Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

SBI ટોપ ટેન મોસ્ટ વેલ્યુડ કંપનીઓની યાદીમાંથી બહાર

- સ્ટેટ બેંકનું સ્થાન કોટક મહિન્દ્રા બેંકે લીધું : આ યાદીમાં TCS નંબર વન

અમદાવાદ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર

વિવિધ બેંકોના કૌભાંડની જાહેરાત બાદ બેંક શેરોમાં મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે. દેશની સૌથી મોટી અને સરકાર હસ્તકની સ્ટેટ બેંકના શેરોમાં પણ વેચવાલીના દબાણે પીછેહઠ થતાં આજે ઇન્ટ્રા ડે આ કંપની (બેંક) માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ ટેન ક્લબમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

બેંકિંગ ક્ષેત્ર સામે ઉદ્ભવેલ વિવિધ પ્રતિકૂળતાના પગલે કામકાજના છેલલા ચાર સત્રમાં સ્ટેટ બેંકના શેરમાં ૫.૩ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. આજે બપોરે ૨.૧૮/૨૦ કલાકની આસપાસ આ શેરમાં પીછેહઠ જારી રહેતા તેનું માર્કેટ કેપ ઘટીને રૃા. ૨૨૨૯ અબજ ઉતરી આવ્યું હતું.

બીજી તરફ ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકનો શેર નવી લેવાલી પાછળ છેલ્લા ચાર સત્રમાં પાંચ ટકા જેટલો વધ્યો છે. આજે પણ નવી લેવાલી ચાલુ રહેતાં તેનું માર્કેટ કેપ વધીને ૨૨૩૧ અબજ પહોંચતા માર્કેટ કેપની દ્રષ્ટિએ તેણે ટોચની ૧૦ કંપનીઓમાં દસમો ક્રમાંક હાંસલ કરી લીધો હતો.
આમ, આ સાથે જ સ્ટેટ બેંક ટોપ ટેન મોસ્ટ વેલ્યુડ કંપનીઓની યાદીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. જો કે, ત્યાર બાદ સ્ટેટ બેંક ૧૧મા ક્રમાંકે કાર્યરત હતી.

ટોપ-ટેન કંપનીના માર્કેટ કેપ

ક્રમ

કંપની

માર્કેટ કેપ

-

-

(રૃા. અબજમાં)

ટીસીએસ

૬,૦૯૨

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

૫,૯૨૦

૩.

HDFC બેંક

૫,૦૪૨

આઈટીસી

૩,૨૨૬

૫.

એચડીએફસી

૩,૩૧૪

૬.

હિંદ યુની લીવર

૩,૦૬૮

૭.

મારૃતિ સુઝુકી

૨,૭૮૭

૮.

ઈન્ફોસીસી

૨,૪૭૮

૯.

ઓએનજીસી

૨,૩૩૫

૧૦.

કોટક બેંક

૨,૨૩૧

૧૧.

સ્ટેટ બેંક

૨,૨૨૯

 

Post Comments