Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદીનાં વાયદાના ભાવમાં એકંદરે વૃદ્ધિ

- ક્રૂડ તેલ, કોટનના વાયદામાં નરમાઈનો માહોલ : બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

- સીપીઓ, મરીમાં બેતરફી વધઘટ : એલચી, મેન્થા તેલ, આરબીડી પામોલીનમાં સુધારો : કોમડેક્સ ૧૧.૬૮ પોઈન્ટ ઘટયો

મુંબઈ, શુક્રવાર તા. 11 ઓગસ્ટ 2017
વિવિધ કોમોડિટી વાયદાઓમાં ૨,૧૯,૦૫૭ સોદામાં રૃ.૧૦,૬૬૧.૩૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે વૃદ્ધિ રહી હતી, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ભાવમાં રહ્યું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં નરમાઈનો માહોલ હતો, જ્યારે એલચી, મેન્થા તેલ, આરબીડી પામોલીનમાં સુધારાનો સંચાર થયો હતો. સીપીઓ અને મરીમાં બેતરફી વધઘટ ભાવમાં રહી હતી. કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૧૧.૬૮ પોઈન્ટ ઘટયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાનો ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૨૯,૧૯૯ ખૂલી, ઊપરમાં રૃ.૨૯,૨૭૪ અને નીચામાં રૃ.૨૯,૧૬૬ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૃ.૩૬ વધી રૃ.૨૯,૨૧૨ બંધ રહ્યો હતો.
ગોલ્ડ-ગિનીનો ઓગસ્ટ વાયદો ૮ ગ્રામદીઠ રૃ.૭૫ વધી રૃ.૨૩,૧૫૪ અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો ૧ ગ્રામદીઠ રૃ.૭ સુધરી રૃ.૨,૮૯૩ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૩૧ વધી બંધમાં રૃ.૨૯,૧૬૧ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં  સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૃ.૩૯,૨૧૧ ખૂલી, ઊપરમાં રૃ.૩૯,૩૯૬ અને નીચામાં રૃ.૩૯,૦૪૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૩૭ વધી રૃ.૩૯,૨૫૦ બંધ રહ્યો હતો.

ચાંદી-મિનીનો ઓગસ્ટ વાયદો રૃ.૩૧ વધી રૃ.૩૯,૨૫૬ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૃ.૨૭ વધી રૃ.૩૯,૨૫૦ થયા હતા. ચાંદીનો દૂર ડિલિવરી માર્ચ-૧૮ વાયદો રૃ.૧૧૦ વધી બંધમાં રૃ.૪૦,૨૭૪ના ભાવ રહ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબુ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૃ.૧.૭૫ ઘટી રૃ.૪૦૯.૭૫, નિકલ ઓગસ્ટ રૃ.૧૪.૭૦ ઘટી રૃ.૬૮૨.૫૦, એલ્યુમિનિયમ ઓગસ્ટ ૧૦ પૈસા સુધરી રૃ.૧૨૯.૯૦, સીસું ઓગસ્ટ રૃ.૧.૨૦ ઘટી રૃ.૧૪૯.૭૦ અને જસત ઓગસ્ટ વાયદો ૭૫ પૈસા ઘટી રૃ.૧૮૬.૮૦ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૃ.૩,૧૧૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૃ.૨૪ ઘટી રૃ.૩,૧૦૪ બંધ રહ્યો હતો. આ વાયદો ઊપરમાં રૃ.૩,૧૧૩ અને નીચામાં રૃ.૩,૦૮૨ બોલાયો હતો.
નેચરલ ગેસનો ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ ૪૦ પૈસા ઘટી બંધમાં રૃ.૧૯૧.૫૦ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૃ.૧૧૦થી રૃ.૨૦૦ની રેન્જમાં ઘટયા હતા.
કોટનનો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૃ.૧૮,૫૮૦ ખૂલી, ઊપરમાં રૃ.૧૮,૬૫૦ અને નીચામાં રૃ.૧૮,૫૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૧૦ ઘટી રૃ.૧૮,૬૩૦ બંધ રહ્યો હતો.

દક્ષિણ કોરિયા ખાતેથી બે પેઢી દ્વારા અંદાજે ૧૦,૦૦૦ કિલો સોનાની આયાત કરાયાની ચર્ચા
મુંબઈ, શુક્રવાર
જુલાઈમાં ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ભારતના મુકત વેપાર ભાગીદાર દક્ષિણ કોરિઆ ખાતેથી માત્ર બે જ પેઢીઓ મળીને અંદાજે ૧૦,૦૦૦ કિલો સોનાની આયાત કરી હોવાનું ચર્ચાય રહ્યું છે. સોનાની આ આયાત કોઈન્સ તથા મેડલ્સના સ્વરૃપમાં કરાઈ હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. માત્ર બે જ પેઢી દ્વારા આટલી જંગી માત્રામાં થયેલી આયાતથી સરકારને પણ આશ્ચર્ય થયું છે અને આવા પ્રકારની આયાતને કેવી રીતે ઘટાડી શકાય તે તરફ વિચારણા ચાલી રહી છે.

મુકત વેપાર કરારની જોગવાઈઓનો ગેરલાભ લેવાઈ રહ્યો હોવાનો મત
૧ જુલાઈથી ઓગસ્ટના અત્યારસુધીના ગાળામાં ૧૧ હજાર કિલો ગોલ્ડની થયેલી આયાતમાંથી ૯૦ ટકા આયાત બે પેઢીઓ દ્વારા જ કરવામાં આવી છે. જીએસટી હેઠળ વેરામાં મળેલી રાહતનો લાભ લઈને આ પેઢીઓએ જંગી આયાત કરી હોવાનું માનવામાં આવે છે. દક્ષિણ કોરિઆ સાથેના મુકત વેપાર કરારની જોગવાઈઓનો લાભ લઈને આ આયાત કરાઈ છે એવી પણ બજારમાં ચર્ચાએ જોર પકડયું છે. જો કે કોરિઅન સરકાર દ્વારા પોતાની કોઈ પેઢી આવા પ્રકારની નિકાસમાં સંડોવાઈ નહીં હોવાનું જણાવ્યું હતું.
હાલમાં ગોલ્ડની આયાત પર ૧૦ ટકા કસ્ટમ્સ ડયૂટી અને ૩ ટકા આઈજીએસટી લાગે છે. જો કે દક્ષિણ કોરિઆ ખાતેથી સોનાની આયાતને ૨૦૦૯થી કસ્ટમ્સ ડયૂટીમાંથી મુકત રખાઈ છે. આયાતકારે માત્ર ટકા આઈજીએસટી ચૂકવવાનો રહે છે. જુન સુધી ગોલ્ડ તથા જ્વેલરી પર ૧૨.૫૦ ટકા એકસાઈઝ વસૂલવામાં આવતી હતી જે હવે જીએસટી લાગુ થવાથી નાબુદ થઈ ગઈ છે. એકસાઈઝ કાઉન્ટરેવેલિંગ ડયૂટીનું કામ કરતી હતી.  દક્ષિણ કોરિઆ ખાતેથી ગોલ્ડની આયાત ઘટાડવા ગોલ્ડની ઈમ્પોર્ટ પર કામચલાઉ પ્રતિબંધ, સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા, માત્ર નિકાસ હેતુ માટે જ આયાત છૂટ વગેરે જેવા પગલાં વિચારાઈ રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. કોઈ પ્રોડકટસની સસ્તી આયાતને કારણે ઘરેલું ઉદ્યોગોને નુકસાન થતું હોય તો તે સામે તેમને રક્ષણ આપવા સેફગાર્ડ ડયૂટીનું શસ્ત્ર ઉપયોગમાં લેવામાં આવે છે.

Post Comments