Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉષ્ણતામાનનો પારો નીચે જતા થર્મલ વીજ પ્લાન્ટસ ખાતે કોલસાની અછત વચ્ચે રાહત

- ડિસેમ્બરમાં પૂરવઠો વાૃધારવા વિવિાૃધ મંત્રાલયો દ્વારા ચર્ચાવિચારણા

નવી દિલ્હી, મંગળવાર તા.14 નવેમ્બર 2017

દેશભરમાં વાતાવરણ બદલાતા અને ઉષ્ણતામાનનો પારો નીચે જતા થર્મલ વીજ પ્લાન્ટસ ખાતે કોલસાની અછત અનુભવી રહેલી સરકારને એક મહિનાની રાહત થઈ છે. આગામી કેટલાક સપ્તાહ સુધી વીજ માગ મંદ રહેવાની ધારણાં છે.

ડિસેમ્બરના મધ્યમ ગાળાથી કોલસાની માગમાં  થનારા સૂચિત વધારાને ધ્યાનમાં રાખી કોલ, પાવર તથા રેલવે મંત્રાલય  કોલસાનો પૂરવઠો વધારવાની યોજના ધરાવે છે. ઉત્તરમાં અતિશય ઠંડીની સ્થિતિમાં કોલસાની માગમાં વધારો થાય છે. જો કે રેલવેના પાવર તથા પાવર સિવાયના ગ્રાહકો માટે રેક્સની ઉપલબ્ધતા એક પેચીદો મુદ્દો બની રહ્યો છે.

નવેમ્બરમાં કોલસાનો બફર ઊભો કરવાની તક મળી રહેશે. ડિસેમ્બરથી જ્યારથી કોલસાની માગમાં વધારો થશે ત્યારથી પૂરવઠો વધારવા માટે ઉકત ત્રણેય મંત્રાલયો આપસમાં ચર્ચાવિચારણા કરી રહ્યા છે એમ વીજ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.

સેન્ટ્રલ ઈલેકટ્રિસિટી ઓથોરિટી (સીઈએ)ના આંકડા પ્રમાણે, નવેમ્બરના બીજા સપ્તાહના પ્રારંભમાં વીજ એકમો ખાતે કોલસાનો સ્ટોક સરેરાશ ૬ દિવસનો રહ્યો હતો. ડિસેમ્બરમાં હિટિંગ તથા કૃષિ જરૃરિયાતો માટે વીજની માગમાં વધારો થાય છે. હાલમાં વીજ ક્ષેત્રની કોલસાની માગ નીચી હોવાનું પણ જણાવાયું હતું. ઓગસ્ટમાં માગમાં ૧૮ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારપછી તેમાં ઘટાડો જોવાઈ રહ્યો છે.

કુલ ૧૦૫૦ રેકસમાંથી અંદાજે ૪૦૦ જેટલી રેકસ કોલસા ક્ષેત્રને પૂરી પાડવામાં આવે છે, જ્યારે બાકીની આયર્ન ઓર, સિમેન્ટ તથા ફર્ટિલાઈઝર્સને ફાળવવામાં આવે છે. રેકસની ફાળવણીને લઈને વીજ ક્ષેત્ર તથા રેલવે મંત્રાલય વચ્ચે મડાગાંઠ રહ્યા કરે છે.

Post Comments