Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીન દ્વારા ભારતમાં ઉત્પાદિત દવાઓને ઝડપી નિયમનકારી મંજુરી આપવા શરૃ કરાયેલી તૈયારી

- અમેરિકા - ચીન ટ્રેડ વોર: એડવાન્ટેજ ઈન્ડિયા

- ભારતીય કંપનીઓની અરજીઓ પર ઝડપાૃથી નિર્ણય લેવા નિયમનકારી સંસ્થાઓને સૂચના

મુંબઈ,તા. 12 જુલાઈ 2018, ગુરૃવાર

અમેરિકા તથા ચીન વચ્ચે શરૃ થયેલા વેપાર યુદ્ધનો ભારતને લાભ મળવાનું શરૃ થયાનું જણાય રહ્યું છે. ભારતમાં ઉત્પાદિત દવાઓને ચીનની નિયમનકારી સંસ્થાઓ ઝડપથી મંજુરી આપવા તૈયારી કરી રહી હોવાનું ભારતના નિકાસ પ્રોત્સાહન જુથના સુત્રોએ જણાવ્યું હતું.

અમેરિકા સાથે ટ્રેડ વોર વધવાના એંધાણને ધ્યાનમાં રાખી ચીન નવા વેપાર ભાગીદારોની શોધમાં લાગી ગયું છે. જેનેરિક ડ્રગ્સ, સોફટવેર, ખાંડ તથા ચોક્કસ વેરાયટીઝના ચોખા માટે ચીનમાં ઊભા થયેલા અવકાશને પૂરવા ભારતની કંપનીઓ પણ સજ્જ બની રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અમે જાણીએ છીએ કે હાલમાં ચીનમાં તક ઊભી થઈ છે અને માટે ભાવમાં સ્પર્ધાત્મકતા લાવવાની આવશ્યકતા છે એમ ચીન સાથેના વેપાર વધારવામાં પ્રવૃત એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

ભારત ખાતેથી દવાઓના વેચાણ માટે કોઈ ચોક્કસ કરાર થયા નથી પરંતુ ભારત માટે ભાવિ પોઝિટિવ જણાય રહ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું. જેનેરિક ઔષધની વૈશ્વિક બજારમાં ભારત પ્રભુત્વ ધરાવે છે. ભારતની જેનેરિક ઔષધની અમેરિકા, યુરોપ તથા ચીન સહિતની બજારોમાં નિકાસ થાય છે. જો કે ચીન ખાતે નિકાસ આંક અત્યારસુધી નીચો રહ્યો છે.

ફાર્માસ્યૂટિકલ્સ માટે ચીન બીજી મોટી બજાર છે. ચીન ખાતે દવાની નિકાસ કરવા માટેની મંજુરી ભારતીય કંપનીઓને અરજી કર્યાના ૬ મહિનાની અંદર મળી જવાની શકયતા ઊભી થઈ છે એમ ફાર્માસ્યૂટિકલ્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

ચીનના સત્તાવાળાઓએ એવી સૂચના જારી કરી હોવાનું જણાય છે કે યુરોપ દ્વારા માન્ય ભારતીય ઔષધના પૂરવઠેદારોને તેમની અરજીના ૬ મહિનાની અંદર ઝડપથી મંજુરી આપવા જણાવ્યું છે, એમ હોદ્દેદારે ઉમેર્યું હતું.

અમેરિકામાં નિયમનકારી સમશ્યાઓ અને પ્રાઈસિંગ મુદ્દાઓને લઈને ભારતની ફાર્મા કંપનીઓ માટે આવક વધારવાનું પડકારરૃપ બની ગયું છે ત્યારે ચીન દ્વારા ઝડપી મંજુરી ભારતની કંપનીઓ માટે આશીર્વાદરૃપ બની રહેશે. ભારતની અનેક જાણીતી દવા કંપનીઓ ચીન ખાતે પોતાની હાજરી વધારવા છેલ્લા લાંબા સમયથી પ્રયાસો કરી રહી છે. આ અગાઉ ચીને નિયમનકારી યંત્રણાને હળવી કરી હોવાનું કયારેય જોવા મળ્યું નથી.

Post Comments