Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉપાડ વધતા ખાંડના ભાવ ઊંચકાઈને તાજેતરની નવી ટોચે પહોંચ્યા

- નોટબંધી બાદ માગ ઘટતાં કિંમતો નોંધપાત્ર ઘટી હતી

મુંબઇ તા. 11 જાન્યુઆરી 2017
જથ્થાબંધ વપરાશકારો તરફથી વધેલી માગ અને વર્તમાન મોસમમાં ઉત્પાદન નીચું રહેવાના અંદાજને પરિણામે ખાંડના ભાવ અચાનક ઊંચકાઈને સાત વર્ષની ઊંચી સપાટીએ પહોચ્યા છે.

સ્થાનિક વાશી બજારમાં ખાંડના પ્રતિ કિલો ભાવ રૃપિયા ૪૦ની નજીક પહોંચી રહ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં ખાંડના ભાવમાં ૩ ટકા ઉછાળો આવ્યો હતો. નોટબંધી બાદ તુરંત જ ખાંડના એકસ-મિલ ભાવમાં કિલોએ રૃપિયા બેથી ત્રણ તૂટી ગયા હતા તે હવે ફરી સુધરી રહ્યા છે અને હાલમાં કેટલાક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

નોટબંધી બાદ ખાંડના જથ્થાબંધ વપરાશકારો જેમ કે આઈસક્રીમ તથા ઠંડા પીણાંના ઉત્પાદકો તરફથી ઉપાડ ઘટતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. પરંતુ તાજેતરમાં વપરાશકારો દ્વારા અચાનક ઉપાડ શરૃ થતાં ભાવ ઊંચાકાવા લાગ્યા છે.

ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન ૨૦૧૬-૧૭ની ખાંડ ઉત્પાદન મોસમમાં બીજા આગોતરા અંદાજો આ મહિનામાં જાહેર કરવા ધારે છે. ગયા વર્ષમાં ૨.૫૧ કરોડ ટનની સરખામણીએ વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન ૨.૩૫ કરોડ ટન રહેવાની ધારણાં રખાઈ રહી છે.

Post Comments