૧૭૫.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૦,૧૭૯ થઈ ઘટીને ૧૦,૧૪૮.૦૫ સુધી આવી અંતે ૧૦,૧૬૯.૩૫ રહ્યો હતો.

બેંક નિફટી ફયુચર ૩૮,૧૧૯ કોન્ટ્રેકટસમાં રૃ.૩૮૧૮.૫૮ કરોડના કામકાજે ૨૫,૦૫૬.૯૦ સામે ૨૫,૦૫૨ મથાળે ખુલીને નીચામાં ૨૪,૯૯૬.૬૦ થઈ વધીને ૨૫,૦૮૪.૧૦ સુધી પહોંચી અંતે ૨૫,૦૬૫.૪૫ રહ્યો હતો.

ટાટા મોટર્સમાં પ્રમોટર્સ ટાટા સન્સના હોલ્ડિંગ વધારવાના અહેવાલે જંગી વોલ્યુમે શેર રૃ.૧૯ વધીને રૃ.૪૨૪ ઓટોમોબાઈલ શેરોમાં એક તરફ સારા ચોમાસાનું આકર્ષણ રહ્યા સાથે સ્ટોક સ્પેસિફિક સારા સમાચારે ફંડોએ તેજી કરી હતી.

ટાટા મોટર્સમાં ગઈકાલે કંપની દ્વારા ખર્ચ કાપના પગલાં વિચારાઈ રહ્યાના અહેવાલ તેમ જ નવા વાહનો રજૂ કરવાનું આકર્ષણ રહ્યા બાદ હવે કંપનીમાં પ્રમોટર્સ ટાટા સન્સ દ્વારા હોલ્ડિંગ વધારવાની યોજનાએ શેરમાં ફંડોની લેવાલીએ રૃ.૧૮.૫૫ વધીને રૃ.૪૨૩.૯૦ રહ્યો હતો.

બીએસઈમાં આજે ટાટા મોટર્સમાં ૪.૮૩ કરોડ શેરોમાં મળીને રૃ.૨૦૩૯.૬૨ કરોડનું ટર્નઓવર થયું હતું. ટાટા મોટર્સ ડીવીઆર રૃ.૭.૫૦ વધીને રૃ.૨૪૦.૬૫ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સની ૧૫૨ પોઈન્ટની છલાંગ : મધરસન સુમી, ભારત ફોર્જ, એક્સાઈડમાં તેજી ઓટોમોબાઈલ શેરોમાં અન્યોમાં આજે મધરસન સુમી રૃ.૮.૪૫ વધીને રૃ.૩૪૧.૫૦, ભારત ફોર્જ રૃ.૧૯.૬૦ વધીને રૃ.૧૨૬૭.૯૫, એકસાઈડ રૃ.૨.૧૫ વધીને રૃ.૨૨૬.૪૦, રૃ.૫.૫૦ વધીને રૃ.૧૬૫.૮૦, ઓટોમોટીવ સ્ટેમ્પિંગ્સ રૃ.૧૫.૫૦ વધીને રૃ.૯૩.૨૦, ભારત ગીયર્સ રૃ.૫.૫૦ વધીને રૃ.૧૬૫.૮૦ રહ્યા હતા.

ક્રુડના ભાવ ઈરાક પાછળ ઓઈલ-ગેસ શેરોમાં ફરી તેજી : ગેઈલ ઈન્ડિયા, ઈન્દ્રપ્રસ્થ ગેસ, એચપીસીએલ, બીપીસીએલ વધ્યા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાક દ્વારા પોઝિટીવ સંકેતે ઓપેક દ્વારા ઉત્પાદન કાપને લંબાવવામાં આવશે એવા અહેવાલે વધીને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૫૫.૬૭ ડોલર, નાયમેક્ષ ૫૦.૨૭ ડોલર રહ્યા હતા.

ક્રુડના  ભાવમાં મજબૂતી સાથે રીસર્ચ એકમો દ્વારા ગેસ કંપનીઓના શેરોમાં ખરીદીની ભલામણોએ શેરોમાં લેવાલી રહી હતી. ગેઈલ ઈન્ડિયા રૃ.૧૯.૫૦ વધીને રૃ.૪૨૦.૧૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૃ.૪૪.૨૦ ઉછળીને રૃ.૧૪૮૪.૨૫, એચપીસીએલ રૃ.૧૧.૯૫ વધીને રૃ.૪૬૦.૭૫, બીપીસીએલ રૃ.૭.૫૦ વધીને રૃ.૫૦૬.૭૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૪.૨૦ વધીને રૃ.૩૨૯.૫૦, પેટ્રોનેટ એલએનજી રૃ.૨.૯૦ વધીને રૃ.૨૩૭, આઈઓસી રૃ.૨.૬૦ વધીને રૃ.૪૧૮, ઓએનજીસી રૃ.૧૬૫.૯૫ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં પસંદગીનું આકર્ષણ : હેસ્ટર બાયો, દિવીઝ લેબ., સુવેન લાઈફ, અબોટ ઈન્ડિયા, વોખાર્ટ વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. હેસ્ટર બાયો રૃ.૩૮.૯૫ ઉછળીને રૃ.૯૨૯.૮૫, દિવીઝ લેબોરેટરીઝ રૃ.૩૦.૧૦ વધીને રૃ.૮૬૩.૮૫, સુવેન લાઈફ રૃ.૫.૭૫ વધીને રૃ.૧૭૮.૭૫, અબોટ ઈન્ડિયા રૃ.૧૦૦.૭૫ વધીને રૃ.૪૧૭૧.૪૦, વોખાર્ટ રૃ.૮.૩૦ વધીને રૃ.૬૪૫.૫૫, ન્યુલેન્ડ લેબ રૃ.૧૨.૯૦ વધીને રૃ.૧૦૫૩.૫૫, નોવાર્ટિસ રૃ.૫.૩૦ વધીને રૃ.૬૪૨.૮૫, ટોરન્ટ ફાર્મા રૃ.૭.૯૫ વધીને રૃ.૧૨૫૧.૫૫, ફોર્ટિસ હેલ્થકેર રૃ.૨.૮૫ વધીને રૃ.૧૫૩.૭૫, સિપ્લા રૃ.૩.૪૫ વધીને રૃ.૫૭૩.૫૦ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : ફેડરલ બેંક, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ, યશ બેંક વધ્યા : સ્ટેટ બેંક, બીઓબી ઘટયા
બેંકિંગ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ખાનગી બેંક શેરોમાં પસંદગીના આકર્ષણે કોટક બેંક રૃ.૧૫.૬૦ વધીને રૃ.૧૦૩૪.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૧.૭૫ વધીને રૃ.૨૯૪.૩૫, યશ બેંક રૃ.૫.૨૫ વધીને રૃ.૧૮૬૩.૮૦ રહ્યા હતા. જ્યારે પીએસયુ બેંક શેરોમાં વેચવાલીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૨.૩૫ ઘટીને રૃ.૨૬૭.૮૦, બેંક ઓફ બરોડા રૃ.૧.૧૦ ઘટીને રૃ.૧૪૪.૩૦, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧.૩૫ ઘટીને રૃ.૮૯, કેનેરા બેંક રૃ.૪.૧૫ ઘટીને રૃ.૩૪૨.૭૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પ્રોફિટ બુકિંગ : એસકેએફ ઈન્ડિયા, થર્મેક્સ, લાર્સન, સિમેન્સ ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૧.૧૪ પોઈન્ટ ઘટીને ૧૮૩૫૪.૪૩ બંધ રહ્યો હતો. એસકેએફ ઈન્ડિયા રૃ.૩૧.૩૫ ઘટીને રૃ.૧૫૩૯.૩૫, સદભાવ એન્જિનિયરીંગ રૃ.૪.૦૫ ઘટીને રૃ.૨૮૮.૩૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃ.૧૧.૪૦ ઘટીને રૃ.૧૨૨૬.૪૦, સિમેન્સ રૃ.૭.૯૦ ઘટીને રૃ.૧૪૦૬ રહ્યા હતા.

કોલ ઈન્ડિયા સહિત મેટલ શેરોમાં પણ વધતું પ્રોફિટ બુકિંગ : કોલ ઈન્ડિયા, નાલ્કો, હિન્દાલ્કો, હિન્દુસ્તાન ઝિંક ઘટયા
મેટલ, માઈનીંગ શેરોમાં નફારૃપી વેચવાલીએ આજે બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૧.૧૦ પોઈન્ટ ઘટીને ૧૩૯૮૬.૩૬ બંધ રહ્યો હતો. કોલ ઈન્ડિયા રૃ.૬.૬૦ ઘટીને રૃ.૨૫૮.૨૦, નાલ્કો રૃ.૧.૭૦ ઘટીને રૃ.૮૦.૪૫, હિન્દાલ્કો રૃ.૨.૧૫ ઘટીને રૃ.૨૪૬.૬૫, હિન્દુસ્તાન ઝિંક રૃ.૧.૬૫ ઘટીને રૃ.૩૦૮.૧૦, વેદાન્તા રૃ.૧.૫૫ ઘટીને રૃ.૩૨૩.૧૫, એનએમડીસી રૃ.૧૩૨.૭૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીના આકર્ષણે ૨૩૯ શેરોમાં તેજીની સર્કિટ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૧૩૦૯ શેરો ઘટયા
ઘણાં શેરોમાં આજે ઉછાળે પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૬૭ સ્ક્રીપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૯ અને વધનારની સંખ્યા ૧૨૯૬ રહી હતી. અલબત પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓના સતત આકર્ષણે ૨૩૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. જ્યારે ૧૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FIIની કેશમાં રૃ.૧૭૨૦ કરોડ, ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૦૨૮ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-મંગળવારે કેશમાં રૃ.૧૭૧૯.૬૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૨૯૮૪.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૃ.૪૭૦૪ કરોડની વેચવાલી થઈ હતી.

જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૭૭.૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૩૬૦૨.૨૭ કરોડની ખરીદી સામે કુલ રૃ.૩૬૭૯.૯૫ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૦૨૮.૭૫ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૯.૧૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.

Keywords share,bazar,

Post Comments