Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતમાં રૃનો પાક ઓછો અંદાજાતાં વિશ્વ બજારમાં ઉછાળો : દક્ષિણ ભારતમાં ખેડૂતોને પડેલો ફટકો

- વિશ્વ બજારમાં રૃના ભાવ બે મહિનાની ટોચે પહોંચ્યા

- તેલંગણામાં કપાસના પાકને જીવાત લાગતાં ત્યાં છોડવાઓ ઉખેડી નાંખવા રાજ્ય સરકારે ખેડૂતોને જણાવ્યાના નિર્દેશો

મુંબઇ, ગુરૃવાર તા. 07 ડિસેમ્બર 2017

મુંબઇ તેલ- બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે સિંગ તેલમાં વધ્યામથાળે ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. દરમિયાન, ભારતમાં કપાસ તથા રૃના  નવા પાકમાં વિવિધ  ઉત્પાદક રાજ્યોમાં જીવાતના પગલે પાક ઓછો આવવાની શક્યતા ચર્ચાતી થઇ છે અને તેના પગલે વિશ્વબજારમાં રૃના ભાવ ઉછળી  બે મહિનાની ટોચે પહોંચ્યાના નિર્દેશો હતા.

ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઇટ ૨૧, ૨૧, ૧૨, ૯ પોઇન્ટ વધ્યાના સમાચારો હતા. ન્યુયોર્કમાં પાછલા ઘણા દિવસથી કોટનના ભાવ ઉછળતા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઇમાં આજે કપાસિયા તેલના ભાવો ૧૦ કિલોના રૃા. ૭૦૦વાળા જો કે રૃા. ૬૯૫ બોલાઇ રહ્યા હતા. કપાસીયા  ખોળના ભાવો ટનના રૃા. ૧૮૦૦૦ રહ્યા હતા. દરમિયાન, ભારતમાં રૃનો નવો પાક ઓછો આવશે તો વિશ્વ હજારમાં ભારતથી આવતો રૃનો પુરવઠો ઘટવાની ગણતરીએઐ વિશ્વ બજારમાં ભાવ ઉછળી રહ્યા છે. ઘર આંગણે દક્ષિણ ભારતમાં તેલગણાથી મળતા સમાચારો મુજબ ત્યાં કપાસના ઉભા પાકને ઝીંકવોર્મ નામની જીવાત લાગુ પડી છે તથા ખેડૂતોની સમસ્યા વધ્યાના સમાચારો મળ્યા છે. આ પ્રશ્ને ત્યાંની રાજ્ય સરકાર પણ ચિંતીત બની છે. ત્યાં ખેતરોમાં કપાસના છોડવાઓ જે ઉભા છે તેને જમીનમાંથી ઉખેડી કાઢવા રાજ્ય સરકારે ખેડૂતોને જણાવ્યાના સમાચારો મળ્યા છે. ડિસેમ્બરમાં આવા છોડવાઓ ઉખેડી નાખવા ખેડૂતોને જણાવવામાં આવ્યું  છે તથા જો આમ કરવામાં નહિ આવે તો  ત્રીજી કાપણી પછી આવા છોડવાઓ ઉખેડી નાંખવા જણાવાયું છે. તેલગંણામાં આ વર્ષે કપાસનું વાવેતર વધી આશરે ૪૬ લાખ એકરમાં થયું છે જે પાછલા વર્ષ કરતા આશરે ૧૫ લાખ એકર્સ વધુ મનાઇ રહ્યું છે.

જો કે આ દરમિયાન, કમોસમી વરસાદ તથા ઝીંકવોર્મની જીવાતના પગલે ત્યાં કપાસ ઉગાડતા ખેડૂતોને ખાસ્સો ફટકો પડવાના સમાચારો મળ્યા છે. ખાસ કરીને આદીલાવાદ તથા વારંગળ વિસ્તારમાં આવી સમસ્યા વધુ દેખાઇ છે. મહારાષ્ટ્રમાં પણ આ વર્ષે કપાસના નવા પાક પર આવી જીવાતની અસર જોવા મળી છે.

Post Comments