Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 મહિનમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી મોંઘવારી, ખાદ્ય પદાર્થોમાં થયો ભાવ વધારો

- સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસની માહિતી અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 5.21 ટકા રહ્યો

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર 
 
ખાદ્ય પદાર્થો, ઇંડાં, શાકભાજીમાં ભાવ વધારો થવાને કારણે ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 17 મહિનાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઇ છે. ખાદ્ય પદાર્થોના ભાવ વધવાને કારણે રિટેલ મોંઘવારી અંદાજ કરતા પણ વધારે વધી ગઇ છે. કેન્દ્રની આંકડાકીય માહિતી અનુસાર, મોંઘવારી ડિસેમ્બરમાં 5.21 ટકા સુધી પહોંચી ગઇ છે. આ ફુગાવાનો 17મો મહિનો સૌથી વધુ છે. 
 
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત રિટેલ મોંઘવારી પાંચ ટકાની પાર પહોંચી ગઇ છે. ખાદ્ય પદાર્થો, ઇંડાં, શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે ડિસેમ્બરમાં આ 5.21 ટકા થઇ ગઇ છે. જ્યારે નવેમ્બરમાં મોંઘવારી દર 4.88 ટકા હતી. અર્થશાસ્ત્રીઓના સમૂહના અંદાજ પર જાહેર રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારી 5.1 ટકા સુધી જઇ શકે છે, પરંતુ સીએસઓના સત્તાવાર આંકડાકીય માહિતી દ્વારા જાણવા મળ્યુ કે આ ચિંતાજનક સ્તર પર પહોંચી ગયુ છે. 
 
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ એટલે કે સીએસઓ અનુસાર, ખાદ્ય પદાર્થોના બાસ્કેટની મોંઘવારી ડિસેમ્બરમાં 4.96 ટકા રહી હતી. જ્યારે નવેમ્બર 2017માં આ 4.42 ટકા રહી હતી. ઇંડાં, શાકભાજી, ફળની મોંઘવારીની અસર આ આંકડાકીય માહિતીમાં જોવા મળે છે. 
 
ભારતીય રિઝર્વ બેન્ક વર્તમાન નાણાંકીય વર્ષમાં મોંઘવારીને ચાર ટકાની આસપાસ નિયંત્રિત રાખવા માંગે છે, પરંતુ મોંઘવારી સામાન્ય સ્તરને પાર કરી ચૂકી છે. એવામાં ફેબ્રુઆરીમાં નાણાકીય સમીક્ષામાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતાઓ લગભગ ખત્મ થઇ ગઇ છે. એવામાં કાર, હોમ લોનની ઇએમઆઇ ઓછી થવાની આશાને ઝટ્કો લાગી શકે છે. જો કે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી મહિને બજેટમાં સરકાર સામાન્ય નાગરિકને કેટલીય ભેટ આપી શકે છે. જેમાં સેલરી ક્લાસવાળાની ટેક્ષ લિમિટ વધારવાથી લઇને કેટલાય બદલાવની શક્યતા છે. 

Post Comments