Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંગતેલમાં દિવાળી પૂર્વે તેજીનો ચમકારો: વરસાદથી સોયાબીનના પાકને વિપરિત અસર પડયાના નિર્દેશો

- મલેશિયામાં પામતેલના ઉત્પાદન તથા સ્ટોકમાં વૃધ્ધિના સંકેતો:  સોયાખોળમાં ભાવ ઉછળ્યા

મુંબઈ,બુધવાર તા. 11 ઓક્ટોબર 2017

મુંબઈ તેલ-બિયાં બજાર આજે ભાવોમાં ચમકારો જોવા મળ્યો હતો.  તહેવારોની  મોસમી માગ નિકળતા સિંગતેલના ભાવો રાજકોટ બાજુ ઉંચકાઈ મોડી સાંજે  રૃ.૮૬૦ બોલાયા હતા.  જ્યારે ત્યાં ૧૫ કિલોના ભાવો વધી રૃ.૧૩૮૦થી ૧૩૯૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં  મથકો પાછળ સિંગતેલના ભાવો વધી આજે ૧૦ કિલોના સાંજે રૃ.૮૯૦ હતા. મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૪૮થી ૫૦ હજાર ગુણી આવી હતી તથા ત્યાં  મગફળીના હાજર  ભાવો ૨૦ કિલોના જાતવાર રૃ.૭૦૦થી ૯૦૦ હતા.  રાજકોટ બાજુ મગફળીની આવકો આશરે ૨૬થી ૨૭ હજાર ગુણી આવી હતી તથા ત્યાં મગફળીના ભાવો ૨૦ કિલોના જાતવાર રૃ.૭૦૦થી ૯૧૫ હતા. દરમિયાન મલેશિયામાં  પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં   ૪૦ પોઈન્ટ  માઈનસમાં બંધ હતો દૂરની ડિલીવરીના ભાવો ૧થી૫ પોઈન્ટની બેતરફી વધઘટે  અથડાતા હતા. ત્યાં  પામ પ્રોડકટના  ભાવો શાંત હતા.  અમેરિકામાં શિકાગો સોયાતેલ  વાયદો ઓવરનાઈટ ૧૫થી ૧૬ પોઈન્ટ નરમ હતો ત્યાં  સોયાખોળના ભાવો  ૧૦, ૭, ૭ તથા ૬ પોઈન્ટ  પ્લસમાં હતા. ત્યાં   સોયાબીનનો વાયદો ઓવરનાઈટ  ૬, ૧૦, ૧૦ તથા ૬ પોઈન્ટ નરમ હતો. જયારે  ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાીઈટ  ૪થી ૧૦  પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા.

મુંબઈમાં ૧૦ કિલોના ભાવો પામતેલના હવાલા રિસેલના રૃ.૫૯૫ તથા જેએનપીટીના  રૃ.૫૯૦ રહ્યા હતા. રૃ.૫૯૦માં  આશરે ૩૦૦થી ૪૦૦ ટનના વેપારો થયા હતા.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવો રૃ.૫૩૮ જ્યારે  સીપીઓ વાયદાના ભાવો સાંજે  રૃ.૫૩૭.૩૦ તથા સોયાતેલ વાયદાના ભાવો રૃ.૬૬૩ બોલાયા હતા. મહારાષ્ટ્રમાં તાજેતરના વરસાદથી સોયાબીનના પાકને અસર થયાનું  બજારે જણાવ્યું હતું. મુંબઈમાં  આજે સોયાતેલ રિફા.ના  ભાવો રૃ.૬૫૫, સનફલાવરના રૃ.૬૨૫ તથછા રિફા.ના રૃ.૬૮૮ રહ્યા હતા.  જયારે કપાસિયા તેલના ભાવો રૃ.૬૭૮ તથા કોપરેલના ભાવો રૃ.૧૪૯૦ વાળા ૧૪૮૫ બોલાતા હતા. દિવેલના ભાવો રૃ.૨થી ૪ વધી કોમર્શિયલના રૃ.૯૭૫, એફએસજીના રૃ.૯૮૫ તથા એફએસજી કંડલાના રૃ.૯૬૪  હતા જ્યારે   મુંબઈ એરંડાના હાજર ભાવો રૃ.૪૭૧૫ વાળા રૃ.૪૭૨૫ રહ્યા હતા.  મુંબઈ ખોળ બજારમાં  ભાવો સોયાખોળના ઘટતા અટકી રૃ.૨૨૯૫૫થી ૨૨૯૬૦ વાળા વધી  રૃ.૨૩૪૭૫થી ૨૩૪૮૦  હતા.  કપાસિયા ખોળના ભાવો રૃ.૧૬૫૦૦ વાળા રૃ.૧૭૦૦૦  હતા. અન્ય ખોળો શાંત હતા.

મલેશિયામાં ઓકટોબરમાં પામતેલનો સ્ટોક ઉંચો રહેવાની શક્યતા આજે વિશ્વ બજારના  જાણકારો બતાવી રહ્યા હતા. આવો સ્ટોક  ચાલુ મહિનક્ત્યાં  આશરે ૬ ટકા વધી ૨૧.૪૦ લાખ ટન થવાની શક્યતા છે. મલેશિયાથી પામતેલ બજાર આવતા બુધવારે ૧૮મી ઓકટોબરે દિવાળી રજા પાળવાની છે.  ઘરઆંગણે આજે  મધ્ય-પ્રદેશ બાજુ સોયાબીનની આવકો આશરે  સવા લાખ ગુણી આવી હતી તથા ત્યાં ભાવો સોયાબીનના રૃ.૨૬૫૦થી ૨૮૦૦ તથા પ્લાન્ટ   ડિલીવરીનૌ ભાવો રૃ.૨૮૦૦થી ૨૮૫૦ હતા જ્યારે ત્યાં  સોયાતેલના ભાવો રૃ.૬૨૦થી  ૬૨૫ તથા રિફા.ના  ૬૫૫થી ૬૫૭ હતા. વિશ્વ બજારમાં સનફલાવરના ભાવો ઘટી ૮૨૦થી ૮૨૫ ડોલર રહ્યા હતા. મલેશિયામાં  ચાલુ મહિનાના પ્રથમ ૧૦ દિવસમા ંપામતેલનું ઉત્પાદન આશરે ૫૦થી ૫૧ ટકા વધ્યું છે. ભરાતમાં આજે સોયાબીનની આવકો  ઓલ ઈન્ડિયા  સ્તરે આશરે  ૪ લાખ ૩૦ હજાર ગુણી આવી હતી. સોયાબીન વાયદામાં હાલ ઉછાળે વેચનારા ફાવે  એવી સ્થિતિ રહી હોવાનું  બજારના જાણકારોએ જણાવ્યું હતું.

Post Comments