Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેટ્રોલ, ડિઝલ ઉપરની એક્સાઈઝ ડયૂટીથી સરકાર દ્વારા વધુ રૃ.૫૬૦ અબજ ખંખેરાશે

- કેટલાક વર્ષોથી પેટ્રોલિયમ પ્રોડક્ટથી થતી આવક મક્કમ ગતિએ વધી રહી છે

- ર૦૧૪-૧પમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસ ઉપરની આવક રૃ.૧.૦પ લાખ કરોડ થઈ હતી જે આગામી નાણાકીય વર્ષમાં રૃ. ર.પ૭ લાખ કરોડ થવાની શક્યતા છે

નવી દિલ્હી તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર

ર૦૧૪-૧પથી ર૦૧૮-૧૯ સુધીમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ ઉપરની એક્સાઈઝ ડયુટીથી રૃ.૧૦ લાખ કરોડ એક્ત્ર કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સત્તાવાર આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે કે, ચાલુ પાંચ વર્ષના ગાળામાં પેટ્રોલ ઉપરની એક્સાઈઝ ડયુટીની આવક મક્કમ ગતિએ વધી છે.

 ર૦૧૪-૧પમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસ ઉપરની આવક રૃ.૧.૦પ લાખ કરોડ થઈ હતી જે આગામી નાણાકીય વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપરની આવક રૃ. ર.પ૭ લાખ કરોડ થવાની શક્યતા છે. તો ર૦૧૩-૧૪ દરમિયાન પેટ્રોલિયમ, ઓઈલ અને લૂબ્રિકન્ટની ગ્રોસ રેવન્યુ રૃ.૮૮,૬૦૦ કરોડ થઈ હતી.

નાણા મંત્રાલયના અધિકારીએ જણાવ્યુ હતુ કે, પીઓએલ પ્રોડક્ટ્સ ઉપરની એક્સાઈઝ ડયુટી ઉપરની આવક સરકાર માટે મહત્ત્વની છે કારણે એનાથી રાજકોષીય ખાધમાં ઘટાડો થયા છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ઉપરની ડયુટીથી આવક રાજ્યો અને કેન્દ્ર બંને સરકારો માટે આવકનો મહત્ત્વનો સ્ત્રોત છે.

અગાઉ પેટ્રોલ અને ડિઝલ ઉપર વેટ લાદવામાં આવ્યુ હતુ જેને હટાવી દેતા તાજેતરના બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ હાઈ સ્પિડ પેટ્રોલ અને હાઈ સ્પિડ ડિઝલ ઉપર પ્રતિ લિટર રૃ. આઠ સેસ લાદવામાં આવ્યુ છે જેનો ઉપયોગ રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્ય માટે કરવામાં આવશે અને જેનાથી સરકારની આવકમાં રૃ.૧,૧૩,૦૦૦ કરોડ વધવાની સંભાવના છે. સેસ લાદવા માટે સરકારે પેટ્રોલ અને ડિઝલ ઉપર વધારાની પ્રતિ લિટર રૃ.૬ એક્સાઈઝ ડયુટી નાબુદ કરી છે અને હાલની એક્સાઈઝ ડયુટી ઉપર પ્રતિ લિટર રૃ.બેનો ઘટાડો કરવામાં આવ્યો છે.

પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી થતી સરકારની આવક

વર્ષ

આવક

ર૦૧૩-૧૪

૮૮,૫૦૦

ર૦૧૪-૧પ

,૦૫,૬૫૩

ર૦૧પ-૧૬

,૮૫,૯૫૮

ર૦૧૬-૧૭

,૫૩,૨૫૪

ર૦૧૭-૧૮

,૦૧,૫૯૨

ર૦૧૮-૧૯*

,૫૭,૫૮૦


(આંકડા રૃપિયા કરોડમાં, * અનુમાન)

Post Comments