Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિલાયન્સ કોમ્યુ. વિરુદ્ધ નાદારીની અરજી કોર્ટે સ્વીકારતા જિઓ સાથેની ડીલ ઘોંચમાં

- એરિકસને આરકોમ પાસેથી રૃ.૧૧.૬ અબજની વસૂલવા કેસ કર્યો,

- જેના લીધે જિઓ સાથેની ૩.૭ અબજ ડોલરમાં નવી મુશ્કેલીે

મુંબઈ, તા. 16 મે 2018, બુધવાર

ભારતીય ટ્રિબ્યુનલે રિલાયન્સને નાદારીની કોર્ટમાં ઘસેડી જવાનો આદેશ આપ્યા બાદ રિલાયન્સ કમ્યુનિકેશન્સના શેરમાં કડાકો બોલ્યો હતો. તેના લીધે રિલાયન્સ જિઓઇન્ફોકોમ સાથેનું તેનું ૩.૭ અબજ ડોલરનું પ્રસ્તાવિત વેચાણ મુશ્કેલીમાં મૂકાયું છે.

આરકોમનો શેર બુધવારે ૧૭ ટકા જેટલો તૂટયો હતો, જ્યારે તેના ડોલર બોન્ડે સાત મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચે મંગળવારે નેટવર્ક ઇક્વિપમેન્ટ ઉત્પાદક એરિકસનના ભારતીય એકમની અરજી સ્વીકારી આરકોમને નાદારીમાં લઈ જવાનો આદેશ આપ્યો હતો. એરિકસન એબી અનિલ અંબાણીની આ કંપની પાસેથી ૧૧.૬ અબજ રૃપિયા વસૂલવા ઇચ્છે છે. કોર્ટનો આ આદેશ આરકોમ માટે કુઠારાઘાત સમાન છે. તેના લીધે અનિલ અંબાણીના એરવેવ્ઝ, ટાવર અને ફાઇબર એસેટ્સના રિલાયન્સ જિઓના વેચાણ પર સીધો પ્રતિબંધ આવી ગયો છે. આ સોદો થયો હોત તો આરકોમનું સાત અબજ ડોલરનું દેવું અડધાથી પણ ઓછું થઈ ગયું હોત.

આરકોમ આ ચુકાદા સામે નવી દિલ્હીમાં અપીલ કરી શકે છે. કંપની અને તેની બે પેટા કંપની આદેશને પૂરો વાંચ્યા પછી તેના પર આગળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેશે. આ નિર્ણયનો સીધો અર્થ એવો થશે કે આરકોમ હવે કોર્ટે નીમેલા રિઝોલ્યુશન પ્રોફેશનલના નજર હેઠળ આવશે.

Post Comments