Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એસબીઆઈએ ગયા નાણાંક્રીય વર્ષમાં રાઈટ ઓફ્ કરેલી રૃ.૨૦૩૩૯ કરોડની લોન્સ

- જાહેર ક્ષેત્રની બેન્કોએ સંયુકત રીતે માંડી વાળેલી રકમનો આંક રૃપિયા ૮૧૬૩૮ કરોડ હતો

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર

નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં દેશની સૌથી મોટી ધિરાણદાર બેન્ક એસબીઆઈએ રૃપિયા ૨૦૩૩૯ કરોડની બેડ લોન્સ માંડવાળ કરી હતી. જે જાહેર ક્ષેત્રની બેન્કોમાં સૌથી વધુ હતી. ગયા નાણાં વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ સંયુકત રીતે ૮૧૬૩૮ કરોડ રૃપિયાની બેડ લોન્સ માંડી વાળી હતી. એસબીઆઈની સહયોગી બેન્કોનું તેમાં વિલિનીકરણ થયું નહોતું ત્યારે આ આંક જોવાયો હતો.

નાણાં વર્ષ ૨૦૧૨-૧૩માં જાહેર ક્ષેત્રની બેન્કોએ રાઈટ ઓફ્ફ કરેલી રકમનો આંક રૃપિયા ૨૭૨૩૧ કરોડ રહ્યો હતો, એમ સરકારી આંકડા જણાવે છે.

પાંચ વર્ષમાં આ આંક ત્રણ ગણો વધી ગયો છે. ૨૦૧૩-૧૪માં આ આંક રૃપિયા ૩૪૪૦૯ કરોડ, ૨૦૧૪-૧૫માં રૃપિયા ૪૯૦૧૮ કરોડ, ૨૦૧૫-૧૬માં રૃપિયા ૫૭૫૮૫ કરોડ અને ગયા નાણાં વર્ષનો આ આંક રૃપિયા ૮૧૬૮૩ કરોડ રહી હતી.

એસબીઆઈ, ઉપરાંત પંજાબ નેશનલ બેન્કે  નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં રૃપિયા ૯૨૦૫ કરોડ, બેન્ક ઓફ ઈન્ડિયાએ રૃપિયા ૭૩૪૬ કરોડ, કેનેરા બેન્કે રૃપિયા ૫૫૪૫ કરોડ તથા બેન્ક ઓફ બરોડાએ રૃપિયા ૪૩૪૮ કરોડ માંડી વાળ્યા હતા. વર્તમાન નાણાં વર્ષમાં સપ્ટેમ્બર સુધીમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ કુલ રૃપિયા ૫૩૬૨૫ કરોડ માંડી વાળ્યા હતા.

રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે, દેશની ૨૧ જાહેર ક્ષેત્રની બેન્કોમાંથી નવ બેન્કોનો ગ્રોસ એનપીએ રેશિઓ (કુલ બાકી પડેલી લોન્સ સામે બેડ લોન્સ ટકાવારી) ૧૫ ટકાથી વધુનો રહ્યો હતો. વધી રહેલી એનપીએને કારણે બેન્કિંગ ક્ષેત્ર તાણ હેઠળ આવી ગયું છે.

Post Comments