Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પીએનબી કૌભાંડ અને રાજકોષિય તાણમાં વધારાથી વેપાર આશાવાદમાં થયેલો ઘટાડો

મુંબઈ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર

રૃપિયા ૧૩૦ અબજના પીએનબી કૌભાંડ અને રાજકોષિય ગળતરે જુન ત્રિમાસિકમાં વેપાર આશાવાદમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વેપાર આશાવાદ વધ્યો હતો અને ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકમાં ૯૧ ટકાની ટોચે પહોંચ્યો હતો એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.

૨૦૧૮ના બીજા ત્રિમાસિક માટે વેપાર આશાવાદ ઘટીને ૮૫ ટકા પર આવી ગયો છે. કંપનીઓમાં આ સર્વે માર્ચમાં હાથ ધરાયો હતો જ્યારે બેન્ક કૌભાંડ કેસો બહાર આવી ગયા હતા. દેશની બેન્કો જ્યારે એનપીએની સમશ્યાનો સામનો કરી રહી છે તેવા કપરા સમયે જ આ કૌભાંડો બહાર આવ્યા હોવાની રિપોર્ટે નોંધ કરી છે.
રાજકોષિય ખાધના મોરચે નાણાં વર્ષ ૨૦૧૮માં વધારો અને પછીના નાણાં વર્ષ માટેનો ટાર્ગેટ બજેટમાં ઊંચો મુકાવાને પગલે સરકારે વધુ બોરોઈંગ કરવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં સરકારે પોતાની અને જાહેર ક્ષેત્રની બેન્કોની બેલેન્સ શીટ સદ્ધર બનાવવી જોઈએ એમ રિપોર્ટમાં ભાર અપાયો છે.આ ઉપરાંત એલઓયુ બંધ થવાને કારણે સસ્તા દરના ધિરાણ અટકી પડતા, અમેરિકા દ્વારા શરૃ થયેલી ટ્રેડ વોરને કારણે નિકાસકારોમાં હતાશા અને ચાલુ ખાતાની ખાધમાં વધારાએ ચિંતામાં વધારો કરાવ્યો છે.

ઉપરના દરેક પરિબળોએ ભારતીય કંપનીઓની માનસિકતા પર અસર કરી છે જેને કારણે વેપાર આશાવાદ અંતિમ ત્રિમાસિક બાદ ઘટયો છે એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે. જો કે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ ઓપ્ટિમિઝમ ઈન્ડેકસ ૭.૬૦ ટકા વધ્યો છે.

Post Comments