Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માંગમાં થયેલા ઘટાડાના કારણે ફુગાવો બે વર્ષના તળિયે ઉતરશે

- રોકડની ખેંચના કારણે

બેંગાલુરુ, બુધવાર તા. 11 જાન્યુઆરી 2017
સરકારના નોટબંધીના પગલાના કારણે ઉદભવેલ રોકડની ખેંચના કારણે માંગમાં થયેલા ઘટાડાના પગલે ડિસેમ્બર માસનો ફુગાવો ઘટીને બે વર્ષના તળિયે ઉતરે તેવી સંભાવના છે.

ન્યુઝ એજન્સી દ્વારા હાથ ધરાયેલ એક સર્વેના તારણ મુજબ નવેમ્બર માસમાં ફુગાવો ૩.૬૩ ટકા હતો તે ડિસેમ્બરમાં ઘટીને ૩.૫૭ ટકા રહે તેવી સંભાવના છે. આ આંકડો નવેમ્બર ૨૦૧૪ પછીની નીચી સપાટી છે અને રિઝર્વ બેંક દ્વારા ફુગાવા માટે મુકાયેલ લક્ષ્યાંક કરતા પણ નીચો છે. આ સર્વેમાં જણાવ્યા મુજબ નોટબંધીના પગલે ઉદ્ભવેલ રોકડની ખેંચના કારણે ગ્રાહકોની ખરીદશક્તિમાં ઘટાડો થતાં તમામ ક્ષેત્રમાં માંગમાં ઘટાડો થવા સાથે પ્રતિકૂળ વલણ જોવ મળ્યું હતું.

આ ઉપરાંત સરકારના આ પગલા બાદ આગેવાન રેટિંગ એજન્સીઓ અને નાણાં સંસ્થાઓ દ્વારા દેશની જીડીપી વૃદ્ધિના લક્ષ્યાંકમાં પણ ઘટાડો કરાયો હતો. આ સર્વેમાં જણાવ્યા મુજબ જો નજીકના ભવિષ્યમાં ફુગાવાનો દર નીચો રહે તેવું ચિત્ર ઉપસશે તો આગામી તા. ૮ ફેબુ્રઆરીએ ધિરાણ નીતિની બેઠકમાં રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

Post Comments