Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તેલ કંપનીઓને રૃા. ૩.૮૦ અબજનું નુકસાનીનો અંદાજ

- પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થગિત કરાતા

- કર્ણાટકની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઈંધણના દૈનિક ભાવ સ્થિર રખાયા હતા

- ૨૦૧૭-૧૮માં ઓઈલ કંપનીઓએ સરકારને રૃપિયા ૧૪૬ અબજ ડિવિડન્ડ પેટે ચૂકવ્યા હતા

મુંબઈ, તા. 15 મે 2018, મંગળવાર

કર્ણાટકમાં ચૂંટણીને નજરમાં રાખીને કેન્દ્ર સરકારે પેટ્રોલ તથા ડિઝલના ભાવને થોડાક દિવસ માટે સ્થિર કરી દેતા તેની પ્રતિકૂળ અસર દેશની ઓઈલ કંપનીઓ પર પડી હતી. એક અંદાજ પ્રમાણે દેશની ઓઈલ કંપનીઓએ રૃપિયા ૩.૮૦ અબજની ખોટ કરી છે. કર્ણાટકની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ૨૩ એપ્રિલથી પેટ્રોલ-ડિઝલના રિટેલ ભાવને સ્થગિત કરી દીધા હતા. જો કે ચૂંટણી પતી ગયા બાદ બે દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારવામાં આવી રહ્યા છે.

પોતાને થયેલી નુકસાનીને વસૂલવા કંપનીઓ ભાવમાં આક્રમક વધારો કરવાનું પગલું હાથ ધરશે તેવી શકયતા છે. જાન્યુઆરીથી માર્ચના ગાળામાં ક્રુડ તેલના ભાવમાં ત્રણ ટકા વધારો થયો છે જ્યારે તેલ કંપનીઓએ આ સમયગાળામાં ક્રુડના ભાવમાં પાંચ ટકા જેટલો વધારો કર્યો હતો. પરંતુ એપ્રિલથી ૧૩મી મે દરમિયાન ક્રુડ તેલના ભાવ ૧૮ ટકા વધ્યા છે ત્યારે તેલ કંપનીઓએ પોતાના રિટેલ ભાવમાં માત્ર ૧થી ૨ ટકા જેટલો જ વધારો કર્યો છે.

તેલના રિટેલ ભાવ સ્થગિત કરી દેવાવાને કારણે તેલ કંપનીઓના માર્જિન પર અસર પડી હતી એમ એક સમીક્ષામાં જણાયું હતું. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર એકસાઈઝ ડયૂટીઝમાં ઘટાડો કરીને પોતાની આવકમાં પણ ઘટાડો સહન કરતી હોવાના ઉદાહરણો છે.

વર્તમાન વર્ષના અંતિમ ગાળામાં દેશમાં મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન જેવા મહત્વના રાજ્યોમાં પણ ચૂંટણી નિર્ધારી છે ત્યારે તે સમયે પણ જો ભાવ સ્થગિત કરી નંખાશે તો વર્તમાન નાણાં વર્ષમાં તેલ કંપનીઓની એકંદર આવક પર અસર પડી શકે છે અને કંપનીઓ પાસેથી સરકારને મળતા ડિવિડન્ડમાં ઘટાડો થઈ શકે છે.

તેલ કંપનીઓ દ્વારા સરકારને ચૂકવાતા ડિવિડન્ડમાં ગયા વર્ષે ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં રૃપિયા ૧૭૫ અબજની સરખામણીએ ૨૦૧૭-૧૮માં ઓઈલ કંપનીઓએ સરકારને રૃપિયા ૧૪૬ અબજ ડિવિડન્ડ પેટે ચૂકવ્યા હતા.

હાલમાં પેટ્રોલ પર પ્રતિ લિટર રૃપિયા ૧૯.૪૮ અને ડિઝલ પર પ્રતિ લિટર રૃપિયા ૧૫.૩૩ એકસાઈઝ ડયૂટી વસૂલવામાં આવે છે. ક્રુડ તેલનો ભાવ પ્રતિ બેરલ ૮૦ ડોલર આસપાસ પહોંચી જશે તો ભારતની ચાલુ ખાતાની ખાધ પર પણ તેની ગંભીર અસર જોવા મળવાની સંભાવના છે. ક્રુડ તેલના ભાવમાં  દરેક ૧ ડોલરનો વધારો દેશની ચાલુ ખાતાની ખાધમાં  અંદાજે ૧ અબજ ડોલરનો વધારો કરાવે છે.દરમિયાન ઈંધણના ભાવ પરની સ્થગિતતા ઉઠાવી લેવાતા ખાનગી ફ્યુઅલ રિટેલરોને રાહત થઈ છે. દેશમાં સરકારી તેલ કંપનીઓનું વધુ પ્રભુત્વ હોવાથી ખાનગી રિટેલરોએ તેમના ભાવ સાથે સુસંગતતા જાળવી રાખવાની ફરજ પડે છે. 

Post Comments