Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ વર્ષે ધાણાના બદલે ચણા-ઘઉંનું જંગી માત્રામાં કરેલું વાવેતર

- ૨૦૧૮માં એમપી, રાજસ્થાનમાં ચૂંટણી હોઇ સરકાર ચણા-ઘઉંના ખેડૂતોને તગડું બોનસ આપે તેવી વકી : ઇન્ટરનેશનલ માર્કેટમાં ધાણાનો ભાવ ગગડીને કિલોનો ૨૫ રૃપિયા

રાજકોટ, મંગળવાર તા.14 નવેમ્બર 2017

સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ વર્ષે ધાણાના બદલે ચણા-ઘઉંનું વાવેતર જંગી માત્રામાં કર્યું હોવાા રિપોર્ટ સેન્ટરમાંથી મળી રહ્યા છે. ધાણાના ભાવ છેલ્લા ચાર-પાંચ મહિનાથી સતત ગગડી રહ્યા હોઈ અને લગભગ દરેક સેન્ટરમાં જુના ધાણાનો હજુ પણ જંગીસ્ટોક પડયો હોઈ ખેડૂતોને ધાણા ઉગાડીને મોટી ખોટ જવાનો ભય દેખાય રહ્યો છે. અધૂરામાં પૂરુ અત્યારે વાતાવરણમાં હજુ જોઈએ તેવી ઠંડી નથી અને પાછોતરો વરસાદ પડયો હોઈ રખેને જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં વરસાદ પડે તો ધાણાના ઊભા પાકને મોટું નુકશાન જવાનો ભય ખેડૂતોને દેખાઈ રહ્યો છે.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ મસાલાની તમામ ફેકટરીઓએ હવે હેન્ડ ટુ માઉથ જ ધાણાની ખરીદી કરવા માગે છે. મોટાભાગની ફેકટરીઓ પાસે ચાલુ વર્ષના ધાણાનો જંગી સ્ટોક પડયો છે અને તમામ ફેકટરીઓવાળાનું માનવું છે કે આખું વર્ષ જ્યારે પણ મસાલા માટે ધાણાની જરૃરત પડશે ત્યારે અત્યાર કરતાં પણ સસ્તા ભાવે ધાણા મળી જશે કારણ કે ખેડૂતો, વેપારીઓ, સ્ટોકીસ્ટો તમામ પાસે ધાણાનો જંગી સ્ટોક પડયો છે. એક અંદાજ મુજબ કચ્છમાં પણ ૭ થી ૮ લાખ ગુણી ધાણાનો જૂનો સ્ટોક પડયો હશે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ધાણાનું વાવેતર થાય છે પણ આ વર્ષે ખેડૂતોએ ધાણાના વાવેતરથી મોઢું ફેરવી લીધું છે. માત્ર બરડા વિસ્તારમાં ધાણાનું વાવેતર આ વર્ષે ૮૦ ટકા કપાયું છે. ધાણાની બદલે ખેડૂતોએ ચણા, ઘઉં અને જીરૃ પર પસંદગી ઉતારી છે. ખેડૂતો પાસે હજુ જૂના ધાણાનો મોટો સ્ટોક પડયો હોઈ હવે ધાણાના વાવેતરમાં કોઈને કસ દેખાતો નથી.

દરમિયાન આવતાં વર્ષે એમ.પી અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે આ બંને રાજ્યોમાં ચણા અને ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોઈ સરકાર ઘઉં અને ચણા ઉગાડતાં ખેડૂતોને આ વર્ષે તગડું બોનસ આપશે. જ્યારે ધાણામાં સરકાર બોનસ આપી શકે નહીં. આથી ખેડૂતોએ ધાણાને બદલે ચણા અને ઘઉંમાં સરકારી બોનસને કારણે સારા ભાવ મળશે તે આશાએ ધાણાને બદલે ઘઉં અને ચણાનું વાવેતર કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે હાલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ધાણાનો ભાવ પ્રતિ ટન ૩૫૦ ડોલર ચાલુ રહ્યો છે તેની ગણતરી અહીં ધાણાનો ભાવ પ્રતિ કિલો ૨૫ રૃપિયા થાય છે. ધાણા ઉગાડતાં દેશો રશિયા, યુક્રેન, રોમાનિયા, બલ્ગેરિયા વિગેરેમાં જૂના ધાણાનો જંગી સ્ટોક પડયો છે.

Post Comments