Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંજાબ નેશનલ બેંક સાથે કરોડોની છેતરપિંડી : બેંક શેરોમાં જંગી ગાબડા

- બીએસઇ બેંકેક્ષમાં પણ ૪૭૧ પોઇન્ટનો કડાકો બોલી જતાં તે ૨૮૬૦૯ પર ઉતરી આવ્યો

અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

સરકાર હસ્તકની પંજાબ નેશનલ બેંકની મુંબઈ શાખામાં કરોડો રૃપિયાની છેતરપિંડીના અહેવાલો પાછળ પંજાબ નેશનલ બેંક સહિતના અન્ય બેંક શેરોમાં ગાબડા નોંધાયા હતા.

પંજાબ નેશનલ બેંક દ્વારા આજે શેરબજાર સમક્ષ ફાઇલ કરેલી નોંધમાં જણાવ્યા મુજબ બેંકની મુંબઈ શાખા સાથે અંદાજે રૃા. ૧૧૪૦૦ કરોડની છેતરપિંડી થઈ છે. આ સંદર્ભે બેંક દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે.

આ અહેવાલોની આજે બેંક શેરો પર પ્રતિકૂળ અસર થવા પામી છે. આમ પણ બેડલોન (એનપીએ) અંગેના રિઝર્વ બેંકના નવા નિયમની બેંકો પર અસર થયેલી હતી જ ત્યાં આ સમાચાર આવતા આજે બેંકિંગ શેરોમાં મોટા પાયે વેચવાલી નીકળતા શેરબજારને પણ આંચકો આવ્યો હતો.પંજાબ નેશનલ બેંકના શેર પર પણ આ અહેવાલની ગંભીર અસર થવા પામી હતી. આજે સવારે આ બેંકનો શેર રૃા. ૧૬૦ની સપાટીએ ખુલ્યા બાદ આ અહેવાલો પાછળ વેચવાલીનું દબાણ આવતા ઇન્ટ્રા ડે તે ૮ ટકા તૂટીને ૧૪૯ની સપાટીએ ઉતરી આવ્યા બાદ કામકાજના અંતિમ તબક્કામાં વેચવાલી પ્રબળ બનતા તે ફરીતી તૂટીને કામકાજના અંતે ૧૪૫.૮૦ની સપાટીએ નરમ રહ્યો હતો. જે ૯.૮૧ ટકાનો ઘટાડો દર્શાવે છે.

આ અહેવાલો પાછળ અન્ય બેંક શેરોમાં પણ વેચવાલીનું દબાણ આવતા તેમાં ઝડપી પીછેહઠ થવા પામી હતી. જેમાં યસ બેંક અને સ્ટેટ બેંકમાં ૪ ટકા, એક્સિસ બેંકમાં ૩ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક અને બેંક ઓફ બરોડામાં બે ટકાના ગાબડા નોંધાયા હતા. આ ઉપરાંત કોટક બેંક અને ફેડરલ બેંકમાં પણ પીછેહઠ થવા પામી હતી.બેંક શેરોમાં પડેલા મોટા ગાબડાના પગલે આજે મુંબઈ શેરબજારના બી.એસ.ઇ. બેંકેક્ષ ઇન્ડેક્સમાં પણ ૪૭૧ પોઇન્ટનો (અથવા તો ૨ ટકા) કડાકો બોલી જતાં તે ૨૮૬૦૯.૯૦૨ની સપાટીએ ઉતરી આવ્યો હતો.

બેંક શેરોમાં ગાબડા
બેંક    બંધ ભાવ    ગાબડું
(ટકામાં)
પંજાબ નેશનલ    ૧૪.૮૦    ૯.૮૧
યસ બેંક    ૩૨૦.૨૦    ૪.૪૦
સ્ટેટ બેંક    ૨૭૬.૮૦    ૪.૦૬
એક્સિસ બેંક    ૫૪૩.૯૫    ૩.૩૩૫
ICICI બેંક    ૩૧૮.૫૫    ૨.૨૯
બેંક ઓફ બરોડા    ૧૬૫.૭૦    ૧.૭૫
કોટક બેંક    ૧૦૩૮.૧૦    ૦.૪૫
ફેડરલ બેંક    ૯૫.૧૫    ૦.૨૧

Post Comments