Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પીઈ ઈન્વેસ્ટમેન્ટના સોદા ૫૫ ટકા વધીને ૧૬.૪૦ અબજ ડોલર

- વિતેલા ઓકટોબર માસમાં આ સેગમેન્ટમાં નોંધાયેલા ૧.૬ અબજ ડોલરના સોદા

નવી દિલ્હી, મંગળવાર તા.14 નવેમ્બર 2017

૨૦૧૭ના કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી ઓકટોબર દરમિયાન પ્રાઇવેટ ઈક્વિટી (પીઈ) ઈન્વેસ્ટમેન્ટના સોદામાં ૫૫ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જો કે આ સમય દરમિયાન પીઈ ઈન્વેસ્ટમેન્ટના ઊંચા મૂલ્યના સોદાના પગલે ગત વર્ષના સમાન સમયની તુલનાએ તે ૫૫ ટકા વધીને ૧૬.૪૦ અબજ ડોલર પહોંચ્યા હતા. જે પૈકી ગત ઓકટોબરમાં જ આ ક્ષેત્રે ૧.૬ અબજ ડોલરના સોદા થયા હતા.

સૂચિત સમય દરમિયાન પીઈ ઈન્વેસ્ટમેન્ટના ૬૨૪ જેટલા સોદા નોંધાયા હતા. જે ગત વર્ષે સમાન સમયમાં નોંધાયેલ સોદા કરતા ૨૫ ટકા ઓછા છે. પરંતુ, સોદાનું મૂલ્ય ઊંચું હોવાના કારણે રોકાણની રકમમાં વધારો નોંધાયો હતો.

જાન્યુઆરી-ઓકટોબર દરમિયાન થયેલા સોદા પૈકી ૩ સોદા અબજ ડોલરની કેટેગરીના હતા. જ્યારે ૩૧ સોદા ૧૦૦ મિલિયન ડોલરથી વધુના મૂલ્યના હતા. ગત વર્ષે થયેલ સોદામાં આ પ્રમાણ અનુક્રમે ૧ અને ૨૩નું રહ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ચાલુ વર્ષે ઓકટોબરમાં પીઈ ઈન્વેસ્ટમેન્ટ ગત વર્ષની તુલનાએ ઘટયું હતું. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ઓકટોબરમાં તેના મૂલ્યમાં ૨૨ ટકા અને સોદાના પ્રમાણમાં ૩૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Post Comments